આ ઘરેલું ઉપાય અજમાવવાથી હંમેશા માટે ચેહરા પરના અણગમતા વાળ થઇ જશે દુર

મહિલાઓ અને છોકરીઓને વારંવાર ચહેરા, ઉપલા હોઠ પર અણગમતા વાળની ​​સમસ્યા જોવા મળે છે, જેના માટે તે વેક્સિંગ અથવા થ્રેડીંગ કરાવે છે. ચહેરાના વાળને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. પરંતુ વાળ આવી જાય છે. વારંવાર કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ચહેરા પર કેટલીક વખત ખરાબ અસર પડે છે. ઘણાં એવા સહેલા ઉપાય છે, જેને અપનાવીને તમે ચહેરાના વાળને દૂર કરી શકો છો અને સુંદરતા ફરી મેળવી શકો છો.

image source

શા માટે થાય છે અણગમતા વાળની સમસ્યા?

ખરેખર, સ્ત્રીઓમાં અણગમતા વાળની ​​સમસ્યા એસ્ટ્રોજન હોર્મોન્સમાં વધારો થવાનું કારણ છે જે પુરુષોમાં જોવા મળે છે. આ હોર્મોન તણાવ, પીસીઓડી, પીસીઓએસ અને હાઈ ટેસ્ટોસ્ટેરોનના કારણે વધી શકે છે.

image source

કાચું પપૈયું

કાચા પપૈયાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો જરૂરી છે તે તમને ખબર નહી હોય. પરંતુ અંહી અમે તમને કાચા પપૈયાનો ઉપયોગ બતાવવા જઇ રહ્યા છીએ. પપૈયામાં પૅપૈન નામનો એન્ઝાઇમ રહેલો છે. આ એન્ઝાઇમ વાળને મૂળમાંથી કમજોર કરવામાં કાર્યરત છે. તો સૌ પ્રથમ 1 કે 2 ચમચી કાચા પપૈયાની પેસ્ટ અને અડધી ચમચી હળદર પાઉડર લો. કાચા પપૈયાની પેસ્ટને હળદરના પાઉડરમાં બરાબર મિક્સ કરી લો અને તમારા ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં આશરે 15 મિનિટ સુધી આ પેસ્ટ લગાવીને મસાજ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આમ કરવાથી તમારા ચહેરા પર વાળા દૂર થઇ જશે.

image source

ખાંડ અને લીંબુ

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા માટે ખાંડ અને લીંબુનું મિશ્રણ લગાવો. આ મિશ્રણ બનાવાવ માટે એક બાઉલમાં પાણી લઇને તેમા એક ચમચી ખાંડ મિક્સ કરી લો. હવને તેને હલાવો તે પછી તેમા બે મોટી ચમચી લીંબુનો રસ મિકસ કરી લો. તેને રૂની મદદથી ચહેરા પર લગાવો. આ મિશ્રણ સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરો બરાબર ધોઇ લો.

image source

પાકેલું પપૈયું

પાકેલા પપૈયામાં અનેક પ્રકારના એન્જાઈમ હોય છે જે શરીરમાં રહેલા વધારાના વાળ ને દૂર કરે છે. આ માટે એક પાકેલા પપૈયાને પીસી લો ત્યારબાદ તેમાં 2 ચમચી હળદર ઉમેરી. આ મિશ્રણને બરાબર હલાવી લો. ત્યારબાદ આ મિશ્રણ જે જગ્યાએ વધારાના વાળ છે તે જગ્યાએ લગાવી દો. મિશ્રણના બે મિનિટ બાદ તેને ધીમે ધીમે મસાજ કરો અને ત્યાર બાદ તમારો ચહેરો ધોઈ લો. આ ઉપાય તમારા ચહેરા પરથી વધારાના વાળ દૂર કરવા માટે સૌથી કારગર ઉપાય છે જેના દ્વારા તમારા ચહેરાના વધારાના વાળ દૂર થશે જ સાથે સાથે તમારા ચહેરાની સુંદરતા પણ વધુ નીકળશે.

લેખન સંકલન: ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "આ ઘરેલું ઉપાય અજમાવવાથી હંમેશા માટે ચેહરા પરના અણગમતા વાળ થઇ જશે દુર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel