સિદ્ધાર્થ પીઠાનીએ જણાવ્યું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ખર્ચાઓને લઈને ખુબ મુશ્કેલીમાં હતા.
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ થઈ ગયા પછી તેમના વિષે ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની સૌથી નજીકના મિત્ર સિદ્ધાર્થ પીઠાની હતા. તાજેતરમાં જ સિદ્ધાર્થ પીઠાનીએ મીડિયા સાથે વાત કરી છે. સિદ્ધાર્થ પીઠાનીએ મીડિયા સાથે વાત કરવા દરમિયાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેમની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રીયા ચક્રવર્તી વિષે ઘણા બધા ખુલાસાઓ કર્યા છે. સિદ્ધાર્થ પીઠાનીએ આ પણ જણાવ્યું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ખર્ચાઓને લઈને ખુબ મુશ્કેલીમાં હતા.
સુશાંત સિંહ રાજપુતના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીએ ખુલાસા કર્યા છે કે, સુશાંત સિંહ રાજપૂત પોતાની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીના ખર્ચાઓથી ખુબ મુશ્કેલીમાં હતો. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ પોતાની દવાઓ લેવાની પણ બંધ કરી દીધી હતી. સિદ્ધાર્થ પીઠાનીએ કહ્યું છે કે, ‘ માર્ચ મહિનામાં જ સુશાંત સિંહ રાજપૂતએ પોતાની દવાઓ લેવાની બંધ કરી દીધી હતી. સુશાંતે મને કહ્યું હતું કે, હવે હું સ્વસ્થ છું, હું હવે વધારે દવાઓ નહી લઈ શકું. મને ડોક્ટરએ દવાઓ ઓછી લેવાનું કહ્યું છે.’
સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાની વધુ જણાવતા કહે છે કે, ‘સુશાંત આ વાતને લઈને ખુબ જ ચિંતિત રહેતા હતા કે, તેમના ખર્ચા કાબુમાં થઈ રહ્યા છે નહી. તેમણે મને કહ્યું હતું કે ખર્ચા વધારે થઈ રહ્યો છે જેને મારે ઓછા કરવાના છે. આ વિષયમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સ્ટાફના લોકો પણ ચર્ચા કરતા હતા કે, સર ખર્ચાને લઈને ખુ મુશ્કેલીમાં છે અને રીયા ચક્રવર્તી તેમના કાર્ડ થી જ સામાન ખરીદતી રહે છે, પરંતુ અમને સમજમાં નથી આવી રહ્યું કે, આ વાત અમે સરને કેવી રીતે કહીએ.’
સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાની જણાવે છે કે, ‘સુશાંતના સ્ટાફની આ ચર્ચા વિષે મેં સુશાંત સિંહ રાજપૂતને રીયા ચક્રવર્તીની સામે જણાવી હતી તો સુશાંતએ મને કહ્યું કે, તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂરિયાત છે નહી. તમે આ બાબતમાં વચ્ચે આવશો નહી. જે રીયા વિષે તમે વાત કરી રહ્યા છો તે આ ઘરનો જ એક ભાગ છે. તમારે દખલ દેવાની કોઈ જરૂરિયાત છે નહી.’ ખાસ વાત એ છે કે, રીયા ચક્રવર્તી સુશાંતની સાથે તેમના જ ઘરે રહેતી હતી, પરંતુ સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના એક અઠવાડિયા પહેલા અભિનેત્રી રીયા ચક્રવર્તીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું ઘર છોડી દીધું હતું.
આપને જણાવીએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહએ અભિનેત્રી રીયા ચક્રવર્તી અને તેમના પરિવારની વિરુદ્ધ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે જેમાં કે. કે. સિંહએ અભિનેત્રી રીયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંત સિંહ રાજપૂતને માનસિક રીતે બીમાર કરવા, પૈસા પડાવવા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહએ આરોપ લગાવ્યો છે કે, તેમના દીકરાના બેંક એકાઉન્ટ માંથી ૧૫ કરોડ રૂપિયા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે.
Source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સિદ્ધાર્થ પીઠાનીએ જણાવ્યું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ખર્ચાઓને લઈને ખુબ મુશ્કેલીમાં હતા."
ટિપ્પણી પોસ્ટ કરો