પેઢામાંથી નિકળતા લોહીને બંધ કરવા અપનાવો આ ઉપાયો, થઇ જશે રાહત

પેઢામાંથી લોહી નીકળવું એ આમ તો સામાન્ય વાત છે,પણ તેની કાળજી લેવી જરૂરી છે.ઘણી વખત,કંઈક ખાવાના કારણે અથવા તો દાંત સાફ કરવા દરમિયાન પેઢામાં ઈજા થવાને કારણે લોહી વહેવું શરૂ થાય છે.

image source

ઘણી વખત આપણે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને સામાન્ય ગણાવીએ છીએ,પરંતુ જો તે વધે તો તે ભવિષ્યમાં ગંભીર રોગનું સ્વરૂપ પણ લઈ શકે છે.આવી સ્થિતિમાં જો તમે બ્રશ કરતી વખતે થૂંકમાં લોહી જોશો તો સાવચેત રહો.ઘરેલું ઉપચારો દ્વારા પણ તમે આ સમસ્યાને દૂર કરી શકો છો,પરંતુ જો સમસ્યા વધે તો ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

જાણો પેઢામાંથી નીકળતા લોહીને દૂર કરવાના ઉપાયો

image source

-ખાટાં ફળોનું સેવન કરવાથી પેઢા સ્વસ્થ રહે છે.વિટામિન સીની ઉણપને કારણે,પેઢામાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે.આવી સ્થિતિમાં તમે ખાટાં ફળો અને વિટામિન સી વાળા શાકભાજી ખાવાથી પેઢાની આ સમસ્યાને દૂર કરી શકો છો.

-દૂધમાં હાજર કેલ્શિયમ એ એક એવું તત્વ છે જે ખાસ કરીને આપણા દાંત અને પેઢા માટે જરૂરી છે. પેઢા અથવા ઘણી તકલીફો સંબંધિત સમસ્યાઓ પાછળ કેલ્શિયમની અછત હોય શકે છે.આ સ્થિતિમાં દૂધનું સેવન કરવાથી કેલ્શિયમની સમસ્યાને દૂર કરી શકાય છે.

image source

-કાચા શાકભાજી ખાવાથી પણ પેઢા સ્વસ્થ પણ રહે છે અને દાંત પણ ચમકતા રહે છે.

-જો તમને પેઢાથી સંબંધિત સમસ્યા છે,તો બેકિંગ સોડાનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે,જે મોંને સાફ કરે છે,સાથે સાથે મોંની ગંધ પણ દૂર કરે છે.

-લવિંગનો ઉપયોગ કરવો જેટલું સરળ છે,તેટલું જ તે વધુ ફાયદાકારક છે.લવિંગના તેલથી પેઢાની માલિશ કરવાથી પેઢા તંદુરસ્ત બને છે.લવિંગથી દાંતને લગતી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

image source

-આમ જોઈએ તો દરેક વ્યક્તિઓને પાન ખુબ જ પસંદ હોય છે.એ પછી મહિલા હોય કે પુરુષ બધા પાનના દીવાના હોય છે.કારણ કે આ સ્વાદમાં પણ સારું હોય છે અને શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

-તમે પાનમાં મરીનો ભૂકો નાખી તેનું સેવન કરો છો,તો તે તમારું જાડાપણું પણ દૂર કરે છે અને પેઢામાંથી નીકળતા લોહીને પણ રોકે છે.તમારા મોમાં ચાંદા પડ્યા હોય,તો પણ પાન ખાવાથી તે દૂર થાય છે.પાન ખાવાથી ડાયાબિટીસ દૂર થાય છે.

image source

-તમારા મોમાં એક ચમચી નાળિયેર તેલ નાખો અને લગભગ દસથી પંદર મિનિટ સુધી કોગળા કરો.તમારે આ ઉપાય દિવસમાં એકવાર કરવો જોઈએ.નાળિયેર તેલમાં કુદરતી હીલિંગ ગુણધર્મો હોવાને કારણે, પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાથી રાહત મળે છે.આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણ પણ શામેલ છે,જે મોંના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

-મીઠાવાળું પાણી મોંની બધી સમસ્યાઓ દૂર કરે છે.આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખો. હવે આ પાણીથી કોગળા કરો.આ ઉપાય દિવસમાં બે થી ત્રણ વાર કરો.આ ઉપાય કરવાથી પેઢામાંથી લોહી નીકળવાની સાથે ગળામાં દુખાવો અને અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.

image source

-તમારી આંગળીઓ પર થોડું મધ લો અને તેની પેઢા પર હળવા હાથથી મસાજ કરો.દિવસમાં બે વાર આ ઉપાય કરવાથી તમને જલ્દી રાહત મળશે.મધ એન્ટી બેક્ટેરિયલનું કામ કરે છે જે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા ઘટાડે છે.ઉપરાંત તેના ઉપચાર અને બળતરા વિરોધી ગુણધર્મો પણ પેઢામાં થયેલા સોજાને દૂર કરી રાહત આપે છે.

image source

-તમને આ જાણીને જરૂર આશ્ચર્ય થશે,પરંતુ ટી-બેગ પણ પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે.તેનો ઉપયોગ કરવા માટે,એક કપ ગરમ પાણીમાં ટી-બેગ મૂકો અને તેને દસથી પંદર મિનિટ માટે રહેવા દો.હવે ટી-બેગ કાઢો અને તેને ઠંડુ થવા દો.હવે ટી-બેગને તમારા પેઢા પર લગાવો અને પાંચ મિનિટ માટે રહેવા દો.આ ઉપાય કરવાથી પણ તમારા પેઢામાંથી નીકળતું લોહી બંધ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "પેઢામાંથી નિકળતા લોહીને બંધ કરવા અપનાવો આ ઉપાયો, થઇ જશે રાહત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel