અહિંયા નોકરી કર્યા વગર ઘરે બેઠા મળે છે 38 લાખ રૂપિયા, જાણો કેટલા વર્ષ સુધી

અનોખી ઓફર : આ દેશમાં ત્રણ વર્ષ માટે વગર નોકરી કર્યે ઘરે બેઠા મળશે ૩૮ લાખ રૂપિયા.

કોરોના કાળમાં દરેક વ્યક્તિની નોકરી પર સંકટ આવી પડ્યું છે. એક તરફ જ્યાં કરોડો લોકોને પોતાની નોકરી ગુમાવવાનો ડર છે, ત્યાં જ કેટલાક લોકોના પગારમાં કપાત કરવામાં આવી રહી છે. આવામાં જર્મનીમાં એક કમાલની ઓફર આવે છે, જેની હેઠળ ત્રણ વર્ષ સુધી આપના બેંક એકાઉન્ટમાં દર મહીને ૧૨૦૦ યુરો આવતા રહેશે અને એના માટે કોઈ નોકરી પણ કરવાની રહેશે નહી. આ રીતે ત્રણ વર્ષમાં દરેક વ્યક્તિને ૪૩૨૦૦ યુરો એટલે કે લગભગ ૩૮ લાખ રૂપિયા મળી જશે. આ પ્રોજેક્ટની અધ્યક્ષતા જર્મન ઇન્સ્ટીટયુટ ફોર ઈકોનોમિક રીસર્ચના યુએગર્ન શુપ કરી રહ્યા છે.

આપને શું કરવાનું રહેશે ?

image source

આ કામ માટે આપને રીસર્ચના કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે કે, આ પૈસાનું તેઓ શું કરી રહ્યા છો, આ સાથે જ તેઓ જીવી રહ્યા છે કે નહી, મફતમાં પૈસા મળી રહ્યા છે તો કોણ નહી લેવા ઈચ્છે ? આ પ્રોજેક્ટ માટે રિસર્ચર ફક્ત ૧૫૦૦ વ્યક્તિઓને શોધી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમણે ૧૫ લાખ કરતા વધારે અરજીઓ મળી ગઈ છે, જેમાંથી ૧૨૦ લોકોને જ પસંદ કરવામાં આવ્યા.

image soure

ખબર મળી છે કે, એના માટે આપને ત્રણ વર્ષમાં કુલ સાત સર્વે ફોર્મ ભરવાના રહેશે અને એની સૌથી ખાસ વાત એ છે કે, આ પૈસા પર કોઈ પ્રકારનો ટેક્સ પણ નહી લાગે. આ પ્રોજેક્ટ પર કુલ ૫૨ લાખ યુરો થશે, જે બર્લિનમાં આવેલ એક ચેરીટી સંસ્થા ઉઠાવશે.

એટલા માટે શરુ થઈ રહ્યો છે પ્રોજેક્ટ ?

image source

ચેરીટી સંસ્થા ‘માઈન ગ્રુંડઆઈનકોમન’ એટલે કે, માય બેસિક પે’ પ્રમાણે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આ જાણવાનો છે કે, જો લોકોને જિંદગીની જરૂરિયાત પૂરી કરવા માટે પૈસા મળી રહે છે અને એના માટે તેમણે કોઈ કામ કરવું ના પડે, તો તેઓ કેટલી ખુશહાલ જિંદગી વિતાવી શકે છે અને કેટલા રચનાત્મક થઈ શકે છે.?

image source

આ સંદર્ભમાં ડાયચે વેલે સાથે વાતચીતમાં યુએગર્ન શુપનું કહેવું છે કે, ‘તેઓ જોવા ઈચ્છે છે કે, શું લોકો બધા પૈસા ખર્ચ કરી દે છે કે પછી એમાંથી કઈક બચત પણ કરશે. આ સાથે જ એ પણ જાણવાનું છે કે, શું તેઓ વધારે ધન રાશિ મળવાથી તેઓ પોતાની નોકરી છોડી દે છે કે પછી પોતાનું કામ ચાલુ રાખે છે.’

image source

સૌથી મહત્વની વાત સમજવાની એ છે કે, પૈસા કેવી રીતે લોકોનો દ્રષ્ટિકોણને બદલે છે કેમ કે, આ પ્રશ્ન પર આજ સુધી કોઈ વૈજ્ઞાનિક શોધ થઈ છે નહી. પ્રોજેક્ટ સમર્થકોનું માનવું છે કે, એનાથી સમાજમાં સકારાત્મક સુધાર જોવા મળશે અને લોકો ખુશહાલ જીવન જીવશે. જયારે કેટલાક લોકો એવું પણ માને છે કે, આ લોકોને આળસુ બનાવી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "અહિંયા નોકરી કર્યા વગર ઘરે બેઠા મળે છે 38 લાખ રૂપિયા, જાણો કેટલા વર્ષ સુધી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel