આ તારીખથી ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, જેમાં આ શહેરોના લોકો તો ખાસ ચેતી જજો
-ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચમાં અતિભારે વરસાદની સંભાવના
-અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, મોરબી, દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના.
-અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના.

ગત જુલાઈ મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.પણ ચાલુ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં જ નોંધનીય વરસાદ પડ્યો છે. તેવા સમયમાં આવનાર પાંચ દિવસ એટલે કે ૫ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી દરિયામાં સાઈકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના લીધે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં આવનાર પાંચ દિવસ એટલે કે ૫ ઓગસ્ટથી ૯ ઓગસ્ટના સમયગાળામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ અમદાવાદ, વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પંથકોમાં અતિભારે વરસાદની આગાહી.:

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, તાપી, સુરત અને ભરૂચ સહિતના કેટલાક વિસ્તારોમાં અતીભ્રે વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકમાં ગીર- સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જીલ્લામાં પણ અતિભારે વરસાદ આવવાની સંભાવના દર્શાવી છે.
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના.:

હવામાન વિભાગ તરફથી મળેલ જાણકારી મુજબ ગુજરાતમાં નર્મદા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્ર નગર, પોરબંદર અને બોટાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપાદ્રષ્ટિ :

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે આજ રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની મહેરબાની થવા પામી છે. આજ રોજ વહેલી સવારના સમયથી જ ગીર- સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં એક ઈંચથી પાંચ ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ પડી ગયો છે. આજે સારો વરસાદ આવવાના લીધે જગતના તાત એવા ખેડૂતો ખુબ જ ખુશ થઈ ગયા છે. ઉપરાંત આજ રોજ વરસાદ આવવાના લીધે કેટલાક વિસ્તારો એટલે કે, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાં આવેલ મોટાભાગની નદીઓમાં ઘોડાપુર પણ આવી ગયા છે.

ગુજરાત રાજ્યમાં ગત મહીને એટલે કે જુલાઈ મહિના દરમિયાન જરૂરિયાત જેટલો પણ વરસાદ પડી શક્યો નથી જયારે હવે એ જોવાનું રહેશે ચાલુ મહિના એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં આવનાર પાંચ દિવસો દરમિયાન વરસાદ આગાહી કરવામાં આવી છે તેમજ ઓગસ્ટ મહિના દરમિયાન કેવો વરસાદ રહેશે તે હવે જોવું રહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ તારીખથી ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, જેમાં આ શહેરોના લોકો તો ખાસ ચેતી જજો"
ટિપ્પણી પોસ્ટ કરો