રિયા ચક્રવર્તી સિવાય આ વ્યક્તિ કરતો હતો સુશાંતના પૈસે જલસા, જાણતો હતો એટીમ પીન

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજે રોજ નવા નવા ખુલાસાથી કેસ ઉકેલવાની જગ્યાએ વધારે ગૂંચવાઈ રહ્યો છે. 2 મહિનાથી વધારે સમય પસાર થઇ ચુક્યો છે, પણ હજી સુધી આ ગુત્થી ઉકેલી શકાઈ નથી. ઉલટાનું સુશાંત સુસાઈડ કેસમાં કેટલાયે વળાંક આવી ગયા છે. પહેલા સુશાંતના મોત માટે જવાબદાર બોલીવુડમાં ફેલાયેલ નેપોટીજમને જણાવવામાં આવ્યું,એ પછી સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો અને આખો કેસ રિયા પર કેન્દ્રિત થઇ ગયો. હવે રિયા અને સુશાંત સાથે જોડાયેલ વ નવા ખુલાસા રોજ રોજ થઇ રહ્યા છે. એમાં એક નવો ખુલાસો થયો છે. તો ચાલો જાણીએ,શું છે આખી વાત.

હકીકતમાં સુશાંતના પરિવારે રિયા સહીત કેટલાક અન્ય લોકો પર પણ કેસ દાખલ કરાવ્યો હતો. એમાંથી જ એક સૈમુઅલ મિરાંડાનું નામ પણ હતું. એના વિષે એવો ખુલાસો થયો છે કે એ રિયાનો એકદમ ખાસ છે અને એ રિયાના ઈશારાઓ પર સતત કામ કરતો હતો. મળેલી માહિતી મુજબ રિયાના કહેવા પર સૈમુઅલ મિરાંડાએ સુશાંતના બેંક ખાતામાંથી પૈસા નીકાળ્યા હતા.

સૈમુઅલ મિરાંડાએ સુશાંતના એકાઉન્ટથી કાઢ્યા લાખો રૂપિયા

એવું જણાવાઈ રહ્યું છે કે ૧૪ નવેમ્બર ૨૦૧૯ ના સૈમુઅલે રિયાના કહેવા પર સુશાંતના બેંક અકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા કાઢ્યા હતા. આ આખી રકમ ૨૦ -૨૦ હજાર રૂપિયા કરીને કાઢવામાં આવ્યા. સૂત્ર જણાવે છે કે આ વાતોની માહિતી રિયા ચક્રવર્તીને હતી, સુશાંતથી છુપાઈને રિયા અને સૈમુઅલ એના ખાતામાંથી સતત પૈસા કાઢતા રહ્યા. રિયાએ સુશાંતના ડેબીટ અને ક્રેડિટ કાર્ડના નંબર સૈમુઅલ સાથે શેર કર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં હજી બીજા ખુલાસા થઇ શકે છે.

જણાવી દઈએ કે તપાસ ટીમ એ વાતની માહિતી જાણવામાં લાગી છે કે સુશાંતના બેંક અકાઉન્ટની માહિતી બીજા કોને કોને ખબર હતી? તપાસ ટીમ એવો કયાસ લગાવી રહી છે કે સુશાંતના એકાઉન્ટમાંથી નાની નાની રકમ ઉપાડવામાં આવી, જેનાથી કોઈને શંકા ના જાય. બીજી એક વાત કે સુશાંતના પિતા કેકે સિંહે જે એફઆઈઆર દાખલ કરાઈ હતી, એમાં એમણે રિયા પર મની લોન્ડરિંગ સિવાય એ પણ આરોપ લગાવ્યો હતો કે સુશાંતના ખાતામાંથી છેલ્લા એક વર્ષમાં ધીમે ધીમે કરીને મોટી રકમ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી.

શ્રુતિ મોદી પાસે છુપાયેલ છે ઘણા રાજ


એવું જણાવાઈ રહ્યું છે કે સુશાંતની પીએ રહી ચુકેલી શ્રુતિ મોદી પાસે પણ ઘણા રાજ છે, જે હજી ખુલવાના બાકી છે. અને તપાસ ટીમએ શ્રુતિ પાસેથી રાજ ઉગલાવા માટે સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે. સૂત્ર જણાવી રહ્યા છે કે શ્રુતિ પણ રિયાની ઘણી નિકટ હતી અને એ પણ રિયા સાથે સમગ્ર સાંઠગાંઠમાં શામેલ હતી. એ સિવાય, રિયા, સુશાંતના રૂમ મેટ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાનીને પણ સારી રીતે ઓળખતી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે તપાસ ટીમ શ્રુતિ મોદી સહીત સિદ્ધાર્થ પીઠાની જોડે પણ લાંબી પુછતાછ કરી શકે છે.

સુશાંતની મોતને થઇ ગયા છે બે મહિના..


યાદ કરાવી દઈએ કે સુશાંતે ૧૪ જુને મુંબઈના બંદર સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી અગવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ કેસમાં ઘણા રસપ્રદ વળાંક આવ્યા છે. શરૂઆતની તપાસમાં આત્મહત્યાની પુષ્ટિ થઇ હતી, જયારે પછીથી આ કેસમાં ઘણા નવા નવા વળાંક આવ્યા. સુશાંતના પરિવારે પણ પટનાના રાજીવનગર થાણેમાં કેસ દાખલ કર્યો. જણાવી દઈએ કે આ એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી , એમના ભાઈ શોવિક ચક્રવર્તી સહીત ઘણાના નામ નોંધાયા હતા. સાથે જ સુશાંતના પિતા કેકે સિંહે રિયા પર ઘણા સનસનીખેજ આરોપ પણ લગાવ્યા. આ આખા કેસની તપાસ માટે પટના પોલીસ મુબઈ પણ પહોંચી હતી, જોકે,હવે સુશાંત સુસાઈડ કેસ સીબીઆઈ ઉકેલી રહી છે.

0 Response to "રિયા ચક્રવર્તી સિવાય આ વ્યક્તિ કરતો હતો સુશાંતના પૈસે જલસા, જાણતો હતો એટીમ પીન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel