ચણાનો લોટ તમારી સ્કિનને કરે છે નિખારવાનું કામ, સાથે દૂર કરે છે અંડરઆર્મ્સની કાળાશ પણ, કરો આ રીતે ઉપયોગ તમે પણ
જ્યારે અચાનક ક્યાંક બહાર જવાની યોજના બને અને ત્યાં ન તો પાર્લર જવાનો સમય છે અને ન તો ઘરમાં કોઈ ફેસ-પેક હોય,ત્યારે ત્વચાની સુંદરતામાં કેવી રીતે વધારો કરવો.આવી સ્થિતિમાં ચણાનો લોટ તમારા માટે ખુબ જ ફાયદાકારક છે,દરેકના ઘરમાં ચણાનો લોટ હોય જ છે.તેથી ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે ચણાના લોટનો જરૂરથી ઉપયોગ કરો.

વિવિધ ઉત્પાદનોમાં ચણાનો લોટ મિક્ષ કરીને ત્વચાની સુંદરતામાં કુદરતી વધારો કરી શકાય છે.આનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તેનો ઉપયોગ તમામ પ્રકારની ત્વચા પર થઈ શકે છે.ચણાનો લોટ ત્વચા પર લગાવવાથી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું,માત્ર ત્વચામાં ફાયદો જ થાય છે.તમે કોઈપણ ખચકાટ વિના કોઈપણ ત્વચા પર ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો.ત્વચા તૈલીય,શુષ્ક કે સવેંદશીલ હોય,દરેક ત્વચા માટે ચણાનો લોટ ખુબ જ ઉપયોગી છે.ચણાનો લોટ ટેન અને ડેડ ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે અને તેજસ્વી ત્વચા આપે છે.ત્વચાનો રંગ વધારવા ઉપરાંત ચણાનો લોટ ત્વચાની ઘણી સમસ્યાઓ પણ રાહત આપે છે.ચણાના લોટના નિયમિત ઉપયોગથી ત્વચા પરની કરચલીઓ પણ દૂર થાય છે અને તે પિમ્પલ્સ અને કાળી ત્વચા માટે શ્રેષ્ઠ ઉપચાર છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ચણા લોટનું ફેસ પેક કેવી રીતે બનાવવું અને તેનાથી થતા ફાયદાઓ વિશે.
નાહતા પેહલા લગાવો ચણાના લોટનું ફેસ-પેક

આ માટે સૌથી પહેલા ચણાનો લોટ અને દૂધ ભેળવીને એક પેસ્ટ બનાવો અને ત્યારબાદ સ્નાન કરતા પહેલા લગભગ 10 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવો અને પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.થોડા દિવસો સુધી આ કરવાથી તમારા ચહેરાનું તેજ વધશે.તમારા ચહેરાનો રંગ સાફ થવા લાગશે.ચેહરા પરની ફોલ્લીઓ અને દાણાની સમસ્યા નિશ્ચિત દૂર થશે.જેની મદદથી તમે દિવસના પ્રદૂષણનો સરળતાથી સામનો કરી શકશો.
ત્વચાની ચમક વધારો

તમે ત્વચા પર ચણાના લોટનું ફેસ પેક અને ચણાના લોટના માસ્કનો ઉપયોગ કરીને તમારી ત્વચા ચમકદાર અને નરમ બનાવી શકો છો.ચણાનો લોટ આલ્કલાઇન હોય છે,જેને દહીંમાં ભેળવીને એસિડિક બનાવી શકાય છે. તમારી ત્વચા પ્રમાણે ચણાના લોટના પેકનો ઉપયોગ કરો.મહિલાઓ ઘણા સમયથી ચહેરા અને વાળ પર ચણાનો લોટ લગાવે છે.જો તમારી ડોક અને તમારા અંડર આર્મ્સ કાળા હોય તો આ સમસ્યા પણ ચણાના લોટના પેકથી દૂર થાય છે.
પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે

જો તમારી ત્વચા પર ઘણા બધા પિમ્પલ્સ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.આ માટે ચંદન પાવડર,હળદર અને દૂધને ચણાના લોટમાં મિક્સ કરો અને 20 મિનિટ સુધી ચેહરા પર લગાવો ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વાર જરૂરથી કરો.આ સિવાય ચણાના લોટમાં મધ મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે.
ઓયલી સ્કિન દૂર કરો

જો તમારી ત્વચા ઓયલી છે તો પછી તમે દહીં,ગુલાબજળ અને ચણાના લોટની પેસ્ટ તમારા ચેહરા પર લગાવો.આની મદદથી ત્વચામાંથી બધી ગંદકી સાફ થઈ જશે અને તમારી ત્વચા એકદમ નરમ થઈ જશે.ચણાનો લોટ,મધ,એક ચપટી હળદર અને થોડું દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો,20 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો.આ ઉપાય થોડા સમય કરવાથી તમારી ત્વચા એકદમ નરમ થશે.
ટેનિંગ દૂર કરવા માટે

ચણાનો લોટ ટેનિંગને દૂર કરવા માટે એકદમ અસરકારક માનવામાં આવે છે.ચણાના લોટનું પેક બનાવવા માટે 4 બદામનો પાવડર,1 ચમચી દૂધ,થોડો લીંબુનો રસ અને ચણાનો લોટ મિક્સ કરી એક પેસ્ટ બનાવો.આ પેસ્ટને 30 મિનિટ સુધી ચહેરા પર લગાવો,ત્યારબાદ તમારો ચહેરો ધોઈ લો.થોડા દિવસ નિયમિત આ પેક લગાવવાથી ટેનિંગની સમસ્યા દૂર થશે.
શુષ્ક ત્વચા દૂર કરવા માટે

ચણાનો લોટ તમારી શુષ્ક ત્વચાની સમસ્યા દૂર કરે છે.આ માટે ચણાના લોટમાં ક્રીમ અથવા દૂધ,થોડું મધ અને 1 ચપટી હળદર મિક્સ કરો અને આ પેકને ચહેરા પર લગાવ્યા બાદ લગભગ 15-20 મિનિટ સુધી રહેવા દો.ત્યારબાદ તમારો ચહેરો પાણીથી ધોઈ લો.આ પેક નિયમિત લગાવવાથી તમારી ત્વચાની શુષ્કતા દૂર થશે અને તમારી ત્વચાનો ગ્લો વધશે.
ગળા અને અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા માટે

ઘણી સ્ત્રીઓ તેમના ગળા અને અંડર આર્મ્સની સફાઈ પર ધ્યાન આપતી નથી.આને કારણે ગળા અને અંડર આર્મ્સની ચામડીનો રંગ ઘાટો થઈ જાય છે.તેથી આ સ્થાનોને સ્વચ્છ અને નરમ રાખવા માટે ચણાનો લોટ,દહીં અને હળદર મિક્સ કરીને ગળા અને અંડર આર્મ્સ પર લગાવો અને 30 મિનિટ રહેવા દો.ત્યારબાદ આ ધોઈ લો અને ત્યાં તલના તેલથી હળવી મસાજ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ચણાનો લોટ તમારી સ્કિનને કરે છે નિખારવાનું કામ, સાથે દૂર કરે છે અંડરઆર્મ્સની કાળાશ પણ, કરો આ રીતે ઉપયોગ તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો