કોરોનાએ ગુજરાતની હસતીનો ભોગ લીધો, દુનિયાના ખુણે-ખુણે ગુજરાતી ફિલ્મો પહોંચાડનાર નરેશ કનોડિયાનું મોત
કોરોના બધા માટે દુખનો દિવસ લઈને આવ્યો છે, વિશ્વમાં હજારો લોકો કોરોના કારણે મોત પામ્યા છે, ત્યારે આજે ગુજરાતનું એક રતન પણ કોરોના સામે હારી ગયું અને કોરોનાએ આ હસ્તીનો ભોગ લીધો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક મોટો અને મહાન અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામે હારી ગયા છે અને તેમનું દુખદ નિધન થયું છે. હજુ ગઈ કાલે જ એના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું, હવે સોશિયલ મીડિયા પર લોકો આ બન્ને ભાઈનો મોતનો શોક વ્યક્ત કરી રહ્યા છે અને પરિવારને આ ઘેરી મુસીબત સામે આશ્વાસન આપી રહ્યા છે.
નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના…તારો બાપ ભગાડે’ ગાઈને ઢોલ વગાડ્યો હતો
આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
નરેશ કનોડિયાનો પરિવાર
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે.
તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.
નરેશ કનોડિયાની ગુજરાતી સફળ ફિલ્મો
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી(naresh-kanodiya-corona) વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે.
તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મતી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી.
ગઈ કાલે જ મહેશ કનોડિયાનું નિધન થયું
ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું આજે લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું છે. તેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા, ત્યારે હવે આ જોડી હંમેશા માટે દુનિયાને અલવિદા કહી ગઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કોરોનાએ ગુજરાતની હસતીનો ભોગ લીધો, દુનિયાના ખુણે-ખુણે ગુજરાતી ફિલ્મો પહોંચાડનાર નરેશ કનોડિયાનું મોત"
ટિપ્પણી પોસ્ટ કરો