સ્પેશીયલ ગેસ્ટ – અયોધ્યામાં આ ખાસ વ્યક્તિઓને મળ્યું હાજર રહેવા આમંત્રણ..

-વિહિપના નેતા અશોક સિંઘલના પરિવાર માંથી અશોક સિંઘલના ભત્રીજા પવન સિંઘલ અને મહેશ ભાગચંદકા રામ જન્મભૂમિના યજમાન છે, એટલે પૂજા પવન સિંઘલ અને મહેશ ભાગચંદકાના હાથે પૂજા થશે.

-RSS વિશ્વ હિંદુ પરિષદ, સંત સમાજ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વ્યક્તિઓ સિવાય, હાશિમ અંસારીના મોટા પુત્ર ઈકબાલ પણ આ ઐતિહાસિક પલના સાક્ષી બનશે.

image source

રામ મંદિર ભૂમિપૂજન માટે જન્મભૂમિ અયોધ્યા સુધી જવાનો મોકો જે મહેમાનોને મળી છે, તેની યાદીમાં ૧૩૫ સંત અને ૪૦ અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૧૭૫ વ્યક્તિઓ રામ મંદિરના ભૂમિપૂજનના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ૧૩૫ સંતોને ભારત અને પાડોશી દેશ નેપાળથી પણ આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ ૩૬ સંપ્રદાયોમાં માને છે. નેપાળ દેશમાં આવેલ જનકપુરના સંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

image source

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાલમાં કોરોના અને વધુ વય હોવાના લીધે તેઓ રામ જન્મ ભૂમિ જઈ શક્યા નથી. જો કે, રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાય દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આમંત્રણ અને નિમંત્રણની સંપૂર્ણ યાદી ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને વકીલની સાથે પરામર્શ સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરી દેવામાં આવી છે.

image source

રામ મંદિર ભૂમિપૂજન નિમિત્તે જે વ્યક્તિઓ મંચ પર હાજર રહેશે તે વ્યક્તિઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મહંત નૃત્યુ ગોપાલદાસ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેવાના છે. રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પ્રોટોકોલ પ્રમાણે મંચ પર સ્થાન આપવામાં આવ્યું છે. મંચ પર સ્થાન આપવામાં આવેલ પાંચ મહાનુભવો માંથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય અન્ય ચાર વ્યક્તિઓની ઉમર ૬૦ વર્ષ કરતા વધુ ઉમર ધરાવે છે. વિહિપના અગ્રણી નેતા અશોક સિંઘલના પરિવાર માંથી અશોક સિંઘલના ભત્રીજા પવન સિંઘલ અને મહેશ ભાગચંદકાએ આ ભૂમિપૂજનના યજમાન બન્યા હોવાથી પૂજા પવન સિંઘલ અને મહેશ ભાગચંદકાના હસ્તે કરવામાં આવશે.

image source

જે વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યું છે એવી વ્યક્તિઓની કરીએ તો ઉમા ભારતી ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની સૌથી નજીક રહ્યા છે. આ સાથે જ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી રામમંદિર આંદોલનના સૌથી મુખ્ય વ્યક્તિ રહ્યા છે. ઉમા ભારતી અયોધ્યા આવી ગયા છે, પરંતુ તેઓ રામ જન્મભૂમિમાં આવશે નહી. ઉમા ભારતીએ રામ જન્મભૂમિ પર નહી જવા માટે કોરોના વાયરસનું કારણ આપ્યું છે. ઉમા ભારતીનું કહે છે કે, પીએમ નરેન્દ્ર મોદી જયારે પાછા ફરશે તે સમયે તેઓ રામલ્લાના દર્શન કરવા જશે.

ભાજપના નેતાઓ જેઓ રામ જન્મભૂમિ જવાના છે.:

image source

ભાજપ પક્ષના નેતાઓમાં ઉમાભારતી સહિત ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા, સાંસદ લલ્લુ સિંહ, ભાજપ નેતા અને જન્મભૂમિ આંદોલનના અગ્રણી વિનય કટિયાર, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ અને દિનેશ શર્મા, યુપી કેબિનેટના મંત્રી સુરેશ ખન્ના અને લક્ષ્મી નારાયણ સિંહનો સમાવેશ થાય છે. પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ અને સીએમ જયભાન સિંહ પવૈયાનો આ યાદીમાં સમાવેશ થાય છે જેઓ રામ જન્મભૂમિ જવાના છે.

વિશ્વ હિંદુ પરિષદ અને RSS માંથી :

વિહિપના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર, સદાશિવ કોકજે, પ્રકાશ શર્મા, મિલિંદ પરાંદે, રામવિલાસ વેદાંતી અને જીતેન્દ્ર નંદ સરસ્વતી સહિત વિશ્વ હિંદુ પરિષદના હાઈ પાવર કમિટીના ૪૦ થી ૫૦ વ્યક્તિઓ ભાગ લઈ શકશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત ઉપરાંત સુરેશ ભૈયાજી જોશી, વિહિપના નેતા દિનેશ ચંદ, કૃષ્ણ ગોપાલ, ઇન્દ્રેશ કુમાર હાજર રહેવાના છે.

image source

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ૧૫ વ્યક્તિઓ.:

મહંત નૃત્યુ ગોપાલદાસ, સ્વામી ગોવિંદ દેવ ગિરિ, ચંપત રાય, નૃપેન્દ્ર મિશ્રા, સ્વામી વાસુદેવ સરસ્વતી, વિમ્લેન્દ્ર પ્રતાપ, અયોધ્યા રાજ પરિવારના વડા અનિલ મિશ્રા, કમલેશ્વર ચૌપાલ, મહંત દીનેન્દ્ર દાસ, અવનીશ અવસ્થી યુપી સરકાર તરફથી અને અયોધ્યાના ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અનુજ ઝા, કાર્યક્રમમાં સામેલ થનાર સંતોમાં અખાડા પરિષદના નરેન્દ્ર ગિરિ, સાધ્વી ઋતંભરા, યોગ ગુરુ રામદેવ, શ્રી શ્રી રવિશંકર, યુગ પુરુષ પરમાનંદ સામેલ થયા છે.

કાર્યક્રમનું પહેલું આમંત્રણ હાશિમ અંસારીના દીકરા ઈકબાલ અંસારીને :

image source

રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમનું પહેલું આમંત્રણ અયોધ્યા નગરીના વિવાદના મુસ્લિમ પક્ષના પહેલા પક્ષકાર એવા હાશિમ અંસારીના દીકરા ઈકબાલ અંસારીને આપવામાં આવ્યું છે. ઈકબાલ અંસારી સિવાય અન્ય એક મુસ્લિમ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં પદ્મ શ્રી મોહમ્મદ શરીફ સામેલ છે, જેમણે ૧૦ હજાર કરતા વધારે લાવારીસ મૃતદેહોને દફનાવી દીધા છે.

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી અને મનોજ મનોહર જોશી સિવાય પણ એવા કેટલાક વ્યક્તિઓ જેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણના લીધે તેઓ આવવા અસમર્થ છે તેમાં શંકરાચાર્ય સહિત કેટલાક સંતો એવા છે જેઓ હાલમાં ચાતૃમાસ ચાલી રહેલ હોવાના લીધે આવવા માટે અસમર્થ છે. તેમજ ભારતના અન્ય કોઈ રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા નથી તેનું કારણ છે હાલમાં દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "સ્પેશીયલ ગેસ્ટ – અયોધ્યામાં આ ખાસ વ્યક્તિઓને મળ્યું હાજર રહેવા આમંત્રણ.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel