30 પછી શરીરમાં ઘટે છે કેલ્શિયમ, તંદુરસ્ત રહેવા રોજ લો આ 10માંથી 1 ફૂડ
ઉંમરની સાથે સાથે ડાઇજેશન સિસ્ટમ પણ નબળી થવા લાગે છે. ખાસ કરીને 30ની ઉંમર પાર કરી દીધા બાદ બોડી સરળતાથી ડાયટમાં સામેલ કેલ્શિયમને એબ્જોર્બ કરી શકતી નથી. એવામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવાના ચાન્સ વધી જાય છે. 30ની ઉંમર બાદ તમારા ડાયટમાં કેલ્શિયમ રિચ ફૂડનું પ્રમાણ વધારીને તેની ખામીથી બચી શકાય છે. આ સિવાય તેના અન્ય ઘરેલૂ નુસખા પણ છે જેની મદદથી તમે બોડીમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી શકો છો. આજે અમે આપને માટે આવા જ કેટલાક ફૂડ લાવ્યા છીએ. જે તમારા કેલ્શિયમને વધારે છે અને તેને તમે ઘરે જાતે જ લઇ શકો છો.
100 મિલી. દૂધમાં 130 મિગ્રા કેલ્શિયમ
100 ગ્રામ દહીંમાં 83 મિગ્રા કેલ્શિયમ
કેલ્શિયમના ફાયદા
કેલ્શિયમ આપણાં હાડકાં અને દાંતને મજબૂત અને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. એ સિવાય હાર્ટ, નર્વ્સ અને મસલ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર શરીરને રહે છે. માસિક અને પ્રેગ્નેન્સીને લીધે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર રહે છે. બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે.
કેલ્શિયમની કમીથી થતી સમસ્યાઓ
કેલ્શિયમની કમીથી શરીરમાં હાઈ બ્લડપ્રેશર, દાંત સમય પહેલાં પડી જવા, શરીરનો યોગ્ય વિકાસ ન થવો, હાડકાંઓમાં નબળાઈ, શરીરના વિવિધ અંગોમાં દુઃખાવો કે કંપારી થવી, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં નિષ્ક્રિયતા વગેરે જેવી સમસ્યાઓ જન્મે છે.
અંજીર અને બદામ
રાતભર પાણીમાં 2 અંજીર અને 4 બદામને પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાઇ લો. પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે.
ડેરી પ્રોડક્ટ્સ
ડાયટમાં દૂધ, દહીં, પનીર અને ચીઝ જેવા ડેરી પ્રોડક્ટનું પ્રમાણ વધારો. તેનાથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે.
ફિશ
અઠવાડિયામાં એક વાર ફિશ કે અન્ય સી ફૂડ ખાઇ શકાય છે. તેનાથી બોડીનું કેલ્શિયમ લેવલ વધારવામાં મદદ મળે છે.
લીલા શાકભાજી
ડાયટમાં બ્રોકલી, બીન્સ, કાકડી જેવા લીલા શાકનું પ્રમાણ વધારો. તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી બોડીને કેલ્શિયમ એબ્જોર્બ કરવામાં મદદ મળે છે.
જીરાનું પાણી
રાતભર 2 ગ્લાસ પાણીમાં 1 નાની ચમચી જીરું પલાળો. સવારે તેને ઉકાળો. પાણી અડધું રહે તો ગાળીને પી લો.
સવારનો તડકો
રોજ સવારે 8 વાગ્યા પહેલાં 10 મિનિટ તડકામાં રહો. તેનાથી બોડીમાં વિટામિન ડીનું પ્રમાણ વધશે અને કેલ્શિયમના એબ્જોર્બશનમાં મદદ મળશે.
લીંબુ પાણી
રોજ સાંજે 1 ગ્લાસ લીંબુ પાણી પીઓ. તેનાથી મળતું વિટામિન સી બોડીના કેલ્શિયમને એબ્જોર્બ કરવામાં મદદ કરે છે. દિવસમાં કોઇ એક ખાટું ફળ ખાવાથી પણ ફાયદો મળે છે.
રાગી
અઠવાડિયામાં 2 વાર રાગીના લોટની ઇડલી, દલિયો કે ચિલ્લા ખાઓ. તેમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે.
સોયાબીન
અઠવાડિયામાં 1 વાર સોયાબીનનું શાક બનાવો અને ડાયટમાં સોયાબીનનું પ્રમાણ વધારો. તેનાથી બોડીને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે.
આદુની ચા
11/2 કપ પાણીમાં 1/2 ચમચી આદુની પેસ્ટ નાંખીને ઉકાળો. પાણી 1 કપ રહે તો તેને ચાની જેમ પીઓ.
તલ
રોજ 2 ચમચી શેકેલા તલ ખાઓ. તેમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે. સ્વાદ બદલવા માટે તલની ચિક્કી કે લાડુ પણ ખાઇ શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત</stron
0 Response to "30 પછી શરીરમાં ઘટે છે કેલ્શિયમ, તંદુરસ્ત રહેવા રોજ લો આ 10માંથી 1 ફૂડ"
ટિપ્પણી પોસ્ટ કરો