આ છે અમદાવાદી ‘દાદી’, જેમનું ઘર પ્રખ્યાત છે “બે લીમડાવાળા ઘર…” તરીકે, શું તમે જાણો છો આ દાદીમાંને…

આજે વાત કરવી છે અમદાવાદનાં 75 વર્ષીય બકુલાબહેન પટેલની. ત્રીસેક વર્ષ પહેલાં તેમના દીકરા હેમલભાઈને કોઈએ લીમડોનો છોડ ભેટ આપ્યો. દીકરાએ ઘરે આવીને પોતાનાં માતાને એ છોડ આપ્યો. માતાએ ઘરના આંગણે તેનું આરોપણ કર્યું અને પછી તો પોતાના સંતાનોની જેમ જ તેનો ઉછેર કર્યો. 1980માં વાવેલો લીમડો આજે તો ઘટાદાર થઈ ગયો છે. લીમડાની વાત કરતી વખતે જૈફ વયનાં કડેધડે બકુલાબહેનના અવાજમાં પ્રસન્નતા છલકાઈ આવે છેઃ મેં તને દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો છે. તે ઘણો ફૂલ્યોફાલ્યો છે. આરુષ (તેમનો પાૈત્ર)ના દાદા (નરેન્દ્રભાઈ પટેલ) તેને વહોરવા દેતા નહોતા. તેઓ કહેતા કે જો આપણે લીમડાને કાપીએ તો તેને દુઃખ થાય તેની તેને કાપવો ના જોઈએ.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અંકુર પાસે આવેલી હરિચંદ્ર સોસાયટીમાં બકુલાબહેનના ઘર પાસે 1981માં બીજો એક લીમડો પણ વવાયો. એ પણ મોટાભાઈની જેમ ફૂલ્યોફાલ્યો. થોડાં વર્ષો તો બકુલાબહેનનું ઘર “બે લીમડાવાળું ઘર” તરીકે જાણીતું થયું. બકુલાબહેનના બે પાૈત્રો આરુષ અને અનુજ શાળાએથી ભણીને પરત આવતા હોય ત્યારે દૂરથી લીમડા જોઈને ઘરને ઓળખી જાય.

બકુલાબહેન લીમડાની વાત કરતાં આનંદ અને ગાૈરવ અનુભવે છેઃ આ લીમડાઓએ અમને ખૂબ સુખ આપ્યું. અમે વર્ષોથી ચૈત્ર મહિનામાં તેના મૉરનો રસ પીએ. તેણે અમને છાંયો આપ્યો. પહેલાં તો તેના છાંયામાં બપોરે છ-સાત પસ્તીવાળા સૂઈ જતા. આ લીમડાને કારણે જ તેમની સાથે અમારો ઘર જેવો સંબંધ બંધાયો. ઘરે અમને ઠંડક આપી. અમારા જીવનને મીઠું-મધુરું કર્યું. આ લીમડાએ અમારો પરિવાર બહોળો કર્યો. મોર, કોયલ,કાબર, પોપટ.. અનેક પક્ષીઓનું તે ઘર બન્યો.

આ પટેલ પરિવારે બે લીમડાઓને પરિવારના સભ્યો માન્યા. નરેન્દ્રભાઈ અને બકુલાબહેનના દીકરા હેમલભાઈ અને સોનાબહેને પણ લીમડા-વારસોનું જતન અને સંવર્ધન કર્યું. પછી તો તેમના ઘરમાં અનેક છોડ-વૃક્ષો આવ્યાં. આજે તો આશરે 100 છોડથી તેમનું ઘર લીલુંછમ અને ભર્યું-ભર્યું છે. ઘરના સભ્ય અનુજે તો સોસાયટીમાં પણ લીમડા સહિત બીજાં વૃક્ષો વાવ્યાં. સ્વાર્થી થઈને પ્રકૃતિનો લાભ એકલા થોડો લેવાય ? ગમતું હોય એ કંઈ ગુંજે ના ભરાય.. તેનો તો ગુલાલ જ કરવાનો હોય ને !

સોનાબહેન અને હેમલભાઈએ પોતાના બે દીકરાઓ આયુષ અને અનુજની સમાંતરે આ બે લીમડાઓનો પણ ઉછેર કર્યો. જાણે કે તેમને ચાર દીકરાઓ ના હોય ? જે પરિવારમાં પ્રકૃતિ માટેનો આવો પ્રેમ, આદર અને સંવેદના હોય એ પરિવારને બધા જ પ્રકારનો છાંયો પામવાનો અધિકાર છે.

બકુલાબહેનને પ્રકૃતિપ્રેમ માટે 11 દરિયા ભરીને વંદન. તેમણે છેક બીજી પેઢીને પ્રકૃતિપ્રેમ વારસો આપ્યો તે માટે તેમને વિશેષ વંદન. આ જ આપણી સાચી સંસ્કૃતિ છે. વૃક્ષો અને પ્રાણીઓ, પક્ષીઓ અને જીવ-જંતુઓને ભારતીયોએ કાયમ પોતાના ઘરનાં જ સભ્ય ગણ્યાં છે. ભૂલાતી જતી આ ભાવનાનો જો પુનરોદ્ધાર થાય તો પર્યાવરણ સામેના કપરા પડકારોથી આપમે બચી શકીએ.

ફોટોસાૈજન્યઃ આરૂષ પટેલ

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આ છે અમદાવાદી ‘દાદી’, જેમનું ઘર પ્રખ્યાત છે “બે લીમડાવાળા ઘર…” તરીકે, શું તમે જાણો છો આ દાદીમાંને…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel