બે વર્ષથી સતત વધી રહી છે પેટની સાઈઝ, અજબ ગજબ બીમારી..
આ દુનિયામાં વિકાસની સાથે વાયરસ અને રોગોની પણ એવી માયાજાળ રચાતી જઈ રહી છે કે એની વાસ્તવિક સમજ હજુ આપણી પાસે નથી. વર્તમાન સમયે એવા એવા રોગ સામે આવી રહ્યા છે જેને આપણી વિકસિત ટેકનોલોજી પણ શોધી કે ખતમ કરી શકતી નથી. આવા સમયે અમે ચીનથી સામે આવેલી આવી જ એક ખબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે અહી રહેતી એક મહિલાના પેટમાં સતત વધારો થઇ રહ્યો છે. પરિણામે આ મહિલા ઘરનું કામ કરી શકતી નથી અને પોતાના બાળકોનું ધ્યાન પણ રાખી શકવામાં સક્ષમ નથી.
બે વર્ષમાં પેટનું વજન ૧૯ કિલો થયું
આપને જણાવી દઈએ કે ચીનમાં રહેતી મહિલા હુઆંગ ગુઓશિયાન એ એક અલગ જ પ્રકારની બીમારીથી પીડિત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં આ મહિલાનું પેટ વધીને 19 કિલો જેટલું થઇ ગયું છે. આ અંગે હુઆંગ જણાવે છે કે એમનું પેટ એટલું વધુ ભારે થઇ ગયું છે કે હવે તેઓ રાત્રે સુઈ કે હલન ચલન પણ કરી શકતા નથી. એમના બાળકોનું ધ્યાન રાખવામાં પણ તેઓ સક્ષમ નથી. જો કે આ પેટનો આકાર સતત વધતો જઈ રહ્યો છે.
૫૪ કિલો વજન, પેટનું વજન ૧૯ કિલો
પેટની વિચિત્ર બીમારીથી પીડાતી આ મહિલાનું વજન ૫૪ કિલોગ્રામ છે, જેમાં એના પેટનું વજન જ ૧૯ કિલો જેટલું છે. ઉલ્લેખનીય છે કે હુઆંગ એ બે બાળકોની માતા છે. જો કે એમના પેટનું ૧૯ કિલો વજન એ એમના શરીરના ૩૬ ટકા જેટલું છે. લગભગ છેલ્લા 2 વર્ષથી તેઓ આ વજનને સહન કરી રહ્યા છે. જો કે બે વર્ષ પહેલા પેટમાં પીડા થતા એમણે ડોક્ટરની સલાહ લીધી હતી. ડોકટરે આપેલ દવાઓથી પેટની પીડા તો ઓછી થઇ હતી પણ પેટનું કદ અને વજન સતત વધતું રહ્યું છે.
ઘરમાં દાદા-દાદી કામમાં મદદ કરે છે
હુઆંગે મીડિયા સામે પોતાની તકલીફો અંગે જણાવ્યું હતું કે, જ્યારે પણ હું ઘરની બહાર નીકળું છું તો લોકો મને ગર્ભવતી સમજી લે છે. પરિણામે આ પ્રકારના શારીરિક અને માનસિક સ્ટ્રેસને લીધે મને ગુસ્સો આવે છે. પેટના કારણે ઊંઘ પૂરી થઇ શકતી નથી અને ઊંઘ પૂરી ન થવા પર મારો સ્વભાવ પણ ખરાબ થઇ રહ્યો છે. જો કે ઘરમાં દાદા અને દાદી કામમાં મદદ કરે છે. પણ મને આશા છે કે, હું પહેલાંની જેમ જ સ્વસ્થ થઈ જઈશ.
ઘણી હોસ્પિટલના પગથિયાં ચડી ચૂકી છે
પોતાના આ રોગના કારણે હુઆંગ આર્થિક તંગીનો પણ સામનો કરી રહી છે. એવા સમયે પણ આ મહિલા અત્યાર સુધીમાં અનેક હોસ્પિટલના પગથિયાં ચડી ચૂકી છે, પણ એનાથી એને કોઈ પણ પ્રકારનો લાભ થયો નથી. પરિણામે હારેલી હુઆંગ હવે દેશના અગ્રણી ડોક્ટર પાસે પોતાની સારવાર કરાવવા માંગે છે, આ માટે એણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને મદદ માંગી છે. આ પોસ્ટ દ્વારા એને સવા ત્રણ લાખ રૂપિયા જેટલું ફંડ પણ મળ્યું છે. આ ફંડ દ્વારા એને આશા છે કે આટલા રૂપિયામાંથી એ હવે સારવાર લઇ શકશે.
ડોક્ટર પેટ વધવાનું કારણ શોધી શક્યા નથી
હુઆંગ આ પહેલા પણ લીવર સિરોસિસ, ઓવેરીયન કેન્સર અને ટ્યુમર સામે પણ જંગ લડી ચૂકી છે. જો કે એની પેટ વધવાની બીમારી અંગે કોઈ કાઈ જ કહી શક્યું નથી. હજુ સુધી એને તપાસનારા કોઈ ડોક્ટરને તેના પેટ વધવાનું કારણ ખબર પડી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બે વર્ષથી સતત વધી રહી છે પેટની સાઈઝ, અજબ ગજબ બીમારી.."
ટિપ્પણી પોસ્ટ કરો