લો બોલો, રામ મંદિર હજુ બન્યુ નથી પણ, લોકો આ વાતને લઇને કરી રહ્યા છે જોરદાર પડાપડી અને…

વર્ષોથી ચાલી રહેલો અયોધ્યા રામ મંદિરનો કેસ જીત્યા બાદ હવે અયોધ્યા મંદિરનો શિલાન્યાસની તૈયારીઓ થઈ રહી છે. મંદિરનું કામ સંપૂર્ણ થતા કેટલો સમય લાગશે એ કદાચ ચોક્કસ પણે ન કહી શકાય. પણ મંદિરના કારણે અયોધ્યામાં બહારના લોકો ઘર અને બિઝનેસ માટે જમીન શોધી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે તે અહીં હોટેલ, લૉજ, ધર્મશાળા બનાવવા માંગે છે. તેના માટે કેન્દ્ર-રાજ્યની યોજનાઓ પ્રસ્તાવિત છે.

IMAGE SOURCE

સબરજિસ્ટ્રાર એસ.બી.સિંહે જણાવ્યું છે કે અયોધ્યા નજીકનાં ત્રણ ગામ માંઝા, બરેહટા અને સહજનવાંમાં રાજ્ય સરકારની યોજનાઓ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે કે પછી પ્રસ્તાવિત છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 9 નવેમ્બરે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા તે પછી અયોધ્યામાં જમીનના સોદામાં 20%નો વધારો થઈ ગયો હતો. એટલું જ નહીં જમીનના ભાવ બે થી ચાર ગણા વધી ગયા હતા.

image source

રાજ્ય સરકારની નવી યોજનાઓ હેઠળ અયોધ્યા-ગોરખપુર હાઈવે પર 600 એકરમાં રાજ્ય સરકારની સૌથી મોટી અયોધ્યા ટાઉનશિપ, 200 એકરમાં ઈકછુવાક સિટી, 100 એકરમાં રામની ઊંચી પ્રતિમા પ્રસ્તાવિત છે. આંતરરાષ્ટ્રીય રામલીલા સ્થળ, રામશોધ કેન્દ્ર જેવી યોજનાઓ માટે હજી વધુ જમીન જોઇશે.પણ દેશમાં ફેલાઈ રહેલા કોરોનાને લીધે વિકાસનાં કાર્યો થોડા ધીમા પડ્યાં છે, ત્યારે ભૂમિપૂજન બાદ આ સમગ્ર કાર્ય ખતમ થવાનો અંદાજ છે.

image source

ભગવાન શ્રીરામની પ્રતિમા માટે જમીન પસંદ કરી ગેજેટ પણ કાઢી દેવાયું છે. મુખ્યમંત્રીના વિશેષ કાર્યાધિકારી સંજીવે કહ્યું કે મુખ્યમંત્રી ઈચ્છે છે કે અયોધ્યાનો ગૌરવશાળી ભૂતકાળ લોકો સમક્ષ નવા, ભવ્ય તથા આધુનિક સ્વરૂપમાં સામે આવે. અને એટલા માટે જ અયોધ્યા શહેરને વિકસિત કરાઈ રહ્યું છે.

અયોધ્યાની આસપાસના 4 વિસ્તારોમાં જમીનની કિંમતમાં ભારે અંતર

image source

શહેર : સર્કલ રેટ 6 હજાર – 15 હજાર, બજાર ભાવ 10 હજારથી 25 હજાર ચો.મી.

ગામ : સર્કલ રેટ 3500થી 8000, બજાર ભાવ 7 હજારથી 20 હજાર ચો.મી.

હાઈવે નજીક : સર્કલ રેટ 58 લાખથી 3.04 કરોડ રૂ., બજાર ભાવ 1.25 કરોડથી 13 કરોડ રૂ. પ્રતિ ચો.મી.

image source

બહાર : સર્કલ રેટ 3000થી 8200, બજાર ભાવ 7 હજારથી 25 હજાર ચો.મી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "લો બોલો, રામ મંદિર હજુ બન્યુ નથી પણ, લોકો આ વાતને લઇને કરી રહ્યા છે જોરદાર પડાપડી અને…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel