કોવિડ-૧૯: હવે ઓક્સફર્ડ પાર્ટનરે આપ્યા સારા સમાચાર, ભારતમાં જલ્દી જ વૈક્સીન બનાવવાની કરશે શરૂઆત

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની રસી અંગે સંશોધન ચાલી રહ્યું છે અને પ્રત્યેક દેશ કોરોનાની વેક્સીન બનાવવાના પ્રયાસ કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે આ જીવલેણ રોગચાળાના ચેપને રોકતો અટકાવવા માટે વેક્સીન બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. વિશ્વમાં અત્યાર સુધી 1.4 કરોડ લોકો આ વાયરસથી ચેપગ્રસ્ત બન્યા છે. જ્યારે છ લાખથી વધુ લોકોના જીવ ગયા છે.

image source

કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (SII) એ તાજેત્તરમાં જ BCG વેક્સીનનું વિકસીત રૂપ તૈયાર કર્યુ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એઝેડડી 1222 વેક્સીનનું પરીક્ષણ કર્યું છે, જેણે રોગપ્રતિકારક શક્તિમાં સુધારાના સંકેતો આપ્યા છે. ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે. એટલું જ નહીં, ભારતની સીરમ સંસ્થા પણ આ રસીનું ભારતમાં પરીક્ષણ કરવા માંગે છે. કંપનીએ કહ્યું કે લાઇસન્સ મળતાંની સાથે જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવશે.

image source

વિશ્વની સૌથી મોટી વેક્સીન મેન્યૂફેક્ચરિંગ કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ અદર પૂનાવાલા એ કહ્યું કે AZD1222 ના પહેલા ચરણના ટ્રાયલમાં જ સારા પરિણામ સામે આવ્યા છે. અમે તેનાથી ખૂબ ઉત્સાહિત છીએ. આશા છે કે પરિણામ પોઝિટિવ હશે.

ધ લાન્સેટ મેડિકલ જર્નલના એક અહેવાલ મુજબ, ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ 1,077 લોકો પર વેક્સીન ટ્રાયલ કરી હતી. આ લોકો પરના પ્રયોગોથી બહાર આવ્યું છે કે રસીના ઇન્જેક્શનથી આ લોકોના શરીરમાં એન્ટિબોડીઝ પેદા થયા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ સફળતા ઘણી આશાઓ ઉભી કરે છે. જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પ્રાયોગિક કોવિડ -19 રસી 18 થી 55 વર્ષની વયના લોકોમાં ડબલ ઈમ્યુન સિસ્ટમ પેદા કરી છે.

image source

નોંધનીય છે કે, ઓક્સફર્ડની વેક્સીનનું બ્રિટનમાં સૌથી પહેલા મનુષ્યો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ પહેલા અમેરિકાની કંપની મોડર્ના ની કોરોના વેક્સીન નું પહેલું ટ્રાયલ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું.

image source

આ ઓક્સફર્ડ યુનિવર્સિટી વેક્સીનનું હ્યુમન ટ્રાયલ 15 લોકો પર કરવામાં આવ્યું હતું. હવે તેની તપાસ લગભગ 200-300 લોકો પર કરવામાં આવશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે એન્ટિબોડીઝ અને શ્વેત રક્તકણો (ટી-સેલ્સ) ટ્રાયલ સાથે સંકળાયેલા લોકોમાં વિકસિત થયા છે. ઓક્સફર્ડના સફળ પ્રોજેક્ટ પર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા રસીના 100 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. જો ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી સંપૂર્ણપણે સફળ થાય, તો કોરોના વાયરસ સામેની લડતમાં ભારતને મોટો ફાયદો થશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "કોવિડ-૧૯: હવે ઓક્સફર્ડ પાર્ટનરે આપ્યા સારા સમાચાર, ભારતમાં જલ્દી જ વૈક્સીન બનાવવાની કરશે શરૂઆત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel