‘તારક મહેતા’ના કલાકારો કરી ચુક્યા છે ફિલ્મોમાં કામ, પણ ગયા સાવ ફ્લોપ
શું તમે જાણો છો કે ‘તારક મેહતા’ના આ કલાકારોએ ફિલ્મમાં પણ કામ કર્યું હતું!
તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉ મનોરંજનના આ વિશ્વમાં ખૂબ જ જાણીતો થઈ ગયો છે. આ ટીવી શૉ છેલ્લા ૧૨ વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાડી શકાય છે કે આમાં જેટલા પણ કલાકાર છે તેમના પોતાના નામથી તેમને ખૂબ જ ઓછાં લોકો ઓળખે છે.
અમે તમને જણાવીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં એવાં એક્ટર્સ વિશે જેમણે ફિલ્મોમાં તેમનું નસીબ અજમાવ્યું હતું પણ તે સફળ રહ્યા ન હતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના પોપ્યુલર એક્ટરમાંથી એક જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. તેમણે સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કૌન’માં કામ કર્યું છે. આ ઉપરાંત દિલીપ જોષીએ ‘ફિરાક’, ‘ખેલાડી 420’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘હમરાઝ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફીલ્મો ફ્લોપ રહેતા દિલીપ જોશી આજે ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટો સ્ટાર છે.
દિશા વકાણીને ભલે લોકો દયાબેન તરીકે ઓળખતાં હોય પણ તેમને પણ તેમને પણ ફિલ્મોમાં તેમનું નસીબ અજમાવ્યું છે. જોકે, તેમને ખાસ સફળતા મળી નહોતી. દિશા વાકાણીને ફિલ્મમાં સાઈડ રોલ જ મળ્યા હતાં. દિશા વાકાણીએ ફિલ્મ ‘ફુલ ઔર આગ’, ‘દેવદાસ’, ‘જોધા અકબર’, ‘મંગલ પાંડે’, ‘સી કંપની’ અને ‘લવ સ્ટોરી 2015’ માં કામ કર્યું છે પણ, દિશા વકાણીને સફળતા સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ અપાવી હતી.
‘તારક મેહતા’ ફેમ મુનમુન દત્તા આજે ખૂબ જ પોપ્યુલર છે. સિરિયલમાં તેમના કેરેક્ટરનું નામ બબીતા ઐયર છે. બબીતાને પણ ફિલ્મોમાં લોકપ્રિયતા મળી નહોતી. બબીતાએ ‘મુંબઈ એક્સપ્રેસ’, ‘હોલીડે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
કૉમેડિયન કવિ કુમાર આઝાદ હવે આ દુનિયામાં રહ્યાં નથી. તેઓ ‘તારક મહેતા સિરીયલ’માં ડૉક્ટર હંસરાજ હાથીનો રોલ કરતાં હતાં. કવિ કુમાર આઝાદે ‘રાજુ બન ગયાં જેન્ટલમેન’, ‘બાજીગર’, ‘આબરા કા ડાબરા’, ‘મદહોશી’, ‘જોધા અકબર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
‘તારક મહેતા…’ સિરિયલમાં અંજલી ભાભી એટલે કે, નેહા મહેતા પણ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી હતી. નેહા મહેતા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં પોપટલાલના રોલ થી દરેકને એન્ટરટેઇનમેન્ટ કરનાર શ્યામ પાઠક ચીની મૂવીમાં પણ કામ કરી ચૂક્યા છે. તે ફિલ્મનું નામ ‘Lust Caution’ છે. આ ફિલ્મમાં શ્યામ જ્વેલરી શૉપકિપરનો રોલ પ્લે કર્યો હતો.
જેનિફર મિસ્ત્રી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં રોશનસિંહ સોઢીનો રોલ પ્લે કરે છે. જેનિફર અજય દેવગનની ફિલ્મ ‘હલ્લાબોલ’ અને અક્ષય કુમારની ફિલ્મ ‘એરલિફ્ટ’માં કામ કરી ચૂકી છે. ‘
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુના રોલથી ફૅમસ ભવ્ય ગાંધીએ પણ સિરિયલમાં કામ કર્યું હતું. ભવ્યએ સિરિયલમાં કામ કરવાનું બંધ કર્યાં પછી તેમની જગ્યાએ રાજ ઉનડકટ ટપુનો રોલ પ્લે કરવાનું શરૂ કર્યું હતું. ભવ્ય ગાંધીએ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. તે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.
એક્ટર સરદ સંકલા ‘તારક મહેતા…’ સિરિયલમાં અબ્દુલભાઈનો રોલ પ્લે કરે છે. તે શાનદાર કૉમેડિયન છે જેમાં કોઈ શંકા નથી. શરદે ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’, ‘હમ બેમિસાલ’, ‘જાગૃતિ’માં કામ કર્યું છે. ‘
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં નટુકાકા એટલે કે, ઘનશ્યામ નાયકને દરેક લોકો ઓળખે છે. ઘનશ્યામ નાયક છેલ્લાં ૬૦ વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે. તેમણે અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં એક નોકરનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેઓ ફિલ્મ ‘બેટા’, ‘તિરંગા’, ‘ક્રાંતિવીર’, ‘ઘાતક’ અને ‘ચાઇના ગેટ’ જેવી ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે કોરોનાને ધ્યાનમાં રરાખીને ૬૦ વર્ષથી વધારેની વયના કલાકારોના શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારના આ આદેશને બૉમ્બે હાઇકૉર્ટે રદિયો આપી દીધો. આ અવસરે એક ન્યૂઝ એજન્સીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટૂ કાકાનું પાત્ર ભજવનાર સિનીયર અભિનેતા ઘનશ્યામ નાયક સાથે વાતચીત કરી હતી. ઘનશ્યામ નાયક આજે ભલે લોકો વચ્ચે નટુ કાકાના નામથી પ્રખ્યાત છે, પરંતુ પાંચ દાયકાથી વધુની કારર્કિદીમાં તેમણે ડઝનેક પાત્રો ભજવ્યાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "‘તારક મહેતા’ના કલાકારો કરી ચુક્યા છે ફિલ્મોમાં કામ, પણ ગયા સાવ ફ્લોપ"
ટિપ્પણી પોસ્ટ કરો