કોરોનાના આ કપરામાં સમયમાં શાહરુખે કરી મહત્વની ટ્વિટ, જાણો તમે પણ શું છે ખાસ

અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) એ ઈદના અવસર પર પોતાના ફેસને ખાસ અંદાજમાં શુભકામનાઓ આપી છે.

ઈદ (Eid- Ul- Adha) ના તહેવાર દેશમાં ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. ઈદ- ઉલ- અજહા બકરીદ (Bakrid) પર કુરબાની આપવામાં આવે છે. આ અવસર પર બધા સેલેબ્સ પોતાના ફેંસને બકરીદની મુબારકબાદ આપી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના આ ખાસ તહેવાર રમજાન મહિનાના ખતમ થઈ ગયાના ૭૦ દિવસ પછી મનાવવામાં આવે છે.

image source

હવે આ અવસર પર હાલમાં જ બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) એ પણ પોતાના ફેંસને મુબારકબાદ આપી છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan Twitter) એ અબરામ (Abram) ની ઈબાદત કરી રહેલ એક ફોટોને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે જે હાલમાં ખુબ જ વાયરલ પણ થઈ રહી છે.

આ ફોટોને શેર કરતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) એ કેપ્શનમાં લખ્યું છે કે, ‘બધાને ઈદની મુબારકબાદ, આ દિવસ અને દરેક દિવસ આપને ચાહવા વાળાની જીંદગીમાં શાંતિ, ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે. દરેક વ્યક્તિ પોતાને ગળે મળે.’ અભિનેતા શાહરૂખ ખાનનું આ ટ્વીટ હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને શાહરૂખ ખાનના ફેંસ તેમના ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ (Covid 19) સંક્રમણના કેસ દેશમાં સતત વધતા જ જઈ રહ્યા છે.

આવામાં ઈદના તહેવાર પર અભિનેતા શાહરૂખ ખાનએ પોતાના ફેંસને એક ટ્વીટ દ્વારા એકબીજાની વચ્ચે સામાજિક અંતર જાળવી રાખવાની સલાહ આપી છે.

image source

અભિનેતા શાહરૂખ ખાનના (Shah Rukh Khan)ના વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહરુખ ખાન છેલ્લી વાર ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનની સાથે આ ફિલ્મ ‘ઝીરો’માં અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેત્રી અનુષ્કા શર્મા દ્વારા મુખ્ય ભૂમિકાના પાત્ર નિભાવવામાં આવ્યા હતા. જો કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી હતી નહી. જો કે, હવે આ આશા જતાવવામાં આવી રહી છે કે, કિગ ખાન એટલે કે શાહરૂખ ખાન જલ્દી જ બોલીવુડની કોઈ ફિલ્મમાં જોવા મળી શકે છે.

image source

આ વર્ષે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીને ધ્યાનમાં રાખતા શાહરૂખ ખાનએ પોતાના ફેંસને ઈદની મુબારકબાદ આપવાની સાથે જ કોરોના વાયરસ સંક્રમણ ના ફેલાય તેના માટે દરેક મુસ્લિમ ભાઈબંધુઓને એકબીજાના ગળે મળવાને બદલે પોતે જ પોતાને ગળે મળવાનું સૂચન કર્યું છે.

image source

આ સાથે જ પોતાના ફેંસ સાથે શાહરૂખ ખાન સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોનાના આ કપરામાં સમયમાં શાહરુખે કરી મહત્વની ટ્વિટ, જાણો તમે પણ શું છે ખાસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel