પ્રણવ મુખરજીને 2019માં દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઈ ગયું છે. ૨૧ દિવસ પહેલા કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો અને આ સાથે જ તેમની બ્રેઈન સર્જરી પણ કરવામાં આવી હતી.

image source

-પ્રણવ મુખર્જીના કથળતા સ્વાસ્થ્યના પગલે તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૦થી હોસ્પિટલમાં એડમિટ હતા.

-દિલ્લીની આર્મી એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને ત્યાં જ અંતિમ શ્વાસ લીધા.

-પ્રણવ મુખર્જીને વર્ષ ૨૦૧૯માં ભારત દેશના સૌથી મોટા સન્માન ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

image source

-પ્રણવ મુખર્જીના દીકરા અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પિતા પ્રણવ મુખર્જીના મૃત્યુની જાણકારી આપી.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હવે આપણી વચ્ચે રહ્યા નથી આ વાતની જાણકારી પ્રણવ મુખર્જીના દીકરા અભિજિત મુખર્જીએ આજ રોજ સાંજના ૫:૪૯ વાગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્વાસ્થ્ય તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ના આજ રોજ અસ્વસ્થ માલુમ પડ્યુ હતું. ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સારવાર આર્મી હોસ્પિટલમાં ચાલી રહી હતી ત્યારે આર્મી હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તાજેતરમાં જ ફેફસામાં ઇન્ફેકશનના લીધે સેપ્ટિક શોક લાગ્યો હતો. જો કે હાલમાં પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યની દેખરેખ માટે હોસ્પિટલમાં એક ટીમ કાર્ય કરી રહી હતી. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલમાં ડીપ કોમામાં સરી પડ્યા હતા જેના લીધે તેઓને વેન્ટીલેટર સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

image source

દર્દીને સેપ્ટિક શોક લાગવાના કારણે દર્દીના શરીરનું બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે. જેના લીધે દર્દીના શરીરમાં સોજા આવી જાય છે અને દર્દીના શરીરમાં બ્લડ કલોટ બનવા લાગે છે. એટલા માટે શરીરને જરૂરિયાત પુરતું ઓક્સિજન પ્રાપ્ત કરી શકતું નથી.

image source

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ દિલ્લીમાં આવેલ આર્મી રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. જયારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને એડમિટ કરવામાં આવ્યા હતા તે દિવસે તેમના શરીર માંથી બ્રેઈન ક્લોટિંગને દુર કરવા માટે તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સર્જરી થયા પછીથી તેમની સ્વાસ્થ્ય સ્થિતિ નાજુક હાલતમાં રહી હતી. તેમજ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ પ્રણવ મુખર્જીનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

image source

૮૪ વર્ષની ઉમર ધરાવતા પ્રણવ મુખર્જી દેશના ૧૩માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભળાયો હતો. આની પહેલા પ્રણવ મુખર્જી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓમાં સમાવેશ થતો હતો. તેમજ પ્રણવ મુખર્જીને દેશના ગણમાન્ય નેતાઓમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. પ્રણવ મુખર્જીએ પોતાની રાજકીય કરિયર દરમિયાન ઘણા બધા સારા કામો કર્યા હતા જેના પરિણામે તેમણે ઘણા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહી પ્રણવ મુખર્જીને ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ના રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના કોરોના પોઝેટીવ આવ્યા હોવાની જાણકારી આપી હતી તેમજ આ ટ્વીટમાં તેમણે વિનંતી પણ કરી હતી કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન મારા સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓને કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લેવા અપીલ કરું છું. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ છેલ્લે પોતાના ટ્વીટર હેન્ડલ પર દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પોસ્ટ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "પ્રણવ મુખરજીને 2019માં દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel