કેરળ દુર્ઘટના: બાળકના જન્મ પહેલા જ કો-પાયલોટ અખિલેશના આવ્યા મોતના સમાચાર
કેરળમાં ઘટેલી કોઝીકોટ એરપોર્ટની ઘટના પછી અવનવા સમાચાર આવી રહ્યા છે ત્યારે હવે પ્લેનના કો પાયલટ અખિલેશ કુમારને લઈને ખુશીના સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાના વિમાનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા કો પાયલટ અખિલેશ કુમાર ભારદ્વાજના ઘરમાં જામેલો ખુશીનો માહોલ અચાનક જ શોકમાં પરિણમ્યો છે.
વર્તમાન સમયે સામે આવતી ખબર પ્રમાણે અખિલેશની પત્ની મેઘા ગર્ભવતી છે. લગભગ દસ દિવસ પછી અખિલેશ પિતા બનવાનો હતો ત્યારે પરિવાર આખોય ઉત્સવમાં લાગેલો હતો. પણ અખીલેશના મોતના સમાચાર આવતા જ આખાય પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પરિવાર હજુ પણ માની નથી શકતો કે અખિલેશ હવે આ દુનિયામાં નથી.
પરિવારમાં આઘાત અને દુઃખનું મોજું ફરી વળ્યું
ઉલ્લેખનીય છે કે કેરળના કાઝીકોટ એરપોર્ટ પર થયેલા અકસ્માતને લઈને અવનવા સમાચાર વચ્ચે વિમાનના કો પાયલટના મૃત્યુના સમાચાર આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ગોવિંદ નગર વિસ્તારમાં રહેતા પોતરા કુંડ નિવાસી 32 વર્ષીય અખિલેશ કુમાર ભારદ્વાજ એટલે કે દીપક તુલસીરામ એર ઈન્ડિયામાં કો- પાયલટ તરીકે જોડાયેલા હતા. જો કે શુક્રવારના દિવસે ઘટેલી કેરલ કોઝિકોડ સ્થિત કરીપુર એરપોર્ટ પરની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એમનું દુ:ખદ અવસાન થયું હતું. આ સમાચાર સાંભળીને એમના પરિવારમાં આઘાત અને દુઃખનું મોજું ફરી વળ્યું હતું.
પરિવારે મેઘાને પતિના મોતના સમાચાર આપ્યા નથી
આપને જણાવી દઈએ કે ૩૨ વર્ષીય અખિલેશ કુમાર એ એમના ઘરમાં સૌથી મોટા હતા. એમનાથી નાના અન્ય બે ભાઈ કરતા એ મોટા હતા. એમની પત્નીનું નામ મેઘા છે, જે મા બનવાની છે. લગભગ દસ દિવસમાં જેમના ઘરમાં નવા મહેમાનની કિલકારીઓ ગુંજવાની હતી ત્યાં હવે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારમાં ચાલતો ઉત્સવનો માહોલ આ સમાચાર સાંભળ્યા પછી દુઃખમાં પરિણમ્યો છે. જાણવા મળી રહ્યું છે કે નાજુક સ્થિતિમાં હોવાના કારણે પરિવારે હજુ સુધી મેઘાને પતિના મોતના સમાચાર આપ્યા નથી.
ભાઈ લોકેશ દિલ્લી આવવા માટે થઇ ગયા રવાના
અખિલેશ કુમારનું મૂળ વતન ગામ મોહનપુર છે. આ ગામમાં જ એમના સબંધીઓ રહે છે. જો કે વર્તમાન સમયે અખીલેશનો પરિવાર ગોવિંદ નગરમાં રહે છે. એમના નાના ભાઈ લોકેશ ગુરુગ્રામમાં રહે છે જે હવે ભાઈના સમાચાર સાંભળીને દિલ્લી આવવા માટે રવાના થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેરળના કોઝિકોડમાં વિમાન દુર્ઘટના બની છે, એમાં પાયલટ અને કો પાયલટ સહિત 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
કોઝીકોડ હવાઈ મથકે લેન્ડીંગ સમયે લપસી ગયું હતું
આપને જણાવી દઈએ કે વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી ભારત આવી રહેલ એર ઇન્ડિયા એક્સપ્રેસનું આ વિમાન કોઝીકોડ હવાઈ મથકે લેન્ડીંગ સમયે લપસી ગયું હતું અને ૩૫ ફીટની ખાઈમાં પડયું હતું. આ સમયે વિમાનમાં પછડાવાથી બે ટુકડા થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં પાયલટ તેમજ કો પાયલટનું મોત નીપજ્યા હતા. જો કે વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને પણ શનિવારની સવારે કોઝિકોડ પહોંચી સ્થિતિની જાણકારી મેળવી હતી. આ વિમાન કે જે દુબઈથી કોઝીકોડ આવ્યું તે પ્લેન X1344 બી એ બોઇંગ 737 વિમાન છે. આ વિમાનમાં કુલ મળીને 190 મુસાફર હતા. જેમાં 183 મુસાફરો બે પાયલોટ અને 5 ક્રૂ મેમ્બર્સ પણ સામેલ હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કેરળ દુર્ઘટના: બાળકના જન્મ પહેલા જ કો-પાયલોટ અખિલેશના આવ્યા મોતના સમાચાર"
ટિપ્પણી પોસ્ટ કરો