આ ગામ સાથે પંડિત જસરાજનો રહ્યો હતો વર્ષો જૂનો અનેરો નાતો, જે છે અમદાવાદની એકદમ નજીક

દિગ્ગજ ક્લાસિકલ સંગિતકાર પંડિત જસરાજનો ગુજરાતના આ ગામ સાથે છે ઘણો જૂનો સંબંધ

ગઈ કાલે ભારતના દિગ્ગજ સંગિતકાર પંડિત જસરાજજીનું અમેરિકા ખાતે અવસાન થયું છે. તેઓ મેવાતી ઘરાનાના સંગીતકાર હતા. અમેરિકા ખાતે થયેલા તેમના અવસાનના સમાચાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના ટ્વીટર અકાઉન્ટના માધ્યમ દ્વારા આપ્યા હતા. તે સાથે તેમણે મહાન કલાકારના મૃત્યુ પર શોક પણ વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારજનોને સાંત્વના પણ આપી હતી. પંડિત જસરાજજી કેટલા મોટા ગજાના કલાકાર છે તે તો બધા જ જાણતા હશે પણ ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે અમદાવાદ નજીક આવેલા આ ગામ સાથે તેમનો વર્ષો જૂનો નાતો છે. અને એક ગુજરાતી તરીકે આપણા માટે તે ગર્વની વાત છે કે ગુજરાત સાથે આવા મોટાગજાના કલાકારનો નાતો છે.

image source

પંડિત જસરાજજીના કુટુંબીજનો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તેમનું અવસારન સ્થાનિક સમય 5.15 થયું હતું. જો કે તેમની અંતિમ વિધિ ક્યાં થશે તે વિષે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી કે કોઈ માહિતી પણ મળવા પામી નથી. જો કે એવી વાત સાંભળવા મળી છે પ્રધાનમંત્રી કાર્યાલય અને કેન્દ્ર સરકાર પંડિત જસરાજના મૃતદેહને ભારત લાવવા માગે છે.

દેશની દિગ્ગજ વ્યક્તિઓએ શોક વ્યક્ત કર્યો

દેશના રાષ્ટ્રપતિએ પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી પંડિત જસરાજજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું, ‘સંગીત વિભૂતી તેમજ અદ્વિતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજજીના નિધનથી દુઃખ થયું. પદ્મ વિભૂષણથી સમ્માનિત પંડિતજીએ આઠ દાયકાની પોતાની સંગીત યાત્રામાં લોકોને ભાવપૂર્ણ પ્રસ્તૂતિઓથી આનંદ વિભોર કર્યા છે. તેમના પરિવાર, મિત્રગણ તેમજ સંગીત-પારખી લોકો પ્રત્યે મારી શોક સંવેદનાઓ !’

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી, અખિલેશ યાદવ તેમજ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજજી સાથેની બે તસ્વીરો ટ્વીટ કરીને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

જાણો કોણ હતા પંડિત જસરાજજી

ભારતીય શાસ્ત્રીય સંગીત જગતમાં પંડિત જસરાજજીનું એક મોટું યોગદાન રહ્યું છે. પંડીત જસરાજજીની સ્ટેજ પર એક અલગ જ આભા રહેતી હતી. તેમનો જન્મ 28મી જાન્યુઆરી 1930માં હરિયાણા રાજ્યના પીલ્લી મંદોરી ગામ ખાતે થયો હતો. તેમના માતાનું નામ માતા ક્રિષ્ના પંડિત અને પિતા મોતીરામજી પંડિત હતું.

મેવાતી ઘરાનાના સાધક હતા પંડિત જસરાજજી

image source

તમને જણાવી દઈ કે 30મી નવેમ્બર 1934ના દિવસે પંડિત જસરાજજીના પિતા હૈદરાબાદ નિઝામ સ્ટેટના સંગીતકાર બનવાના હતા. તે માટેનો કાર્યક્રમ તે દિવસે ચાર વાગે શરૂ થવાનો હતો પણ અચાનક 11 વાગ્યે પંડિત મોતીરામજીનું અવસાન થઈ ગયું અને તેમનું સંગીતકાર બનવાનું સ્વપ્ન અધુરું જ રહી ગયું. પિતાના અવસાન બાદ પંડિત જસરાજજીએ પોતાના મોટા ભાઈ પંડિત મણિરાજમજી પાસેથી પોતાની સંગીતની તાલિમ લીધી અને ત્યારથી તેઓ પોતાના મોટાભાઈને જ પોતાના સંગીતગુરુ માને છે. ચાર પેઢીથી પંડિત જસરાજજીનો પરિવાર મેવાતી ઘરાનાની સાધના કરતું આવ્યું છે.
અમદાવાદને અડીને આવેલા સાણંદ સાથે છે પંડિત જસરાજજીનો અનોખો નાતો

image source

તેમને સાણંદના બાપુ સાહેબને 14 વર્ષની ઉંમરે મળવાનો અવસર મળ્યો હતો. એક સમયે પંડિત જસરાજજીએ જણાવ્યુ હતું કે તેમના પર ત્યાં આવતાં સ્વામી વલ્લભદાસજીનો ખૂબ પ્રભાવ રહ્યો છે. માતાજીના ઉપાસક એવા સાણંદના દરબાર શ્રી જૈવંતસિંહજી વાઘેલા સાથે નજીકનો સંબંધ ધરાવતા હતા પંડિતજી, તેઓ તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે.

સાણંદના બાપુસાહેબ રચવામાં આવેલી માતા કાલિકા રચના ખૂબ જાણીતી છે

image source

પંડિત જસરાજે પોતાના સુંદર કંઠે જય હિન્દ, તિરંગા જેવી રચનાઓ ગાઈ છે અને તેમના ગાયનથી ભલભલાના મનમાં રાષ્ટ્રીય ભાવના જાગી જાય છે. આ સિવાય તેમણે નમો ભગવતે વાસુદેવાય, કસ્તુરી તિલકમ, હર હર હર ભૂતનાથ પશુપતિ, મેરા અલ્લાહ મહેરબાન, તેમજ સાણંદના બાપુસાહેબ દ્વારા રચવામાં આવેલી માતા કાલિકા જેવી ભક્તિભાવથી નીતરતી રચનાઓ પણ સુદંર રીતે ગાઈ છે.

વી. શાંતારામના દીકરી સાથે 1962માં થયા હતા લગ્ન

image source

પંડિત જસરાજજી 1955માં હિન્દી ફિલ્મ જનક જનક પાયલ બાજેના ગીત રેકોર્ડીંગમાં ગયા હતા અને તે તે સમયે તેમની મુલાકાત બોલીવૂડના તે વખતના દીગ્ગજ સંગિતકાર વી.શાંતારામના દીકરી મધુરાજી સાથે થઈ હતી અને છેવટે 1962માં તેમની આ મુલાકાત લગ્નમાં પરિણમી. લગ્ન બાદ તેમને બે સંતાન થયા એક દીકરી દુર્ગા જસરાજ અને પુત્ર સારંગદેવ જસરાજ. આ બન્ને સંતાનો આજે મનોરંજન જગત સાથે જોડાયેલા છે. દુર્ગા જસરાજને તો તમે લાંબા સમય સુધી ઝી ટીવી પર આવતી અંતાક્ષરીનું સંચાલન કરતા પણ જોયા હશે.

હંમેશા પ્રસન્નચિત રહેતા હતા પંડિત જસરાજ

image source

ભારતીય શાસ્ત્રીય સંગીતના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખૂબ છે. પંડિત જસરાજના સુમધુર કંઠે ગવાયેલી રચનાઓ તેમજ ભક્તિ પદો લોકોને ખૂબ પસંદ છે. તેમના નજીકના લોકો જણાવે છે કે તેઓ હંમેશા પ્રસન્નચિત રહેતા હતા. ડોક્ટર પ્રણવ ઠાકરને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ તેમણે પણ પંડિત જસરાજ સાથે મુલાકાત કરી હતી. તે વખતે પંડિત જસરાજજી તીરુપતી બાલાજીના દર્શન કરીને આવ્યા હતા. ત્યારે તેમણે ડો. શરદને બાલાજીનો પ્રસાદ આપ્યો હતો. ત્યારે તેઓ પ્રવાસમાં થાક્યા હતા છતાં તેમનો થાક તેમણે પોતાના વર્તનમાં નહોતો દેખાવા દીધો.
એક ગ્રહનું નામ પણ પંડિત જસરાજજીના નામ પર પાડવામાં આવ્યું છે.

image source

પંડિત જસરાજજીએ પોતાની અદ્ભુત કળાના જોરે પોતાની જાતને જગવિખ્યાત બનાવી છે. તેમની કળાની સમૃદ્ધતા, તેમનો સ્વાભાવિક સહજ સ્વભાવ તેમને ક્યાંય પાછા નહોતા પડવા દેતા. તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ, સંગીત માર્તંડ, દીનાનાથ મંગેશકર અવોર્ડ, સંગીત કલારત્ન અને આ સિવાય પણ અગણિત પુરસ્કારો તેમને અત્યાર સુધીમાં મળી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે કેનેડાની યુનિવર્સિટિ ઓફ ટોરેન્ટો, અમેરિકાની ન્યુયોર્ક યુનિ, હાવર્ડ યુનિએ પણ પોતાના ઓડિટોરિયમ સાથે પંડિત જસરાજજીનું નામ જોડીને તેમને અનોખુ સમ્માન આપ્યું છે. માત્ર એટલું જ નહીં પણ નાસાના વિજ્ઞાન સમુદાય તરફથી ભારતીય શાસ્ત્રીય સંગીતના આ દિગ્ગજ કલાકાર પંડિત જસરાજજીનું નામ એક ગ્રહને પણ આપવામાં આવ્યું છે. આ ગ્રહ નાસા એન્ડ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને 2006માં શોધ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ ગામ સાથે પંડિત જસરાજનો રહ્યો હતો વર્ષો જૂનો અનેરો નાતો, જે છે અમદાવાદની એકદમ નજીક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel