આટલા કલાક ભારે વરસાદની આગાહી, અનેક જગ્યાએ ભરાયા પાણી,અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ

રવિવારે સવારથી જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે બપોર બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. સમગ્ર રાજ્યમાં જ્યારે રવિવારે સવારથી જ વરસાદ થઈ રહ્યો છે.

image source

ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આગામી 48 કલાક સુધી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.

image source

બપોર બાદ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ધીમીધારે વરસાદ સાંજ સુધીમાં શરૂ થઈ ગયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, આહવા, ભરૂચ સહિતના શહેરોમાં વરસાદનું જોર જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, મોરબી સહિતના શહેરોમાં ભારે વરસાદ થશે, આ સાથે જ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સહિતના શહેરોમાં ભારે વરસાદ નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

image source

અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે ધીમીધારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. શહેરમાં એસ.જી.હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, નારણપુરા, ઘાટલોડિયા, મોઢેરા, સાબરમતી, ચાંદખેડા, નરોડા, વિરાટનગર, ઓઢવ, મણીનગર, વટવા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. શહેરમાં વરસાદી વાતાવરણના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઇ છે જેના કારણે વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

image source

શહેરના ઉત્તર ઝોનમાં એટલે કે નરોડા, કુબેર નગર, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાંદખેડા, ઓઢવ, નિકોલ, રામોલ વિસ્તારમાં અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ પડયો છે. શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો 32 ઇંચ વરસાદ થઈ ચુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આટલા કલાક ભારે વરસાદની આગાહી, અનેક જગ્યાએ ભરાયા પાણી,અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel