મોડું કર્યા વગર જલદી આ રીતે ઉઠાવો મોદી સરકારની આ યોજનાનો લાભ, અને મેળવો દર વર્ષે 6000 રૂપિયા
ખેડૂતોને ૬૦૦૦ રૂપિયાની વાર્ષિક લઘુત્તમ આવક પ્રદાન કરવા માટે વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના વર્તમાન ભાજપ સરકાર માટે મત આપનારી યોજના બની શકે છે. પરંતુ ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર પ્રદેશમાં, મહત્વપૂર્ણ રાજ્યમાં વધતા રેઢીયાર પશુધનની સંખ્યા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્વિઝર્લેન્ડની એક બ્રોકરેજ કંપની યુબીએસએ તેના અહેવાલમાં આ અંગે જણાવ્યું હતું.
ખેડૂત સમ્માન નિધિ યોજનાની શરૂઆત ગત વર્ષ ફેબ્રુઆરીમાં થઇ હતી પરંતુ ખેડૂતોને આ યોજનાનો લાભ એક ડિસેમ્બર ૨૦૧૮થી મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં ૬ હપ્તા આવી ગયા છે. આ યોજના લાગુ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં ૧૨૦૦૦ રૂપિયા ટ્રાન્સફર થઇ ચૂક્યા છે. કિસાન સન્માન નિધિ યોજના માટે શત પ્રતિશત ફંડ કેન્દ્ર સરકાર આપે છે. જેના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની રકમ બે-બે હજારના સમાન ઇન્સ્ટોલમેન્ટ સાથે મળે છે.આ યોજનાના પ્રત્યેક લાભાર્થી ખેડૂતોને એક ઇન્સ્ટોલમેન્ટમાં ૨૦૦૦ રૂપિયા આપવામાં આવે છે.
મોદી સરકારનું કહેવું છે કે, કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોની જરૂરિયાતને સંતોષવામાં અને પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવામાં સારી મદદ મળી રહે છે. પીએમ-કિસાન યોજના હેઠળ પૈસાને સીધી રીતે આધારથી લિંક કરીને લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૨ હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને ૬૦૦૦ રૂપિયાની દર વર્ષે મદદ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ માત્ર એ ખેડૂતો જ ઉઠાવી શકે છે. જેમની પાસે ૨ હેક્ટર કે તેથી ઓછી જમીન છે. આ યાદીમા સામેલ લાભાર્થી ખેડૂતોને આવતા પાંચ વર્ષ સુધી ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. નિયમ મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના નામ પર ખેતર હોવું જરૂરી છે.
જો ખેતીલાયક જમીન ખેડૂતના નામે નહી હોય. તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળી શકે. જો આ ખેતર પિતા કે દાદાના નામ પર હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળી શકે. આ સિવાય સૌથી ખાસ મહત્વપ્રૂર્ણ વાત એ છે કે, જો આપના નામે ખેતીયોગ્ય જમીન હોય તો પણ જો આપ સરકારી કર્મચારી અથવા તો રિટાયર્ડ હશો તો પણ આ યોજનાનો લાભ નહીં મળે.
આ સાથે જ જો કોઇ પાસે ખેતીલાયક જમીન હશે અને તેમને દસ હજાર રૂપિયા માસિક પેન્શન મળતું હશે તો આ યોજનાનો લાભ નહીં મળી શકે. આ સિવાય રજિસ્ટર્ટ ડોક્ટર, એન્જિનિયર, વકીલો, ચાર્ટડ અકાઉન્ટન્ટ અને વાસ્તુકારો અને તેમના પરિવારના સભ્યો આ યોજનાનો લાભ નથી લઇ શકતા. આ તમામ લોકો ખેતી સાથે અન્ય બીજુ કામ કરતા હશે તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે.
આ યોજનાનો લાભ લેવા માટે કિસાન ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ખેડૂત સન્માન નિધિ પોર્ટલ પર અપ્લાય કરી શકે છે. કેટલાક વૃદ્ધ ખેડૂતોનું માનવું છે છે કે. આ યોજના દેવું માફ કરવાની યોજનાની સરખામણીમાં ખૂબ જ સારી યોજના છે. આ સહાય રકમનો ઉપયોગ ખેડૂતો બીજ તેમજ ખાતર ખરીદવા માટે કરી શકે છે. આ તેમનો શ્રેષ્ઠ પ્રયાસ છે કે તે માર્ચના પહેલા સપ્તાહ સુધીમાં ઉત્તરપ્રદેશમાં અમલમાં મુકવામાં આવે. કારણ કે, ઉત્તર પ્રદેશથી હાલની લોકસભાના ભાજપ પાસે ૭૩ સાંસદો છે.
યુબીએસ એવો દાવો કરે છે કે સામાન્ય રીતે મતદારો ચૂંટણી પહેલાં ઘોષણાઓ જુએ છે, પરંતુ બજેટમાં લઘુત્તમ આવક જાહેર કરવાનું થોડું અલગ છે. જો કે, ઉત્તર પ્રદેશમાં રેઢીયાર ઢોરઢાંખર ક્ષેત્રોમાં સ્થાયી પાકનો નાશ કરવાની વધતી જતી ઘટનાઓ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં એક મહત્વપૂર્ણ સમસ્યા છે. આ સમસ્યાને લઈને પણ ભાજપના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે.
0 Response to "મોડું કર્યા વગર જલદી આ રીતે ઉઠાવો મોદી સરકારની આ યોજનાનો લાભ, અને મેળવો દર વર્ષે 6000 રૂપિયા"
ટિપ્પણી પોસ્ટ કરો