સોફા પર બેઠા ત્રણ મિત્રો, અને અચાનક ખૂંચવા લાગતા અંદર જોયુ તો થયો જોરદાર ચમત્કાર અને બદલાઇ ગઇ જીંદગી….
પ્રામાણિકતા માત્ર સાચું કહેવું જ નથી. આપણામાંના મોટા ભાગના મુશ્કેલ પરિસ્થિતિઓથી બચવા અને આપણી ભાવનાઓ અથવા ઇરાદાઓને છુપાવવા માટે સમય સમય પર જૂઠ્ઠાણાંનો ઉપયોગ કરે છે. આપણે કહેતા હોય છે કે ઉપરવાળો જયારે આપે છે ત્યારે છપર ફાડકે આપે છે. આજે અમે તમને આવી આવી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છે. આ મામલો અમેરિકાનો છે. જયારે મિત્રો ઘર ભાડે લઈને રહેતા હતા. જ્યાં આ મિત્રોને એક સોફાની જરૂરત ઉભી થાય છે. ત એક જગ્યા પરથી જૂનો સોફો ખરીદે છે.
પરંતુ સોફામાંથી આવી વસ્તુ નીકળતા મિત્રો અચંબામાં મુકાઈ જાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના પાલ્ત્ઝમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં લોકો વિધાર્થીઓ પર અભિનંદન પાઠવી રહ્યા છે. અમેરિકાની સ્ટેટ યુનિવર્સીટીમાં ભણતા ત્રણ વિધાર્થીઓ કોલી ગોસ્ટી, લારા રૂસ્સો, રીસે વેરખોવેએ રહેવા માટે પાલ્ત્ઝમાં ઘર ભાડે લીધું હતું. ત્રણ વિધાર્થીઓ ભાડાના ઘરમાં રહી રહ્યા હતા તે ઘર માટે થોડી જરૂરિયાતની વસ્તુ ખરીદી હતી. આ વિધાર્થીઓએ એક જૂનો સોફો ખરીદો હતો. જેના માટે તેને ૧૩૦૦ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ આ વિધાર્થીઓએ કયારે પણ વિચારયુનાં હતું કે, આ સોફાને કારણે તેની જિંદગીમાં ઘણો બદલાવ આવશે.
આ ત્રણેય મિત્રો સોફા પર બેસીને એક સાથે ટીવી જોઈ રહ્યા હતા. અચાનક કંઈક ખૂંચવા લાગતા ત્રણયે વિધાર્થીઓએ સોફાને ખોલીને જોયું હતું. તેમાંથી એક પેકેટ મળ્યું હતું. જેમાં ૧ હજાર ડોલર મળ્યા હતા. આ બાદ ત્રણેય વિધાર્થીએ આખો સોફો ફંફોળી નાખ્યો હતો. જેમાંથી કુલ મળીને ૪૧ હજાર ડોલર એટલે કે ૨૯ લાખ રૂપિયા મળ્યા હતા.
આ વિધાર્થીઓને પૈસાની સાથે એક ડિપોઝીટ સ્લીપ પણ મળી હતી. આ સ્લીપ જોતા વિધાર્થીઓને શંકા ગઇ હતી કે, આ પૈસા કોઈએ બેંકમાં જમા કરાવવા માટે રાખ્યા હશે. આ બાદ આ વિધાર્થીઓ આ બેન્કની સ્લીપની મદદથી તેના અસલી માલિકને શોધીને તેના ઘરે પહોંચી ગયા હતા.
જયારે આ વિધાર્થીઓ સ્લિપવાળા વ્યક્તિના ઘરે પહોંચ્યા ત્યારે એક વૃદ્ધા જોવા મળ્યા હતા. આ વૃદ્ધાએ જણાવ્યું હતું કે, આ પૈસા તેના પતિના રિટાયરમેન્ટ પર મળ્યા હતા. તેના પતિએ બેંકમાં જમા કરાવવા માટે આ સોફામાં છુપાવ્યા હતા. પરંતુ તેના બાળકોએ આ સોફાને પૂછ્યા વગર વેચી દીધા હતા.
જયારે વૃદ્ધાને પૈસા પાછા મળ્યા ત્યારે તે ઘણી ખુશ થઇ ગઈ હતી. વૃદ્ધાએ ઈમાનદારી માટે આ વિધાર્થીઓને ૧ હજાર ડોલરનું ઇનામ આપ્યું હતું. વિધાર્થીઓને આ ઈમાનદારી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લોકો પણ તેની વડું તારીફ કરી રહ્યા છે. જો તમે પ્રામાણિક અને ખુલ્લા છો તો તમે તમારા વિશે વધુ સારું અનુભવો છો. અન્ય લોકો તમારા પર વિશ્વાસ કરી શકશે અને વિશ્વાસ એ બધા સંબંધોનો આધાર છે. ઈમાનદારી તમને મુશ્કેલીથી બચાવી શકે છે.
0 Response to "સોફા પર બેઠા ત્રણ મિત્રો, અને અચાનક ખૂંચવા લાગતા અંદર જોયુ તો થયો જોરદાર ચમત્કાર અને બદલાઇ ગઇ જીંદગી…."
ટિપ્પણી પોસ્ટ કરો