ફક્ત ૧૪ વર્ષના છોકરાને મગર ખેંચીને પાણીમાં લઇ ગયો અને પછી થોડા દિવસ પછી બની એવી ઘટના જેના વિશે સાંભળીને તમે પણ થઇ જશો હેરાન..

ગુજરાતનાં કેટલાંક ગામોમાં ગ્રામજનો ખતરનાક ગણાતા મગરની અડોઅડ જ રહે છે. મગર સામે લડવાની તાકાત લગભગ કોઈ પણ વ્યક્તિમાં હોતી નથી. મગર એક ખુબ જ ખતરનાક ગણાય છે. આજે અમે તમને એક એવી દુખદ ઘટના વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તો ચાલો જાણી લઈએ એ ઘટના કયાની છે અને ત્યાં નદી કિનારે રમતા બાળક સાથે શું ઘટના ઘટી એના વિશે વિસ્તારમાં..

image source

આ દુ:ખદ ઘટના મલેશિયાની છે. જ્યાં રહેતો 14 વર્ષનો એક છોકરો થોડા સમય માટે ગાયબ ગયો હતો. આ છોકરો નદીના કિનારે કામ કરી રહ્યો હતો અથવા તો રમી રહ્યો હતો. બરાબર તે જ સમયે મગરે તેને પાણીમાં ખેંચી લીધો. આ ઘટના પછી તે છોકરાના કાકી તેને શોધવા લાગ્યા તો નદી કિનારે પહોંચી તો તેણે જોયુ કે, ત્યાં પડેલા મગરનું પેટ ફૂલાયેલુ હતું. ત્યાર બાદ તેણે તરત જ મદદ માટે લોકોને બોલાવ્યા અને તે પછી ખુબ જ દર્દનાક કિસ્સો બન્યો છે.

image source

કિનારા પર રમતા છોકરાને પાણીમાં ખેંચી ગયો મગર

આ છોકરો ફક્ત 14 વર્ષનો જ છે અને જેનું નામ રિકી ગાન્યા છે, જે મલેશિયાના કુચિંગ વિસ્તારમાં નદી કિનારે કામ કરી રહ્યો હતો, અચાનક ત્યાં નદી માંથી 14 ફૂટ લાંબો મગર આવ્યો અને તેનો પગ ખેંચી પાણીમાં લઈ ગયો.

image source

4 દિવસ પછી બની આ ઘટના

થોડી વાર પછી તેના કાકી તે છોકરાને શોધતા શોધતા નદી કિનારા પર આવ્યા અને જોયું તો હૈરાન રહી ગયા. તેમણે આ ઘટના જોઈ ગામના લોકોને મદદ માટે બોલાવ્યા. જો કે, મગરને પકડવાની તમામ કોશિશ બેકાર ગઈ હતી. આખરે ચાર દિવસ બાદ આ મગર મરઘીની લાલચે પકડાયો હતો. ત્યાર બાદ ગામ લોકોએ આ મગર ને પાણી માંથી બહાર કાઢ્યો હતો.

સ્થાનિક લોકોએ તરત જ મગરને કાપી નાખ્યો. ત્યારે જાણવા મળ્યુ કે, મગરના પેટ માંથી રિકી ગાન્યાના કપડા અને શરીરના ટુકડા મળ્યા હતા. બચાવ કાર્ય કરનારા લોકોએ જણાવ્યુ હતું કે, આ ઘટના સ્થળથી મગરને પાંચ કિમી દૂરથી પકડ્યો છે. બચાવકાર્યના કર્મચારીઓ આ બાળકના શરીર ના અંગો મગરના પેટ માંથી કાઢ્યા પછી પરિવારના લોકોને આપ્યા અને તેમણે અંતિમ સંસ્કાર કર્યો હતા.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ફક્ત ૧૪ વર્ષના છોકરાને મગર ખેંચીને પાણીમાં લઇ ગયો અને પછી થોડા દિવસ પછી બની એવી ઘટના જેના વિશે સાંભળીને તમે પણ થઇ જશો હેરાન.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel