કોરોના વાયરસના ખૌફ વચ્ચે આ ટીવી અભિનેત્રીઓ બની માં, ઘરે થયું નાના મહેમાનનું આગમન
છેલ્લા કેટલાક મહીનાથી આખી દુનિયા કોરોના વાયરસના પ્રકોપથી પીડાઈ રહી છે. એના કારણે દેશભરમાં લોકડાઉન પણ લગાવાયું હતું. લોકડાઉન દરમિયાન પણ ટીવી જગતની ઘણી અભિનેત્રીઓના ઘરે ખુશી આવી છે. જી હા, ટીવી અભિનેત્રીઓના ઘરે નાના મહેમાનનું આગમન થયું છે. લોકડાઉન દરમિયાન આ ટીવી અભિનેત્રીઓ માં બની છે.
શિખા સિંહ
શિખા સિંહ ટીવી જગતની સૌથી મશહુર અભિનેત્રીઓમાંથી એક છે. સીરીયલ કુમકુમ ભાગ્ય દ્વારા એને વિશેષ ઓળખ છે. શિખા સિંહ અને એમના પાયલટ પતિ કરણ શાહ હાલમાં જ માતાપિતા બન્યા છે. ૧૬ જૂને સવારે શિખાએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. એમણે પોતાનું દીકરીનું નામ અલાયના સિંહ શાહ રાખ્યું છે.
એકતા કૌલ
દેશભરમાં જયારે કોરોના વાયરસને કારણે લોકડાઉન હતું તો એ દરમિયાન એકતા કૌલ અને એમના પતિ સુમિત વ્યાસ પણ માતાપિતા બન્યા છે. એકતા કૌલે ૪ જૂને એક દીકરાને જન્મ આપ્યો છે. એ પછી આ કપલે સોશ્યલ મીડિયામાં આ ખુશી વ્યક્ત કરી છે. સુમિતે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત જાહેર કરતા લખ્યું કે એકતાએ એક દીકરાને જન્મ આપ્યો છે. અમે બંનેએ એનું નામ વેદ રાખ્યું છે. દીકરાના જન્મ પછી બંનેની ખુશી સાતમાં આસમાને હતી.
ડિમ્પી ગાંગુલી
બિગ બોસમાં ભાગ લઇ ચુકેલી ડિમ્પી ગાંગુલીએ પણ લોકડાઉન દરમિયાન એક બાળકને જન્મ આપ્યો. સોશ્યલ મીડિયામાં એમણે એની માહિતી આપી હતી. ડિમ્પી ગાંગુલી એ એની ઘોષણા કરતા લખ્યું કે ઇસ્ટરની પૂર્વ સંધ્યાએ મારા ઘરે દીકરાનું આગમન થયું છે. હું ૧૧ એપ્રિલના માં બની છું. દીકરાનું નામ અમે આર્યન રોય રાખ્યું છે. નોંધપાત્ર છે કે પહેલાથી જ ડિમ્પી ગાંગુલીની એક દીકરી પણ છે. ડીલીવરીના બે દિવસ પછી ડિમ્પી ગાંગુલીએ પોતાના પતિ રોહિત રોય અને બાળકની તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.
સ્મૃતિ ખન્ના
મેરી આશિકી તુમસે હી ફેમ સ્મૃતિ ખન્ના અને એમના પતિ ગૌતમ ગુપ્તા પણ કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન જ માતાપિતા બન્યા હતા. એમના ઘરે ૧૫ એપ્રિલના નાનકડી પરીનું આગમન થયું. આ વિષે સ્મૃતિએ સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી કે એમને દીકરી થઇ છે. એમના પતિ ગૌતમ ગુપ્તાએ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે એ લોકો જૂહુમાં રહે છે, જયારે હોસ્પિટલ ખારમાં હતી. લોકડાઉન દરમિયાન ડ્રાઈવ કરીને એ લોકો સુરક્ષિત હોસ્પિટલ પહોચ્યા હતા. હાલમાં જ સ્મૃતિએ પોતાની એક મિરર વાળી તસ્વીર પોસ્ટ કરી હતી, એમાં એના ખોળામાં એમની દીકરી પણ હતી. સ્મૃતિ આ ફોટામાં ઘણી પાતળી દેખાઈ રહી હતી.
દિયા ચોપડા
ના આના ઇસ દેશ લાડો, મન કી આવાજ પ્રતિજ્ઞા અને લેફ્ટ રાઈટ લેફ્ટ જેવા ટીવી શો માં કામ કરી ચુકેલી અભિનેત્રી દિયા ચોપડા અને એમના પતિ રિચી મહેતા પણ લોકડાઉન દરમિયાન ૬ એપ્રિલના માતાપિતા બની ગયા. એમના ઘરે નાનકડી પરીનું આગમન થયું, જેનું નામ એમણે સોફિયા મહેતા રાખ્યું છે. દિયાએ ૧૦ ડિસેમ્બરે ૨૦૧૯ માં એક પોસ્ટ કરી હતી, જેમાં એમણે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૦ માં એ ફરી માં બનવાની છે. આ પહેલા દિયા ચોપડાએ ૫ એપ્રિલ ૨૦૧૯ માં એક દીકરાને જન્મ આપ્યો હતો, જેનું નામ એમણે ઇવાન રાખ્યું હતું.
નિરાલી મહેતા
ટીવી સીરીયલ દિલ જી લે જરા માં કામ કરતા સમયે બાલિકા વધુ ફેમ રૂસલાન મુમતાજની નજીક આવી અને એની સાથે લગ્ન કરવાવાળી ટીવી અભિનેત્રી નિરાલી મહેતા પણ કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન જ માં બની છે. એમણે ૨૬ માર્ચે જ એક દીકરાને જન્મ આપ્યો છે. જેનું નામ એમણે રાયન રાખ્યું છે. રૂસલાને સોશ્યલ મીડિયા પર આ ખબર શેર કરતા જણાવ્યું હતું કે કોવીડ ૧૯ ને લીધે એમને દીકરાના જન્મના બીજા જ દિવસે હોસ્પિટલ છોડવી પડી હતી.
0 Response to "કોરોના વાયરસના ખૌફ વચ્ચે આ ટીવી અભિનેત્રીઓ બની માં, ઘરે થયું નાના મહેમાનનું આગમન"
ટિપ્પણી પોસ્ટ કરો