કોઈ પણ પ્રકારની ઈજા કે ઘાવ લાગ્યો હોય તો એના પર ફટકડી છે ખુબ જ કરગર

ઈજા કે ઘાવ પર અપનાવો ફટકડીનો આ ઉપચાર, ખુબ જ જલ્દી મળશે રાહત…

ફટકડી નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ફટકડી લાલ અને સફેદ બે રંગો ધરાવે છે. તેને એક પ્રકારનું એન્ટી બેક્ટેરિયલ કહેવામાં આવે છે. મોટાભાગે સફેદ ફટકડીનો જ ઉપયોગ કરવામાં આવે છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.  ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે…

image source

મોંના ચાંદા

ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવો. રાહત મળશે.

આંગળીમાં સોજો કે ખંજવાળ આવવી

શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.

image source

પરસેવામાં રાહત

જે લોકોને ઉનાળામાં અથવા કોઈપણ સીઝનમાં વધુ પરસેવો થતો હોય અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરો. સમસ્યા દૂર થશે. તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર નાખી દેવો. પછી એ પાણીથી સ્નાન કરવું.

image source

શેવિંગ કરતા લોહી નીકળવું

શેવિંગ કટ વાગ્યા પર ચપટી ફટકડી ને પાણીમાં નાખીને એનાથી ચહેરો ધોઈ લેવો જોઈએ. એનાથી કટ માંથી નીકળતું લોહી બંધ કરશે. અને સેવિંગ કર્યા પછી ચેહરા પર ફટકડી લગાવવાથી ચેહરો મુલાયમ થાય છે.

લોહી બંધ થશે

જો કંઈ વાગી ગયું હોય કે ઘા માંથી લોહી નીકળતું હોય તો તેને ફટકડીના પાણીથી ધુઓ અને પછી ફટકડીનો પાઉડર તેની પર લગાવો. લોહી નીકળતું બંધ થઈ જશે.

image source

દાંતનો દુખાવો

ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત જ આરામ મળશે. આ ઉપાય દિવસમાં 2-3 વાર કરવાથી તમને દવા વિના જ સારું થઈ જશે. તેમજ રોજ બંને ટાઈમ ફટકડીને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "કોઈ પણ પ્રકારની ઈજા કે ઘાવ લાગ્યો હોય તો એના પર ફટકડી છે ખુબ જ કરગર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel