કૂતરું તમારી પર એટેક કરે છે, તો ભાગવાના બદલે કરી લો આ કામ
વિચારો કે તમે સવારે ફરવા નીકળ્યા છો કે બાઇક રાઇડ કરી રહ્યા છો, આ સમયે કોઇ ડોગ તમારો પીછો કરી રહ્યો છે તો તમે શું કરશો? કદાચ વિચારીને તમે ડરી જશો. પણ આ સિચ્યુએશન કોઇની પણ સાથે બની શકે છે. આ કંડીશનથી છૂટકારો મેળવવા માટે શું કરવું તેનો તમને ખ્યાલ હોવો જોઇએ. જેથી કોઇપણ વિચિત્ર ઘટનાથી બચી શકાય. અમે આપને જણાવી રહ્યા છીએ કે આ સમયે શું કરવું અને શું નહીં.
પોતાને આ 12 રીતે બચાવો ડોગના એટેકથી
જો કૂતરું તમારી પાછળ ભાગે છે કે ભસે છે તો ડરીને ભાગવાની કોશિશ ન કરો. કોઇ પત્થર કે બેલ્ટથી તેને દૂર ખસેડવાની કોશિશ કરો.
કોઇ ઓબ્જેક્ટથી કૂતરાનું ધ્યાન હટાવવાની કોશિશ કરો. જેમકે ટોય, વોટર બોટલ તેને ચાવવા માટે આપો.
હજી પણ કૂતરો ગુસ્સામાં પીછો નથી છોડી રહ્યો તો તેનો સામનો કરવાનો રહે છે. ઊંચા અવાજથી તેને ડરાવવાની કોશિશ કરો.
કૂતરું હજી પણ ડરી રહ્યું નથી તો જે હાથમાં આવે તેનાથી એટેક કરો. કંઇ ન મળે તો કૂતરાના ગળા, નાક કે માથાની પાછળ જોરથી કિક મારો.
મદદને માટે અવાજ લગાવો. જેથી કંડિશન કંટ્રોલ બહાર થાય તે પહેલાં અન્યની મદદ મળી શકે.
આસપાસ નજર કરો. જો કોઇ સ્ટિક મળે તો તેનાથી કૂતરાને મારો, ધ્યાન રાખો કે તેના માથા પર એટેક ન કરો.
જો તમે ગભરાઇને જમીન પર પડી જાવ છો કો બચવા માટે ઘૂંટણને માથા સાથે અડાવીને ચહેરો છુપાવો. કારણ કે કૂતરું ચહેરા, ગળા અને છાતી પર પહેલાં એટેક કરે છે.
તમામ કોશિશ બાદ પણ કૂતરું તમને કરડી જાય છે તો તે જગ્યાને હાથથી દબાવી રાખો. ત્યાં કોઇ કપડું, રૂમાલ બાંધો જેથી લોહી વહેતું અટકી શકે.
ભલે માઇનર બાઇટ હોય, પણ ઇન્ફેક્શનનો ખતરો તો રહે જ છે. તેથી તરત જ મેડિકલ હેલ્પ લો.
ડ્રેસિંગ બાદ પણ ઘાની આસપાસ રેડનેસ, સોજો, પસ કે ઇન્ફેક્શન નોટિસ થાય છે તો તરત ડોક્ટરને કોન્ટેક્ટ કરો.
એટેક કરવાવાળું કૂતરું પાલતુ છે કે નહીં તે જાણો. તેના ઓનરથી વાત કરો કે તેઓએ તેને દરેક ઇન્જેક્શન લગાવડાવ્યા છે કે નહીં. જેથી રેબિઝનો ડર ન રહે.
જો કૂતરું સ્ટ્રીટ ડોગ છે તો તેને એ વિસ્તારથી હટાવવું આવશ્યક છે. તરત ઓથોરિટીને કોન્ટેક્ટ કરો. જેથી એક્શન લઇ શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કૂતરું તમારી પર એટેક કરે છે, તો ભાગવાના બદલે કરી લો આ કામ"
ટિપ્પણી પોસ્ટ કરો