નોકરી કે પછી બિઝનેસ, પહેલા જાણી લો હથેળી પરથી આ રીતે કે તમને શેમાં મળશે સફળતા
હસ્ત રેખા શાસ્ત્રમાં જણાવ્યા મુજબ હથેળી પર ઘણા પ્રકારની અલગ અલગ રેખાઓ અને આકૃતિઓ બનેલ હોય છે. એનું જ અધ્યયન કરીને કોઈ વ્યક્તિના ભાગ્ય, સ્વાસ્થ્ય, લગ્ન, બાળકો અને સુખ સુવિધાઓ વિષે જાણકારી મેળવી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ હથેળી પર કેટલીક એવી ખાસ પ્રકારની રેખાઓ હોય છે જે ખુબ જ ભાગ્યશાળી વ્યક્તિઓની હથેળી પર બનેલ હોય છે. હથેળી પર સૂર્ય રેખા અને ગુરુ પર્વતનું ખાસ મહત્વ હોય છે. ગુરુ પર્વત પર બનેલ શુભ નિશાનથી પ્રગતિનો યોગ બને છે. જયારે સૂર્ય રેખા પર બનેલ શુભ નિશાન અને રેખાથી નોકરી અને બિઝનેસમાં સફળતાનો યોગ હોય છે.
હસ્ત રેખા શાસ્ત્ર મુજબ હથેળી પર ગુરુ પર્વતને ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. ગુરુ પર્વત તર્જની આંગળી એટલે કે ઇન્ડેક્સ ફિંગરની નીચેના ભાગમાં બનેલ હોય છે. ગુરુ પર્વત પર જો એક કે એના કરતા વધારે રેખાઓ હોય છે તો વ્યક્તિને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે.
જો કોઈ વ્યક્તિની હથેળીમાં મંગળ, સૂર્ય અને બુધ પર્વતમાં ઉભાર હોય છે તો તેવી વ્યક્તિ ડોક્ટર બને છે અને પોતાના કામના લીધે ખુબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે.
હથેળી પર સૂર્ય પર્વતનું ખાસ સ્થાન હોય છે આવામાં જો કોઈની હથેળીમાં સૂર્ય પર્વત ઉભરી રહેલ જોવા મળે છે તો આવી વ્યક્તિને સરકારી નોકરી અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલ કામ કરે છે તો ખુબ જ સફળતા મળે છે.
જે વ્યક્તિઓની હથેળી પર શુક્ર પર્વતમાં ઉભાર જોવા મળે છે તેવી વ્યક્તિઓ ફેશન સાથે જોડાયેલ વ્યવસાય કે નોકરીમાં ખુબ જ સફળતા મેળવે છે.
જો કોઈ વ્યક્તિની હથેળીમાં ચન્દ્રમાનું સ્થાન ઉભરી રહેલ જોવા મળે છે તો આવી વ્યક્તિઓ કલા, લેખન, પત્રકારિતા અને સાહિત્ય ક્ષેત્રમાં ખુબ આગળ વધે છે અને પોતાની અલગ ઓળખ બનાવી લે છે.
જો કોઈ વ્યક્તિની હથેળીમાં મણીબંધ થી નીકળીને કોઈ સીધી રેખા શનિ પર્વત સુધી પહોચી જાય છે તો આવી વ્યક્તિ ઉચ્ચ અધિકારી બને છે.
જો કોઈ મહિલાની હથેળી ચપટી અને પાતળી હોય છે આ સાથે જ બુધ પર્વત પર ઉભી રેખાઓ બનેલ હોય છે તો આવી મહિલા નર્સના વ્યવસાયમાં પોતાનું કરિયર અજમાવે છે.
આ સાથે જ અન્ય પણ કેટલીક એવી હસ્ત રેખાઓ કે પછી શુભ ચિન્હ જોવા મળે છે જેના લીધે વ્યક્તિનું જીવન પૂરેપૂરું પણ બદલાઈ શકે છે. હસ્ત રેખા શાસ્ત્રમાં આપવામાં આવેલ જાણકારી પ્રમાણે કોઈ પણ વ્યક્તિના જીવનના ઘણા બધા ભાગ વિષે સરળતાથી જાણી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "નોકરી કે પછી બિઝનેસ, પહેલા જાણી લો હથેળી પરથી આ રીતે કે તમને શેમાં મળશે સફળતા"
ટિપ્પણી પોસ્ટ કરો