ગાડીની એવરેજ વધારવા માંગો છો? અપનાવો આ સરળ ઉપાય.
ઉનાળાની ઋતુની ગરમીમાં એસી વગર કાર ચલાવવા માટે ઘણી તકલીફ પડતી હોય છે. ઉનાળાની બળબળતી ગરમીમાં કારમાં મુસાફરી કરવા માટે પણ ઘણી મુશ્કેલી આવતી હોય છે. આપણે મોટાભાગે જોઈએ છીએ કે, લોકો મોટાભાગે કારમાં બેસી ગયા પછી વારેઘડીયે કારના એસીને ચાલુ બંધ કર્યા કરતા રહે છે. આવી વ્યક્તિઓ એવું માને છે કે, કારમાં એસીને વારંવાર ચાલુ બંધ કરવાથી પેટ્રોલનો ઉપયોગ ઘટાડી શકે છે પણ શું ખરેખરમાં આ વાત સાચી છે ? આજે અમે આપને આ વાતમાં કેટલી હકીકત છે કે નહી તેના વિષે જણાવીશું…
શું કારમાં એસી ચલાવવાથી કારની માઈલેઝ પર અસર કરે છે,?
ઓટો એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે ગાડીમાં વધારે એસી ચલાવવાથી તેની સીધી અસર ગાડીની માઈલેઝ પર ૫% થી ૭% જેટલી અસર કરે છે. એટલા માટે ગાડીમાં જયારે આપને જરૂરિયાત હોય ત્યારે ગાડીમાં એસીનો ઉપયોગ કરવો યોગ્ય છે. તેમ છતાં આપે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, ગાડીમાં એસીને વારંવાર ચાલુ બંધ કરવું જોઈએ નહી. આવી રીતે વારંવાર ગાડીમાં એસી ચાલુ બંધ કરવાથી આપની ગાડીના એસી પણ ખરાબ થઈ શકે છે અને આપનો ખર્ચ પણ વધારી શકે છે. જો આપે આપની ગાડીમાં એસી કરતા વધારે ઠંડકની ઈચ્છો છો તો હવે અમે આપને તેના માટે કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શરુઆતમાં એસી ધીરુ રાખો.
જો આપની પાસે ઓટોમેટીક એસી કે પછી ક્લાઈમેટ કંટ્રોલ ધરાવતી કાર છે તો આપ જયારે કાર શરુ કરો છો ત્યારે આપે એસીને ધીરુ રાખવું જોઈએ અને ત્યાર બાદ જયારે આપની કાર ધીરે ધીરે કારની સ્પીડ વધારો છે તો ત્યારે આપે એસીને પણ ધીરે ધીરે વધારી શકો છો. આમ કરવાથી આપની કાર પૂરી રીતે ઠંડી થઈ જશે અને આપની કારના એસી પર પણ કોઈ નુકસાન થઈ શકશે નહી.
બારી ખુલ્લી રાખો.:
જો આપ ઉનાળાની ગરમી દરમિયાન કારમાં મુસાફરી કરવાની થાય છે તો ત્યારે આપે કારના એસીની સ્પીડ વધારીને ચલાવવી જોઈએ. ઉપરાંત ત્યારે જ આપે કારની બારીઓને પણ થોડાક સમય માટે ખોલી દેવી જોઈએ.
એસી ગરમ હવાને બહાર કાઢશે.:
જયારે આપ કાર શરુ કરો છો ત્યારે આપની કાર પૂરી રીતે બંધ હોવાના લીધે કારની કેબિન ગરમ થઈ જાય છે ઉપરાંત હવાની અવર જવર પણ નહી થતી હોવાથી આપે કારની ગરમ હવાને દુર કરવા માટે કારની બારીઓને થોડાક સમય માટે ખોલી દેવી જોઈએ. એસી કારમાં રહેલ ગરમ હવા બહાર નીકળી જશે અને આપની કાર ઠંડી થવા લાગશે.
રીસર્ક્યુલેશન મોડને બંધ કરો.:
આપે ગાડીને શરુ કરતાની સાથે જ ગાડીનું રીસર્ક્યુલેશન મોડને બંધ કરી દેવો જોઈએ, આમ કરવાથી ગાડીની ગરમ હવા વેન્ટીલેશનની મદદથી બહાર નીકળી જશે. ત્યાર બાદ જયારે ગાડીની હવા ઠંડી થઈ જાય છે ત્યારે આપે ફરીથી ગાડીમાં રીસર્ક્યુલેશન મોડને સ્ટાર્ટ કરી દેવો જોઈએ. જેના લીધે ગાડીની અંદરની ઠંડી હવા સતત સર્ક્યુલેટ થતી રહે.
ગાડીને નિયમિત રીતે મેન્ટેનન્સ કરો.:
આપે આપની ગાડીને નિયમિત રીતે ગાડીની અને એસીને મેન્ટેન કરો. જો એસીમાં કોઈ સમસ્યા હોય છે તો તેને તરત જ કોમ્પ્રેસરની તપાસ કરાવી લેવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગાડીની એવરેજ વધારવા માંગો છો? અપનાવો આ સરળ ઉપાય."
ટિપ્પણી પોસ્ટ કરો