કોરોના મહામારીમાં સામે આવી સોનુ સૂદની દરિયાદિલી, હવે કર્યું આ મોટું કામ
કોરોના મહામારીના કારણે લાગૂ કરાયેલા લોકડાઉનમાં જો ભારતમાં કોઇ વ્યક્તિનું નામ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે તો તે છે બોલિવૂડ એક્ટર સોનુ સૂદ. જેમણે અનેક લોકોને મદદ કરીને એક તેવું ઉદાહરણ પુરું પાડ્યું છે જે હજી સુધી અવિરત ચાલું છે. અભિનેતા સોનૂ સુદે ગત થોડા સમયથી સતત કોઇને કોઇને મદદ કરી રહ્યા છે.
તેમણે હજારો પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડ્યા છે.તો એક પરિવારને ટ્રેક્ટર ભેટમાં આપ્યું છે જેથી તેઓ તેમનું કામ સળતાથી કરી શકે અને પરિવારની દીકરીઓ ભણી શકે. આ તમામ સત્કાર્યો બાદ હવે આ સારા કામને આગળ વધારતા સોનુ સુદે પંચકૂલાના મોરની વિસ્તારના એક ગામમાં બાળકોને ભણવામાં મદદ કરી છે.
સોનુ સુદે આ બાળકોને ભણવા માટે મોબાઇલ ફોન ભેટ કર્યો છે. જેથી બાળકો પોતાના ઘરે રહીને ઓનલાઇન ભણી શકે. સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પવન જૈન જણાવ્યું કે અમારા મોરની વિસ્તારના બાળકો કોટી ગામની સરકારી સ્કૂલમાં ભણે છે. કોરોના મહામારીમાં તેમની પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તેમના ઓનલાઇન ક્લાસીસ લઇ શકાતા નથી. સોનુ સુદે આ બાળકોને ભણવા માટે મોબાઇલ ફોન ગિફ્ટમાં આપ્યો છે. જેથી બાળકો પોતાના ઘરે રહીને ઓનલાઇન ભણી શકે.
પહેલાં બાળકોને આવતી હતી આ સમસ્યા
ફોન ન હોવાના કારણે કેટલાક બાળકોને ભણવામાં મુશ્કેલી આવી રહી હતી. આ વાતની જાણ થતાં જ સોનુ સૂદે ફોન ગિફ્ટ કર્યા. કેટલાક બાળકોને 4થી 5 કિલોમીટર રોજ ચાલીને બીજા બાળકોના ઘરે ભણવા જવું પડતું હતું.
જેથી તે બીજા બાળકોના ફોનને સહારે ભણી શકે. પવન જૈને કહ્યું કે જ્યારે સોનુ સૂદને આ મામલે જાણકારી મળી તો તેમણે ચંદીગઢમાં રહેતા તેમના મિત્ર કરણ લૂથરાને સંપર્ક કર્યો અને આ બાળકોને મોબાઇલ ફોન અપાવ્યો. જે પછી તમામ બાળકોએ એક સાથે સોનુ સુદનો આભાર વ્યક્ત કર્યો છે.
મોરની વિસ્તારનું કોટી ગામ હિમાચલની સીમાની પાસે આવેલા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ મુશ્કેલી છે અને બાળકો પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તે ભણી નહતા શકતા. સોનુ સુદને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે મિત્ર દ્વારા બાળકોને મોબાઇલ ફોન મોકલ્યા જેથી તેમના ભણવામાં કોઇ વાંધો ન આવે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોના મહામારીમાં સામે આવી સોનુ સૂદની દરિયાદિલી, હવે કર્યું આ મોટું કામ"
ટિપ્પણી પોસ્ટ કરો