કૃષ્ણ જન્મ સાથે જોડાયેલ છે દેવી યોગમાયાનો સંબંધ, રસપ્રદ માહિતી..
શ્રી કૃષ્ણના જન્મની વાર્તા હંમેશા આપણા માટે ખુબ જ રસ ઉત્પન્ન કરનારી અને આકર્ષક રહી છે. તેમાં ભગવાનની શક્તિનો પરચો પણ જોવા મળ્યો છે. ભiવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના નવમાં અવતાર છે, અને તેમનો પુનર્જન્મ દ્વાપર યુગમાં એક મનુષ્ય તરીકે થયો હતો. તેમણે જ કંસ જેવા દુષ્ટ, કે જેઓ તેમના મામા હતા તેમનો વધ કર્યો હતો. અને શ્રીકૃષ્ણ જ હતા જેમણે આપણને ભાગવત ગીતાની ભેટ આપી છે.
આ વર્ષે જન્માષ્ઠમીની ઉજવણી કીરએ તે પહેલાં ચાલો શ્રીકૃષ્ણના જન્મ વિષે થોડું જાણી લઈએ અને તેમને શા માટે દેવી યોગમાયા સાથે જોડવામાં આવે છે તે પણ જાણી લઈએ.
કોણ છે યોગમાયા
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તે પહેલાં, શ્રી વિષ્ણુએ દેવી યોગમાયા કે જેઓ દેવી માતાના જ એક અવતાર હતા તેમને પોતાના પૃથ્વીની મુલાકાત વિષેના મહત્ત્વમાં તેમની મદદ વિષે પુછ્યું હતું. એક માન્યતા છે કે જ્યારે જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધી જાય છે અને પૃથ્વી સર્વનાશ તરફ જાય છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતરે છે. માટે, તેઓ સમયે સમયે નવા નવા અવતારો લે છે અને પૃથ્વી પર ધર્મ અને શાંતિની સ્થાપના કરે છે.
દેવી યોગમાયાનો જન્મ યશોદા અને નંદને ત્યાં ગોકુળમાં થયો હતો, યશોદા અને નંદ ઘણા લાંબા સમયથી બાળકની જંખના કરી રહ્યા હતા. અને મથુરામાં શ્રીકૃષ્ણ દેવકી અને વસુદેવને ત્યાં જન્મ્યા, દેવકી અને વસુદેવને અંધારી જેલમાં કંસ દ્વારા બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. આમ, બે બાળકો રોહિણી નક્ષત્રના કૃષ્ણપક્ષની અષ્ઠમિની તીથીના દિવસે જન્મ્યા હતા – શ્રી કૃષ્ણ અને દેવી યોગમાયા.
ભગવાનના અલૌકિક કૃત્યથી વસુદેવ પોતાના નાનકડા બાળ કૃષ્ણને ગોકુળ પહોંચાડવામાં સફળ રહ્યા હતા. જો કે તે કૃત્ય કંઈ સહેલુ નહોતું. મથુરા અને વ્રજ પ્રાંતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. વસુદેવે બાળકને એક ટોકરીમાં મુક્યુ, તે ટોકરી પોતાના માથા પર મુકી અને યમુના નદીને પાર કરીને તેઓ પોતાના મિત્ર નંદના ઘરે ગોકુળ પહોંચ્યા. અને આ બધા વચ્ચે, પાંચ ફેંણવાળા શેશ નાગ, કે જેના પર ભગવાન શ્રી વિષ્ણુ આરામ કરે છે તેમણે ટોકરીમાંના બાળકને રક્ષણ આપ્યું હતું.
નંદના ઘરે પોહોંચ્યા બાદ નંદે બાળ કૃષ્ણને યશોદા માતાની પાસે સુવડાવી દીધા અને તેમની પાસે સુતેલી બાળકી તેમણે મથુરા વસુદેવની સાથે મોકલી દીધી. રસપ્રદ વાત એ છે કે વસુદેવ પોતે ગોકુળની મુલાકાત કરી હતી તે બધું જ ભુલી ગયા હતા, માટે તેઓ એવું માનતા હતા કે દેવકીએ બાળકીને જ જન્મ આપ્યો છે.
આ દરમિયાન જ્યારે કંસને ખબર પડી કે દેવકીએ તેના આંઠમાં બાળકને જન્મ આપ્યો છે ત્યારે તેણે તે બાળકીને દેવકીથી છીનવી લીધી. પણ જેવો તે બાળકીને મારવા જઈ રહ્યો હતો. કે તરત જ તે બાળકી તેના શુદ્ધ અવતારમાં આકાશમાં દેખાઈ. આ રીતે તે બાળખીએ બાળ કૃષ્ણને બચાવ્યા અને કંસને ચેતવણી પણ આપી કે તેનું મૃત્યુ નક્કી છે.
એક વાયકા પ્રમણે, દેવી શુભદ્રાનો જન્મ દેવકી અને વસુદેવને જ્યારે કારાવાસમાં મુક્તિ મળી ત્યાર બાદ થયો હતો અને તેણીના આ અવતારને દેવી યોગમાયાનો પુનર્જન્મ કહેવાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કૃષ્ણ જન્મ સાથે જોડાયેલ છે દેવી યોગમાયાનો સંબંધ, રસપ્રદ માહિતી.."
ટિપ્પણી પોસ્ટ કરો