અમિતાભ બચ્ચનથી લઈને શક્તિ કપૂર સુધી, આ કલાકારોની મોતની અફવાહથી મચી ગયો હતો હોબાળો

દર વર્ષે બોલીવુડના કોઈને કોઈ કલાકારના નિધનની ખબર આવતી હોય છે,પણ આ વર્ષે આપણે એક બે નહિ પણ ઘણા કલાકારો ગુમાવ્યા. હજી સુશાંત સિંહ રાજપૂતની ખબરે કોઈને આઘાતમાંથી બહાર પણ નથી આવવા દીધા કે સોમવારે ૧૭ ઓગસ્ટે ભારતીય સિનેમાએ એક અન્ય કલાકારને ગુમાવ્યો. બોલીવુડના અભિનેતા, નિર્માતા અને નિર્દેશક નિશિકાંત કામતનું નિધન થઇ ગયું. નિશિકાંત લિવર સીરોસીસથી ગ્રસ્ત હતા. સૌથી શર્મનાક વાત તો એ હતી કે એમના નિધન પહેલાથી જ એમના મોતની અફવાહ ઉડવા લાગી હતી. જોકે, આ પહેલી વાર નથી કે જયારે કોઈ કલાકારના નિધન પહેલા જ એમના મોતની અફવાહ ઉડવા લાગી હતી. આ પહેલા પણ ઘણા કલાકારોના મોતની અફવાહ ઉડી ચુકી છે, અને આજે પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તમને જણાવીએ કોણ છે આ કલાકારો.

દિલીપ કુમાર


ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર ૯૭ વર્ષના છે અને ઘણીવાર એમની તબિયત ખરાબ થઇ જાય છે. એટલે એમને ઘણીવાર હોસ્પિટલ જવું પડે છે. દિલીપ ઈલાજ માટે જેવા હોસ્પિટલ જાય છે સોશ્યલ મીડિયા પર એ,એમના અફ્વાહની ખબરો ઉડવા લાગે છે. જણાવી દઈએ કે દિલીપ કુમાર ઘણી વાર શ્વાસની તકલીફ, નીમોનીયાની સમસ્યાને કારણે હોસ્પીટલમાં દાખલ થઇ ચુક્યા છે. એમની તબિયત ઘણીવાર ખરાબ થઇ જાય છે, પણ હજી એ સ્વસ્થ છે.

લતા મંગેશકર


હિન્દી સિનેમાની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર પણ એવી અફ્વાહોની શિકાર થઇ ચુકી છે. લતા દીદીના નામથી જાણીતી ગાયિકા સોશ્યલ મીડિયા પર પોતાના ફેંસ સાથે જોડાયેલી રહે છે. એક વાર સ્વાસ્થ્યને લઈને લતાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એ દરમિયાન સોશ્યલ મીડિયા પર એમના મોતની અફવાહ સાંભળવા મળી હતી. આ અફ્વાહનું ખંડન ખુદ લતા મંગેશકરે કયું હતું. જણાવી દઈએ કે ગયા વર્ષે પણ લતાજીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો સોશ્યલ મીડિયા પર એમની મોતની અફવાહ સાંભળવા મળી હતી.

શક્તિ કપૂર


બોલીવુડના દમદાર એક્ટર અને મશહુર વિલેન શક્તિ કપૂર પણ આ અફ્વાહથી નથી બચ્યા. જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫ માં વોટ્સઅપ પર આવી અફવાહ વાયરલ થઇ હતી કે શક્તિ કપૂરનું ખંડાલા જતા સમયે એક કાર દુર્ઘટનામાં મોત થઇ ગઈ હતી. એ પછી શક્તિ કપૂરે ખુદ આ વાતની સચ્ચાઈ જણાવી હતી.

મુમતાજ


હિન્દી સિનેમાની ખુબસુરત અને લેજેન્ડરી એક્ટર મુમતાજની મોતની ખબર ઘણીવાર સોશ્યલ મીડિયા પર સાંભળવા મળે છે. આ વર્ષે જ મે મહિનામાં એક વાર ફરી મુમતાજના નિધનની અફવાહ સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. ઘણીવાર આ અફ્વાહને મુમતાજ અવગણી દે છે,પણ આ વખતે તો એમણે આની પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મુમતાજે એની પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું એકદમ ઠીક છું, અને હજી જીવિત છું. મને સમજ નથી પડતી કે કેમ કોઈ જાણી જોઇને આવું કરી રહ્યું છે. શું આ એક મજાક છે? ગયા વર્ષે આવી અફવાહોને મારા પરિવારને પરેશાન કરી દીધી હતી. બધાએ મને ફોન કર્યા હતા.મારી દીકરીઓ, પૌત્ર પૌત્રીઓ, અને મારા પતિ બધા લંડનમાં છે, એ બધા પરેશાન થઇ જાય છે.

કાદર ખાન


પોતાની કોમેડીથી લોકોને હસાવનારા કાદર ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. વર્ષ ૨૦૧૮ માં એમણે છેલ્લા શ્વાસ લીધા હતા, પણ વર્ષ ૨૦૧૩ માં કોઈએ સોશ્યલ મીડિયા પર એમના મોતની અફવાહ ઉડાડી હતી.એ પછી કાદર ખાને ખુદ આ અફ્વાહને ખોટી જણાવતા કહ્યું હતું કે હજી એ સહી સલામત છે. જણાવી દઈએ કે આ અફવાહથી એમના પરિવારના ખુબજ પરેશાન થઇ ગયા હતા.

ફરીદા જલાલ


હિન્દી સિનેમામાં માં નો રોલ કરવાવાળી ફરીદા જલાલએ ટીવી પર શરારતી નાનીનો રોલ કરીને બધાનું દિલ જીતી લીધું હતું. જોકે, એ પણ પોતાની મોતનો શિકાર બની ચુકી છે. વર્ષ ૨૦૧૭ માં ફરીદા જલાલની એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી જેમાં લખ્યું હતું RIP ફરીદા જલાલ. આ અફવાહ ઉડતા જ બધા એમના નિધન પર દુઃખ વ્યકત કરવા લાગ્યા હતા. એવામાં ફરીદા જલાલે ખુદ સામે આવીને એ વાતનું ખંડન કર્યું હતું. ફરીદા જલાલે કહ્યું હતું કે હું નથી જાણતી કે આ અફવાહ કેવી રીતે ફેલાઈ. પહેલા તો મને આ ખબર પર ખુબ જ હસવું આવ્યું, પણ જયારે અડધા કલાક સુધી સતત મારો ફોન વાગતો રહ્યો તો પછી હું પરેશાન થઇ ગઈ.

અમિતાભ બચ્ચન


સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણી વાર હોસ્પીટલમાં દાખલ થઇ ચુક્યા છે અને એમના મોતની ખબર પણ સામે આવી ચુકી છે. જોકે, એક વાર અમિતાભ બચ્ચન માટે એ અફવાહ ઉડાડવામાં આવી હતી કે અમેરિકામાં એક કર દુર્ઘટનામાં એમનું મોત થઇ ગયું. જોકે, બીગ બી એ આ અફવાહો પર કોઈ પ્રતિક્રિયા નહતી આપી, પણ ફેંસ આ વાતથી એકદમ પરેશાન થઇ ગયા હતા.

0 Response to "અમિતાભ બચ્ચનથી લઈને શક્તિ કપૂર સુધી, આ કલાકારોની મોતની અફવાહથી મચી ગયો હતો હોબાળો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel