દીકરો-દીકરી એક સમાન, આ દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કરવા કરી જીદ્, અને કહ્યું કે…
પ્રાચીન કાળથી દીકરીઓના જન્મને એક ‘અભિશાપ’ ગણીને ભારતીય સમાજમાં તેને ધિક્કારવામાં આવે છે. પરંતુ જો આપણે ભારતીય સમાજના લોકો એકવાર વિચારીને જોઈએ તો શું સ્ત્રી વગર દુનિયામાં પુત્રનો જન્મ શક્ય છે ? શું સ્ત્રી વગર આ દુનિયામાં મનુષ્ય જીવનનું અસ્તિત્વ શક્ય છે ? જો આપણે જવાબ ‘ના’ હોય, તો શા માટે સમાજમાં સ્ત્રીહત્યા, ભ્રુણહત્યા, સ્ત્રીઓનું ઘરો, ઓફિસો, સ્કૂલો તેમજ અલગ અલગ જાહેર સ્થળો પર થતું શોષણ વગેરેનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે ? શા માટે સ્ત્રીઓ પર થતા એસિડ અટેક તેમજ બળાત્કારનો દર વધી રહ્યો છે ? પરિવારમા એક દીકરીનો જન્મ થવો એ સમાજ માટે ‘શાપ ‘ નહીં પરંતુ ‘આશીર્વાદ’ સમાન છે.
કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દીકરીના જન્મ થકી જ પૃથ્વી પર મનુષ્ય જીવન શકય બને છે. લોકો પોત પોતાની શ્રધ્ધા અનુસાર તહેવારો પાર અલગ અલગ ‘દેવી માતા’ ના આશીર્વાદ લેવા મંદિરે જતા હોય છે, પરંતુ ઘરની અંદર રહેલી ‘દેવી’ – સ્ત્રીનું અપમાન કરવામાં કે તેની પ્રત્યે ક્રૂર વર્તન કરતી વખતે એક વાર પણ વિચાર કરતા નથી. ખરેખર, સ્ત્રીઓ આ સમાજનો પાયો છે. એક સ્ત્રી જ ભવિષ્યમાં એક દીકરી, એક બહેન, એક માતા, એક પત્ની, અને બીજા અનેક પાત્રો ખુબ જ સુંદરતાથી ભજવી શકે છે.
સામાન્ય રીતે સ્મશાન યાત્રામાં મહિલાઓ નથી જોડાતી અને અંતિમ ક્રિયા પણ પુરૂષો દ્રારા જ સંપન્ન કરવામાં આવે છે. જો કે સમય સાથે આ જુની પરંપરા તૂટી છે. હવે દીકરીઓ પણ દીકરાની જેમ આ ફરજને હિંમતભેર નિભાવે છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં કંઇક આવી જ ઘટના સામે આવી. અહીં પહેલી વખત દીકરીઓએ અંતિમ સંસ્કાર કર્યાં હોવાની ઘટના સામે આવી છે. સ્મશાનમાં હાજર લોકોની આંખ પણ ભીની થઇ ગઇ, જ્યારે ચારેય દીકરીઓએ તેમની માતાને મુખાગ્નિ આપને અંતિમ વિદાય આપી. જો કે આ સમયે કેટલાક લોકોએ દીકરીઓના હસ્તે માના અંતિમ સંસ્કારનો વિરોધ પણ કર્યો. જો કે દીકરીઓએ હિંમતભેર જણાવ્યું કે, “જ્યારે અમે છીએ ત્યારે કોઇ અન્ય શા માટે કામ કાર્ય કરે, આ અમારી ફરજ છે”. મઘ્યપ્રદેશના ગામ ભુંડામુર્રીની નિવાસી પ્રેમિલા બહુ લાંબા સમયથી બીમાર હતી. તેમનું આજે બપોરે નિઘન થઇ ગયું. તેમના પતિનું નિધન બહુ સમય પહેલા જ થઇ ગયું હતું. પ્રેમિલાને કોઇ પુત્ર ન હતો. આ સ્થિતિમાં પ્રેમિલાના અંતિમ સંસ્કાર કોણ કરશે? આ મુદ્દે ગામમાં ચર્ચા થવા લાગી. માના મોતના સમાચાર મળતાં જ દીકરીઓ સાસરીમાંથી પિયર આવી ગઇ હતી. આ સમયે ગામના લોકોએ જણાવ્યું કે, “દીકરીઓ અંતિમ સંસ્કાર ન કરી શકે. કોઇ સંબંધીને બોલાવીને અંતિમ સંસ્કાર કરાવો”
પંચાયતે પણ ઝુકવું પડ્યું દીકરીઓની જિદ્દ પાસે
ગામમાં પંચાયત બેઠી અને દીકરીઓને બોલાવવામાં આવી. જો કે આ સમયે દીકરીઓએ જણાવી દીધું કે, “અમારા રહેતા અમારી માના અંતિમ સંસ્કાર કોઇ બીજા નહીં કરે, આ અમારી ફરજ છે” પંચાયતે દીકરીઓને ખૂબ સમજાવી પરંતુ દીકરીઓ માની નહીં. આખરે પંચાયતે પણ દીકરીઓના પક્ષમાં નિર્ણય કર્યો. ત્યારબાદ દીકરીઓએ ગામના લોકોની મદદથી અર્થી સજાવી તેમજ ગામની પરંપરા મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રાને સ્મશાન સુધી પહોંચાડી હતી. અહીં તેમની દીકરી કૃષ્ણા, લક્ષ્મી, મંજુલતા અને દુર્ગશ્વરીએ પહેલા માની ચિતા સજાવી ત્યારબાદ વિધિવત કર્મકાંડથી માની ચિતાની મુખાગ્નિ આપી. દીકરીઓને હિંમતભેર આ સૌથી કપરૂ કર્મ કરતા જોઇને ત્યાં હાજર બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. લાડકોડથી મોટી થયેલી ‘પાપાની પ્રિન્સેસ’ પોતાની જ દુનિયામાં રહેતી દીકરી લગ્ન પછી તરત જ બીજાની દુનિયાને પોતાની બનાવવામાં ખુદની ઓળખને જ ગુમાવી દે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દીકરો-દીકરી એક સમાન, આ દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કરવા કરી જીદ્, અને કહ્યું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો