ત્રિરંગી પુલાવ – પાવભાજી સાથે હવે જયારે પણ પુલાવ બનાવો તો આ રીતે જ બનાવજો.
કેમ છો દોસ્તો! મજામાં ને આજે ૧૫ ઓગસ્ટ એટલે કે આપનો સ્વતંત્ર દિવસ આજે આપણા ને આઝાદી મળે ૭૪ વર્ષ પૂરા થશે.
બ્રિટિશ સરકાર થી આપણ ને આઝાદી મળ્યા બાદ આજે આપનો દેશ સ્વતંત્ર છે.તો આપને એ આઝાદી મેળવવા માટે જે પણ સ્વાતંત્ર્ય સેનાની શહીદ થયા છે તેમને એક શ્રદ્ધાંજલિ. અને આપને આ સ્વતંત્ર તા જાળવી રાખીશું.
તો દોસ્તો આપને પુલાવ તો બનાવતા જ હોઈએ છે.પુલાવ તો દરેક ના ઘરમાં બને જ.આજે મે આપના ત્રિરંગા ના કલર માં પુલાવ બનાવ્યો છે.
તો દોસ્તો સામગ્રી જોઈ લઈશું.
સામગ્રી
- ૧ બાઉલ બાસમતી ચોખા
- ૧ ટામેટું
- ૮ થી ૧૦ લસણ ની કણી
- ૧ મોટી ડુંગળી
- ૧ લાલ સૂકું મરચું
- ૧ તમાલપત્ર
- ૧ લીલું મરચું
- ચપટી હિંગ
- ૬ ચમચી તેલ
- ૧/૨ ચમચી હળદર
- ૫૦ ગ્રામ પાલક
- ૨ ચમચી ધાણા
- ૧ ચમચી લીંબુ નો રસ
- મીઠું સ્વાદાનુસાર
- ૧ ચમચી જીરૂ
- ૧ ચમચી મરચું
- ૧ ચમચી ધાણાજીરું
- ૨ ચમચી કેપ્સિકમ
રીત
ઓરેન્જ પુલાવ
સૌ પ્રથમ બાસમતી ચોખાને ધોઈને ૨ કલાક પલાળી ને રાખો.એક તપેલી માં ગરમ પાણી કરી સ્વાદાનુસાર મીઠુ એડ કરી છુટ્ટા ભાત બનાવી લો.
ટામેટું , અડધી ડુંગળી અને ૪ લસણની કડી ને મિક્સર માં ક્રશ કરી લો.
એક કડાઈ માં ૩ ચમચી તેલ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને જીરૂ એડ કરો.
હવે તેમાં ડુંગળી એડ કરી તેને ૩ થી ૪ મિનિટ માટે સાંતળો.
ડુંગળી સાંતળી લીધાં પછી તેમાં ટામેટા ,ડુંગળી, અને લસણ ની પ્યુરી એડ કરો. તેને પણ ૫ થી ૭ મિનિટ માટે સાંતળો.
ત્યારબાદ તેમાં આપને બનાવેલ ૧/૩ ભાત એડ કરો.
હવે તેમાં મીઠું સ્વાદાનુસાર,મરચુ,હળદર અને ધાણાજીરું એડ કરો.
હવે તેને બરાબર મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે થવા દો.
ગ્રીન પુલાવ
પાલક,ડુંગળી,લસણ અને મરચા ને ગરમ પાણી માં બાફી લો.
હવે તે ઠડુ થાય એટલે તેને મિક્સર માં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો.
એક કડાઈ માં ૩ ચમચી તેલ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને જીરૂ એડ કરો.
હવે તેમાં પાલક ની પ્યુરી , તમાલપત્ર અને વઘાર નું લાલ મરચું , કેપ્સિકમએડ કરો.
ત્યારબાદ ભાત એડ કરો.તેમાં સ્વાદનુસાર મીઠું એડ કરી,બધું બરાબર મિક્સ કરી લો.
પુલાવ ને ૨ થી ૩ મિનિટ માટે થવા દો.
હવે સર્વિંગ પ્લેટ પહેલા ઓરેન્જ પુલાવ સર્વ કરો.ત્યારબાદ સફેદ ભાત રાખો. હવે ગ્રીન પુલાવ સર્વ કરો.
તો તૈયાર છે આપનો ત્રિરંગી પુલાવ.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "ત્રિરંગી પુલાવ – પાવભાજી સાથે હવે જયારે પણ પુલાવ બનાવો તો આ રીતે જ બનાવજો."
ટિપ્પણી પોસ્ટ કરો