આ 6 બોલીવુડ સ્ટાર એ ફિલ્મી દુનિયા મા એક્ટિંગ કરવાનુ બંધ કરી ને કરે છે પોતાનો બિઝ્નેસ, વિદેશો માં પણ છે તેનો દબ દબો…

Spread the love

કોઈ પણ પ્રોફેશન માં પ્રવેશ કરવો સરળ છે, જ્યારે તેમાં રહેવું ખૂબ મુશ્કેલ છે. તેની જેમ ફિલ્મી દુનિયા પણ છે. હા, પોતે બોલીવુડ સ્ટાર્સે પણ ઘણા મોટા મંચમાંથી આ કહ્યું છે કે, બોલીવુડમાં આવવું સહેલું છે, પણ રહેવું ખૂબ મુશ્કેલ છે.

આ જ કારણ છે કે તમે ઘણી વખત ફિલ્મોમાં નવા ચહેરાઓ દેખતા હશો, અને પછી તે 1-2 ફિલ્મો પછી અદૃશ્ય થઈ જાય છે. ત્યાં કેટલાક બોલીવુડ સ્ટાર્સ એવા રહ્યા, જેમના માતાપિતાએ ફિલ્મ જગત પર ખૂબ રાજ કર્યું. પરંતુ તે પોતાનો કમાલ ના દેખાડી શક્યા.

આજે આપણે એવા 6 સ્ટાર્સ વિશે વાત કરીશું જેમણે બોલીવુડમાં કામ કર્યું હતું, પરંતુ લાંબા સમય સુધી રહી શક્યા નહીં. આ એવા સ્ટાર્સ છે જેમણે થોડીક ફિલ્મો પછી પોતાની કારકિર્દી બદલી નાખી. અને તેમની કારકિર્દી બદલાતા જ તે બહુ આગળ વધ્યા. તો ચાલો જાણીએ કે તે લોકો કોણ છે, જેઓ બોલીવુડમાં પોતાનો જલવા ના દેખાડી શક્યા હોય, પરંતુ જે કેરિયર થી જોડાયેલ તેમાં તેમને ઘણી સફળતા મળી.

1.ટ્વિંકલ ખન્ના

બોલીવુડ ના સુપરસ્ટાર અને કરોડો દિલો માં રાજ કરવા વાળા અભિનેતા અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના એ 1995 માં પોતાના ફિલ્મની કેરિયર ની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ બરસાત હતી. આ પછી તેમને બાદશાહ, યે હૈ મુંબઈ મેરી જાન જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ 2001 માં તેમને ફિલ્મ જગતને અલવિદા કહી દીધું. બોલીવુડ છોડીને, ટ્વિંકલે તેની કારકીર્દિની શરૂઆત ઇન્ટિરીયર ડિઝાઇનિંગ, રાઈટર, કોલમિસ્ટ ના રૂપ માં પોતાના કેરિયર ની શરૂઆત કરી અને તેમાં તે સફળ પણ રહી. તેનાથી આગળ કદમ વધારતા તે હવે એક સફળ ફિલ્મ નિર્માતા પણ બની ચુકી છે.

2. સોહા અલી ખાન

બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને ફિલ્મી દુનિયા માં 2004 માં પદાર્પણ કર્યું. તેમની પહેલી ફિલ્મ દિલ માંગે મોર છે. આ સિવાય તે સોહા, ખોયા ચાંદ, રંગ દે બસંતી અને 99 જેવી ફિલ્મોમાં નજર આવી. તેમના અભિનય લોકો પણ દિવાના હતા. પરંતુ અચાનક તેમને અભિનેતા કૃણાલ ખેમુ સાથે લગ્ન કરીને ફિલ્મી કેરિયર છોડી દીધું. તેના પછી તેમણે એક રાઈટર ના રૂપ માં સ્થાપિત કરી લીધી. તેમનું એક પુસ્તક “ધ પેરીલ્સ ઓફ બીઈંગ મોડરેટલી ફેમસ” પણ પ્રકાશિત થયું છે.

3. ડીનો મોરિયા

ડીનો મોરિયા એક મોડેલ હતા. મોડેલિંગ થી ફિલ્મ જગતમાં આવેલ ડીનો મોરિયાની પહેલી ફિલ્મ પ્યાર મેં કભી કભી હતા. પરંતુ ડીનો મોરિયાની ઓળખાણ હોરર ફિલ્મ રાજ થી બની. પરંતુ આ ફિલ્મ પછી તે ફિલ્મી દુનિયામાં ટકી ના શક્યા. અને તેનાથી અલગ હટકર તેમને મુંબઈ એક રેસ્ટોરન્ટ ખોલી લીધું. જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટની ઘણી શાખાઓ પણ છે.

4. પ્રીતિ ઝીંટા

પ્રીતિ ઝિન્ટાને બોલીવુડમાં અલ્ટિમેટ નેક્સ્ટ ડોર ગર્લ કહેવામાં આવે છે. પ્રીતીએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેમની પહેલી ફિલ્મ દિલ હતી. ત્યારબાદ પ્રીતિએ વીર ઝારા, દિલ ચાહતા હૈ, કલ હો ના હો, કોઈ મિલ ગયા જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ પછી, પ્રીતિએ ફિલ્મની દુનિયા છોડી અને ક્રિકેટમાં તેનો હાથ અજમાવવાનું શરૂ કર્યું. અને તે તેમાં તે સફળ રહી. તમને જણાવી દઇએ કે પ્રીતિ બે ફ્રેન્ચાઇઝ ટીમોની માલિક છે. એક કિંગ્સ ઇલેવન પંજાબ અને બીજો દક્ષિણ આફ્રિકા ની ટી 20 ગ્લોબલ લીગ ક્રિકેટ ટીમ સ્ટેલનબોશ કિંગ્સ ની સહ-માલિક છે.

5. કુમાર ગૌરવ

સન 1981 માં ફિલ્મ લવ સ્ટોરીથી શાનદાર પ્રવેશ કરનાર કુમાર ગૌરવ થોડીક ફિલ્મ્સ પછી બોલીવુડમાંથી ગાયબ થઈ ગયા. તેમને કાંટે, લવ સ્ટોરી, નામ, તેરી કસમ માં પણ અભિનય કર્યો હતો. જણાવી દઈએ કે કુમાર ગૌરવ એક્ટર રાજેન્દ્રના પુત્ર હતા. તેમને ફિલ્મો છોડીને માલદીવમાં એક ટ્રાવેલ બીઝનેસ ખોલ્યો. અને તેમને પોતાને એક બીઝનેસમેન ના રૂપ માં સ્થાપિત કરી લીધા છે.
6. મયુરી કાંગો

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મયુરી કોંગો બોલીવુડની ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે. તેમને નસીબ, હોગી પ્યાર કી જીત, પાપા કહતે હે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ પછી તેમના લગ્ન થયા અને લગ્ન પછી તેઓ યુએસએ માં જઈને વસી ગયા. ત્યારબાદ તેમને ફાઇનાન્સ અને માર્કેટિંગમાં એમબીએ કર્યું. અને તાજેતરમાં તે ગુરુગ્રામની ગુગલ ઓફીસ માં કામ કરી રહી છે.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ  LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે  LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

0 Response to "આ 6 બોલીવુડ સ્ટાર એ ફિલ્મી દુનિયા મા એક્ટિંગ કરવાનુ બંધ કરી ને કરે છે પોતાનો બિઝ્નેસ, વિદેશો માં પણ છે તેનો દબ દબો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel