ચોમાસામાં વરસાદના પાણીના કારણે ઘરની દિવાલ પર થતી પોપડીની સમસ્યા દુર કરવા અપનાવો આ ઉપાય

ચોમાસાની ઋતુમાં ઘરની અંદર ભેજ, ગંદકી, દીવાલમાં લીકેજ, ફર્નિચર વગેરે પર અસર થાય છે. વરસાદના પાણીના કારણે ઘરની દીવાલ રસોડા કે બાથરૂમમાં પોપડી પડવા લાગે છે. દીવાલમાં થયેલી પોપડીના કારણે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે. ઘણા લોકો ઋતુ બદલાઈ એટલે પણ બીમાર પડી જાય છે.

એવું જરૂરી નથી કે ઘરની દિવાલ પર થતી પોપડી વરસાદના પાણીથી જ થાય, પરંતુ ઘણી વાર ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ, લીક પાઇપ કારણે પણ દીવાલ પર પોપડીની સમસ્યા થઇ શકે છે. તેનાથી ઘરની સુંદરતા ખરાબ થવાની સાથે પરિવારના લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઇ શકે છે. આ સમસ્યાને દૂર કરવી સહેલું કામ નથી. પરંતુ કેટલાક ઉપાય અજમાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

image source

વરસાદના કારણે ઘરમાં થયેલી પોપડીને દૂર કરવા માટે તમે પાણી અને વિનેગરનો આ ઉપાય ખુબ જ કારગર સાબિત થઇ શકે છે. આ બંને વસ્તુને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ઉમેરી લો. ત્યાર પછી તેને ફૂગ લાગેલી દીવાલ પર સ્પ્રે કરીને થોડીક રાખી મૂકો. ત્યાર પછી સૂકા કપડાથી તેને સાફ કરી લો.

image source

પોપડીને દૂર કરવા માટે દીવાલને ડિટર્જંન્ટની મદદથી પણ સાફ કરી શકાય છે. પાણીમાં ડિટર્જેન્ટ ઉમેરીને કપડું ભીનું કરીને દીવાલને સ્વચ્છ કરી લો, આવું તમે ઓછામાં 4-5 દિવસ સુધી કરો. જેથી પોપડી દૂર થઇ જશે.

image source

વરસાદની ઋતુમાં ઘરની દીવાલમાં થતી પોપડીથી બચાવવા માટે તેની પર હળવા રંગનો પેઇન્ટ કરાવી લો. તેનાથી દીવાલ પર કોઇ જીવાણું નહીં થાય અને સુંદર પણ લાગશે. પરંતુ પેઇન્ટ કરવાથી પહેલા દીવાલની તિરાડ ભરાવી દો. જેથી ઉપરથી કરવામાં આવેલ વોટર પ્રૂફ પેઇન્ટ લાંબો સમય ટકી રહેશે અને સારો લુક આપશે.

image source

રસોઇમાં ઉપયોગ થતા બેકિંગ સોડા સાફ-સફાઇના કામમાં પણ ખૂબ ઉપયોગમાં આવી શકે છે. સ્પ્રે બોટલમાં પાણી ઉમેરીને 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરી લો. તેનાથી દીવાલ પર સ્પ્રે કરો અને બ્રશની મદદથી સાફ કરી લો.

જયારે ચોમાસામાં ઘરની દિવાલ પર પોપડી થઇ જાય તો કેટલીક વખત ઘરમાં અલગ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે. જેનાથી છૂટકારો મેળવવા માટે રંગ-બેરંગી ફુલોથી ઘરને સજાવવા બેસ્ટ ઓપ્શન છે. આ ફુલોને ફ્લાવર પોટમાં સજાવીને તમે ઘરની સુંદરતા વધારવાની સાથે સુગંધ પણ આવી શકે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ચોમાસામાં વરસાદના પાણીના કારણે ઘરની દિવાલ પર થતી પોપડીની સમસ્યા દુર કરવા અપનાવો આ ઉપાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel