લોકડાઉનમાં બહુ વધી ગયુ છે વજન? તો ચિંતા કર્યા વગર ફોલો કરો આ ટિપ્સ, અઠવાડિયામાં ઉતરી જશે સડસડાટ વજન

અમે સમજી શકીએ છીએ કે ઘરમાં બેસી-બેસીને તમારું વજન અને કમર બંને વધી ગયા છે.જ્યારે અનલોક 3 માં જીમ ખુલી ગયા હતા,ત્યારે તમે શક્ય તેટલા ઝડપથી મેહનત કરીને આ વધેલા વજનમાંથી છૂટકારો મેળવવા માંગતા હતા.પણ કાળજીપૂર્વક ! ક્યાંય આ ઉતાવળ તમારી કિડની માટે મુશ્કેલી તો ઉભી નથી કરતી ને ?

image source

જો તમે લોકડાઉન પછી ફરીથી જીમમાં જાવ છો અથવા જવાનું વિચારી રહ્યા છો,તો પછી અમે તમને તે બાબતે થોડી માહિતી આપીશું.અમે જાણીએ છીએ કે તમે જીમમાં પાછા જવા માટે ખૂબ જ ઉત્સુક છો પણ તમારી બેદરકારી તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.આ સમય પછી વર્કઆઉટ કરવાથી તમારા શરીર પર , ખાસ કરીને તમારી કિડની પર આડઅસર થઈ શકે છે .

રાબડોમયોલેસિસ

image source

આ એક કિડની ડિસઓર્ડર છે ,જે ખૂબ જ વર્કઆઉટ કરવાથી થાય છે.જ્યારે તમે ખૂબ લાંબા સમય પછી કસરત કરો છો ,ત્યારે સ્નાયુઓને અસર થાય છે.વધારે વર્કઆઉટ્સ કર્યા પછી સ્નાયુઓને નુકસાન થાય છે , જેના કારણે આપણે પીડા ,અકડાવુ અને થાક અનુભવીએ છીએ .પરંતુ જો આ નુકસાન વધારે હોય તો રાબડોમયોલેસિસ થઈ શકે છે.

રાબડોમયોલેસિસ એટલે શું ?

image source

પેશીના નુકસાન પર માયોગ્લોબિન નામનું પ્રોટીન પેશીઓમાંથી મુક્ત થાય છે અને લોહીના પ્રવાહમાં ભળી જાય છે.મ્યોગ્લોબિન સ્નાયુઓમાં વધારાના ઓક્સિજન તરીકે કાર્ય કરે છે.પરંતુ જ્યારે લોહીમાં ભળી જાય છે, ત્યારે તે કિડની પર આડઅસર કરે છે.

રાબડોમયોલેસિસના લક્ષણો શું છે ?

image source

એક હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર “રાબડોમયોલેસિસના લક્ષણોમાં પેટની નીચેના ભાગમાં પીડા , નબળાઇ ,ખેંચાણ ,ઘાટ રંગનો પેશાબ અને ખૂબ જ ઓછો પેશાબ થવાનો સમાવેશ થાય છે.” કેટલીકવાર દર્દીઓનું લીવર પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.

શા માટે રાબડોમયોલેસિસ થાય છે ?

image source

જ્યારે તમે તમારા સ્નાયુઓ પર વધારે દબાણ કરો છો,ત્યારે સ્નાયુઓમાં નુકસાન થાય છે જેના કારણે રાબડોમયોલેસિસ થાય છે.ખોટી કસરત ,માર્ગદર્શન વિના વર્કઆઉટ્સ પણ રાબડોમયોલેસિસની સમસ્યાને વધારે છે.

દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે.તેમની ચયાપચય ,કેલરી આવશ્યકતા અને સ્નાયુઓની શક્તિ અલગ હોય છે.આવી સ્થિતિમાં,માર્ગદર્શન વિના કસરત ન કરવી જોઈએ.માર્ગદર્શન વગર કસરત કરવાથી તમારા શરીરમાં વજન ઘટવાના બદલે વધી જાય છે અને તે શરીર માટે નુકસાનકારક પણ સાબિત થાય છે.

જો લોકડાઉનના સમયમાં તમે ઘરે વર્કઆઉટ કરતા હતા,તો જીમમાં કોઈ સમસ્યા નહીં આવે

image source

જો તમે લોકડાઉન દરમિયાન તમારા વર્કઆઉટ અનુસરી રહ્યા હતા,તો પછી તમને જીમમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.જો કે,એક અઠવાડિયા માટે તમારી કસરત ઓછી રાખો અને ધીમે ધીમે જૂની રૂટિન પ્રમાણે કસરત કરો.જેથી તમને કોઈ થાક પણ નહીં લાગે અને તમારા શરીરમાં કોઈ આડઅસર પણ નથી થાય.તરત જ શરીર પર ખેંચાણ ન કરો,તમારા વર્કઆઉટ્સની ટેવમાં ધીરે ધીરે પાછા ફરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "લોકડાઉનમાં બહુ વધી ગયુ છે વજન? તો ચિંતા કર્યા વગર ફોલો કરો આ ટિપ્સ, અઠવાડિયામાં ઉતરી જશે સડસડાટ વજન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel