કોરોના વાયરસને લઇને વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો, સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને કરી આ મોટી વાત
કોરોના વાયરસ વિષે વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો – સોશિયલ ડિસ્ટન્સિંગથી પણ નહીં બચી શકો તમે સંક્રમણથી
જ્યારથી કોરોના વાયરસની મહામારીએ વિશ્વમાં માથું ઉંચક્યું છે ત્યારથી સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. છેલ્લા લગભગ 9 મહિનાથી વૈજ્ઞાનિકો આ વાયરસને ડામવા માટે દવાઓ શોધી રહ્યા છે વેક્સિનો શોધી રહ્યા છે તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ જ નક્કર સફળતા મળી શકી નથી. પણ તેના સંશોધન દરમિયાન રોજ નવા નવા ખુલાસાઓ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
તાજેતરમાં અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા એક ચોંકાવી નાખનારો ખુલાસો કરવામા આવ્યો છે. અને તે ખુલાસા પ્રમાણે કોરોના વાયરસની હાજરી માત્ર વસ્તુઓ પર કે લોકો પર જ નથી હોતી પણ પણ તે હવામાં પણ અસ્તિત્ત્વ ધરાવે છે. અને આ બાબતે WHO એ પણ કેટલાક ખુલાસા કર્યા છે. જો કે હજુ સુધી કોઈએ એ નથી કહ્યું કે હવામાં જેનેટિક મટિરિયલ સાથે વાયરસ જીવતો રહી શકે છે.
ફ્લોરિડા યુનિવર્સિટિના વૈજ્ઞાનિકોએ ત્યાંની હોસ્પિટલમાં એડમીટ થયેલા કોરોના દર્દીઓથી 7થી 16 ફૂટ દૂર એરોસોલમાં અસ્તિત્ત્વ ધરાવતા જીવતા વાયરસને આઇસોલેટ કર્યો છે. અને આ જોતાં વૈજ્ઞાનિકો હવે જણાવી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં બદલાવ લાવવાની જરૂર છે. વૈજ્ઞાનિકો આ બાબત પર વધારે સંશોધન કરી રહ્યા છે અને આ પ્રક્રિયામાં તેમણે જે રૂમમાં હવામાં વાયરસ અસ્તિત્ત્વ ધરાવતો હતો તેની હવાને 6 વાર બદલી અને ત્યાર બાદ પણ એક લીટર હવામાં તેમને લગભગ કોરોના વાયરસના 74 જેટલા પાર્ટીકલ્સ મળ્યા હતા. આમ જે પણ જગ્યાએ વેન્ટિલેશનની વ્યવસ્થા ન હોય ત્યાં મોટા પ્રમાણમાં વાયરસના પાર્ટિકલ હાજર હોય તેવું બની શકે છે.
બીજી બાજુ રાહતની વાત એ છે કે ન્યુયોર્કમાં આવેલી કોલંબિયા યુનિવર્સિટી દ્વારા કરવામા આવેલા સંશોધન પ્રમાણે તેઓ કહે છે કે જેટલી સંખ્યામાં વાયરસના પાર્ટીકલ્સ મળ્યા છે તેટલા વ્યક્તિને સંક્રમિત કરવા માટે પૂરતા નથી. બીજી બાજુ યુનિવર્સિટિ ઓફ પીર્ટ્સબર્ગના શ્વાસના રોગોના નિષ્ણાત જણાવે છે ફ્લોરિડા યુનિવર્સિટિના વૈજ્ઞાનિકોના સંશોધન દ્વારા જે જાણવા મળ્યું છે તેનાથી હવે લોકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે.
બીજી બાજુ ઓસ્ટ્રેલિયા સ્થિત મેલબર્ન યુનિવર્સિટીના એટમોસફેરિક કેમિસ્ટનું કહેવું છે કે રશિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ કામ નથી કરો. માટે અહીં જે લોકો એવું સમજી રહ્યા હોય કે તેઓ ઘરમાં રહેશે તો સુરક્ષિત રહેશે તો તેવું જરા પણ નથી.
દિવસેને દિવસે કોરોનાની મહામારી ઓર વધારે વકરી રહી છે. ભારતમાં એક દિવસમાં હજારો કેસ આવી રહ્યા છે. અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તો અમેરિકામાં પણ સ્થિતિ કાબૂની બહાર છે. યુરોપમાં જ્યાં ધીમે ધીમે વાયરસના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યાં પણ નવા કેસ આવવાના હજુ પણ ચાલુ છે. તો વળી ચીનમાં કોરોના સંક્રમણથી સાજા થઈ ગયેલા દર્દીઓ પર કરવામા આવેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું કે કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીઓના ફેફસાને ભારે નુકસાન થયેલું હોય છે. જે વાતે પણ લોકોમાં ચિંતા ઉપજાવી હતી.
હાલ રશિયાએ કોરનાની વેક્સિન શોધી કાઢવાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી પર તેની ટ્રાયલ કરવામાં આવી હતી ત્યાર બાદ વેક્સિનને બજારમાં મુકવામાં આવી છે. ઘણા બધા દેશો આ વેક્સિનેને કરોડોની સંખ્યામાં મંગાવી રહ્યા છે. તો વળી મિડિયામાં આ વેક્સિનને લઈને કેટલીક શંકાઓ પણ ઉઠતી અવારનવાર જોવા મળી છે. કેટલાકે તેની આડઅસર વિષે પણ ચિંતા વ્યક્ત કરી છે. જોકે અમેરિકાએ પણ ડિસેમ્બર કે પછી 2021ના જાન્યુઆરીમાં વેક્સિન આવશે તેવો દાવો કર્યો છે. જોકે હાલ પુરતું તો લોકો પાસે સાવચેતી રાખવા તેમજ પોતાની ઇમ્યુનિટિ વધારવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોના વાયરસને લઇને વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો, સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને કરી આ મોટી વાત"
ટિપ્પણી પોસ્ટ કરો