વેવાઈ વેવાણ બાદ હવે આ કિસ્સો છે ચર્ચામાં, પત્નીએ સત્યની જાણ થતાં કર્યું આ કામ

થોડા સમય પહેલાં વેવાઈ અને વેવાણના ભાગી જવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. હવે સાળા અને બનેવીના કિસ્સો પંજાબમાં ચર્ચામાં રહ્યો છે. મળતી માહિતિ અનુસાર પંજાબના સંગરૂર જિલ્લાના કાકૂવાડામાં નવો કિસ્સો ચર્ચામાં છે. અહીં પત્નીની નાની બહેનને તેના જીજાજી સાથે પ્રેમ થયો હતો. એટલે કે સાળી અને બનેવીનો સંબંધ ચર્ચામાં આવ્યો. આ અનૈતિક સંબંધની જાણ થતાં જ પત્નીએ મોતને વહાલું કર્યુ હતુ.

image source

ઘટનાની મળતી વિગત અનુસાર કાકૂવાલા ગામમાં 28 વર્ષની પરિણિતા કે હાલમાં જેનું મોત થયું છે તેને સાસરિયાએ આત્મહત્યા ગણાવી છે. પત્નીએ બહેન અને પતિના અનૈતિક સંબંધોની જાણ થતાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પત્નીના ભાઈ કુલદીપ સિંહ અને તેના સાથીઓએ મામલાની જાણકારી આપતા રહ્યું કે કમલજીતના મોત માટે તેના પતિ મનજીત સિંહ, નાની બહેન ગુરપ્રીત કૌર અને સાસુ-સસરા જવાબદાર છે. નાની બહેનના પતિ સાથેના અનૈતિક સંબંધનો આઘાત સહન ન કરી શકવાના કારણે તેને મોતને વહાલું કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ દંપતિના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. લગ્ન બાદ તેને સાસરિયા તરફથી ખૂબ જ પરેશાન કરવામાં આવતી હતી. આ ત્રાસથી દુઃખી થઈને તે પિયર આવી ચૂકી હતી. પંચાયત તરફથી તેને ફરીથી સમજાવીને સાસરે મોકલી દેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં સાસરિયા પણ તેને ત્રાસ આપતા હતા. આ પછી જ્યારે તેની નાની બહેનને તેના જ પતિ સાથે અનૈતિક સંબંધો હોવાનું જાણવા મળ્યું ત્યારે તે આ આઘાત સહન ન કરી શકી અને તેણે આત્મહત્યા કરી લીધી.

સાળી અને જીજાજીને હતો પ્રેમસંબંધ

image source

મોતને વહાલુ કરતાં પહેલાં પત્નીએ કહ્યું હતું કે તેની નાની બહેન ગુરપ્રીતના કમલજીતના પતિ મનજીત સાથે આડા સંબંધો હતો. તે જબરદસ્તી તેના ઘરે જઈને રહેતી હતી. વારેઘડી તેના અહીં રહેવા આવવાના કારણે તેના ઘરમાં ઝઘડા થતા હતા. આ મુદ્દે અનેક વાર પંચાયત પણ ભરાતી અને દર વખતે તેને સમજાવીને પરત સાસરે મોકલી દેવાતી હતી. આ દરમિયાન મનજીતે પોતાની સાળીને પોતાની સાથે રાખવા પર ભાર મુક્યો. આખરે પંચાયતે કેટલા મહીના પહેલા જ કમલજીત કૌર સાથે ગુરપ્રીતને પણ મનજીત સિંહ સાથે રહેવાની મંજૂરી આપી દીધી હતી. હવે મનજીત સિંહ સાળી અને પત્ની બંને સાથે રહેતો હતો. જે પત્ની કમલજીતને નહોતું ગમતું.

આ કલમ હેઠળ નોધાશે ફરિયાદ

image source

ઘટના બાદ દિડબા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવ્યું કે મૃતકના પરિવારના નિવેદનના આધારે 306, 34 આઈ પી સી અંતર્ગત ફરિયાદ લેવામાં આવી છે. મૃતકનું પોસ્ટ મોર્ટમ કરી લાશ વારસને સોંપવામાં આવી છે. જો કે રિપોર્ટમાં મોત ફાંસીના કારણે થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "વેવાઈ વેવાણ બાદ હવે આ કિસ્સો છે ચર્ચામાં, પત્નીએ સત્યની જાણ થતાં કર્યું આ કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel