ભારતના આ 3 રાષ્ટ્રપતિ પર તમને પણ થશે ગર્વ, કે જેઓ પોતાના પગારની 70 થી 75 ટકા રકમ આપતા હતા દાનમાં

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામેના જંગમાં હાલ દેશના પ્રધાનમંત્રીથી લઈને મંત્રી,સાંસદ અને ધારાસભ્યો પણ પોતાના પગારમાંથી 30 ટકા રકમ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથી કોવિંદ પણ પોતાના પગારની 30 ટકા રકમ કપાવી રહ્યા છે અને 70 ટકા પગાર રાખી રહ્યા છે. ત્યારે તમને એ જાણીને નવાઈ લાગશે કે આ પહેલા પણ ભારતમાં એવા રાષ્ટ્રપતિ થઇ ચુક્યા છે જેઓએ પોતાના સત્તાવાર પગારની માત્ર 25 થી 30 ટકા રકમ જ લેતા હતા.

1). દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ

image source

ડો. રાજેંદ્ર પ્રસાદ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આઝાદીની લડાઈમાં ભાગ લેતા પહેલા ડો. રાજેન્દ્ર પ્રસાદ પટનાના મોંઘા વકીલોમાંથી એક હતા. પરંતુ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ તેનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું હતું. રાષ્ટ્રપતિના પદ પર પહોંચીને પણ તેઓએ સામાન્ય જીવન જીવી અને ઓછો ખર્ચ કરી ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. વર્ષ 1950 માં જયારે ડો. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા તો તેઓને વિશાળકાય વોઈસરૉય હાઉસમાં રહેવામાં અચકાટ અનુભવતો હતો. આ ભવનમાં પ્રવેશ કરવાની સાથે જ આ ભવનનું નામ બદલીને રાષ્ટ્રપતિ ભવન રાખવામાં આવ્યું હતું. ભારતનું રાષ્ટ્રપતિ ભવન આજે પણ વિશ્વના સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલા પ્રેસિડેન્ટ હાઉસ પૈકી એક છે.

તે સમયે રાષ્ટ્રપતિનો એક મહિનાનો પગાર 10000 રૂપિયા હતો. આમાંથી રાજેન્દ્ર પ્રસાદે માત્ર 50 ટકા રકમનો જ સ્વીકાર કર્યો અને બાકીની રકમ સરકારી નિધિમાં જમા કરાવાતી. રાષ્ટ્રપતિ રહેવા સુધી અને ત્યારબાદ પણ પોતાના પગારમાંથી નિયત રકમ કપાવવાની શરૂઆત કરી હતી અને તેઓ પોતાના પગારની માત્ર 25 ટકા રકમ જ સ્વીકારતા.

2). દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન

image source

ભારતના બીજા રાષ્ટ્રપતિ બનેલા ડો. રાધાકૃષ્ણન પણ પોતાના પગારની 75 ટકા રકમ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં જમા કરાવી દેતા હતા. ત્યારબાદ ઇન્કમ ટેક્સ કાપીને તેને પગારના માત્ર 1900 રૂપિયા મળતા હતા. ડો. રાધાકૃષ્ણન 1962 થી લઈને 1967 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા અને આજે પણ ડો. રાધાકૃષ્ણન પોતાના સામાન્ય જીવન માટે જાણીતા છે.

3). દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી

image source

આંધ્રપ્રદેશના વતની નીલમ સંજીવ રેડ્ડી ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. જયારે આંધ્રપ્રદેશ અલગ રાજ્ય બન્યું ત્યારે તેઓ ત્યાંના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. પૈસાદાર અને જમીનદાર પરિવારથી સંબંધ ધરાવતા નીલમ સંજીવ રેડ્ડીએ પોતાની 60 એકર જમીન સરકારને આપી દીધી હતી. વર્ષ 1977 માં નીલમ સંજીવ રેડ્ડી ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ બનાયા હતા અને રાષ્ટ્રપતિ તરીકે તેમને મળતા પગારમાંથી તેઓ ફક્ત 30 ટકા રકમ જ સ્વીકારતા હતા અને બાકીની રકમ સરકારી નિધિમાં આપી દેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ભારતના આ 3 રાષ્ટ્રપતિ પર તમને પણ થશે ગર્વ, કે જેઓ પોતાના પગારની 70 થી 75 ટકા રકમ આપતા હતા દાનમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel