જ્યારે અનન્યા પાંડેને જોઇલે લોકો બોલ્યા “અરે આનું પેન્ટ ક્યાં ગયું?”
જ્યારે અનન્યા પાંડેને જોઇલે લોકો બોલ્યા “અરે આનું પેન્ટ ક્યાં ગયું?” “અનન્યા પાંડેએ નહોતું પહેર્યું પેન્ટ? જોઈ લો કેટલાક ફોટા, લોકોએ ઉડાવી અનન્યા પાંડેની મજાક, કહ્યું કે ” લાગે છે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ.”
ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવુડમાં ડેબ્યુ કરનારી અનન્યા પાંડેએ ભલે ઇન્ડસ્ટ્રીમાં ફક્ત 2 જ ફિલ્મો કરી હોય પણ એમની સ્ટાઇલ બૉલીવુડમાં મોટી મોટી અભિનેત્રીઓ પર પણ ભારે છે. ક્રોપ ટોપ, મીની સ્કર્ટ અને રફલ્ડ ડ્રેસીસમાં જોવા મળતી અનન્યાને જોઈને એક વાત તો પાક્કી છે કે એ ક્યારેય પોતાની સ્ટાઇલ સાથે સમાધાન નથી કરતી.
આવું જ એકવાર અમને ત્યારે જોવા મળ્યું જ્યારે અનન્યા પોતાના મિત્રને મળવા પહોંચી હતી. જોકે એ દરમિયાન લોકો અનન્યાને જોઈને ખરાબ રીતે ગુસ્સે થયા હતા.
સ્ટારકિડ હોવા છતાં ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે પોતાના સંઘર્ષ પર સતત ટિપ્પણી કરનારી અનન્યા પાંડેને એ સમય અઘરો પડ્યો જ્યારે એ મોડી રાત્રે પોતાના મિત્રના ઘરની બહાર દેખાઈ. એ દરમિયાન અનન્યા પાંડેએ વાઇટ કલરની બેગી સ્વેટશર્ટ પહેરેલી હતી જેના પર અમેરિકન બ્યુટી લખેલું હતું.
જોકે અનન્યાની સ્વેટશર્ટ કરતા લોકોનું ધ્યાન એમના પેન્ટ પર વધુ હતું. જવનવ જોઈને ટ્રોલર્સ દ્વારા સોશિયલ મીડિયા અભિનેત્રીને ટ્રોલ કરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો.
વાત જાણે એમ હતી કે અનન્યા પાંડેએ જે બેગી સ્વેટશર્ટ પહેરેલી હતી એના નીચે એની સાથે જ મળતું આવતું એક ડિઝાસ્ટર શોર્ટ પહેરેલું હતું. જો કે એ વાત અલગ છે કે અનન્યાની સ્વેટશર્ટ એટલી લાંબી હતી કે જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે એ પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે. અને જો વાત કરીએ અનન્યાના ઓવરઓલ લુકની તો એને મિનિમલ મેકઅપ સાથે સ્મોકિ આઇસ, પિંક ગ્લોસી લિપ્સ અને વાળમાં મિડલ પાર્ટડથી સ્ટાઇલ કરી હતી.
એટલું જ નહીં અનન્યાએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે પિંક કલરના Gucci સ્લાઈડ્સ પણ પહેર્યા હતા, જેની કિંમત આશરે 20000 રૂપિયા છે. અને અનન્યાએ Goyard લકઝરી બ્રાન્ડનું એક હેન્ડબેગ પણ જોડે રાખ્યું હતું જેની કિંમત આશરે 2 લાખથી પણ વધુ હશે.
આટલા મોંઘા સ્લીપર્સ અને બેગની સાથે પેન્ટ વગરના લુકમાં જોવા મળેલી અનન્યાને ટ્રોલર્સએ ખૂબ જ ટ્રોલ કરી. એક યુઝરે લખ્યું કે “સ્ટ્રગલ ચહેરા પરથી દેખાઈ રહ્યો છે તો બીજા યુઝરે લખ્યું કે “લાગે છે કે પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ”
જોકે આ પહેલી વાર નથી કે જ્યારે અનન્યા પોતાના ડ્રેસને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી હોય, આ પહેલા પણ શાહરુખ ખાનના ઘરે ન્યુ યર પાર્ટી વખતે બબલગમ પિંક આઉટફિટ પહેરવા પર પણ આ અભિનેત્રી ઘણી ચર્ચામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જ્યારે અનન્યા પાંડેને જોઇલે લોકો બોલ્યા “અરે આનું પેન્ટ ક્યાં ગયું?”"
ટિપ્પણી પોસ્ટ કરો