દાળ મખની – ગુરુદ્વારાના લંગરમાં ખાવા મળતી દાલ મખની હવે બનશે તમારા રસોડે…
દાળ મખની (લંગર વાળી)
દાળ મખની એ પંજાબી ની રેસીપી છે. એ લોકો મોસ્ટલી એમના ગુરુદ્વારા માં બનવતા હોઈ છે . આ દાળ મખની થોડી લાંબી પ્રોસેસ હોઇ છે. જેટલી વધુ ઉકેળ એટલી વધુ ટેસ્ટી બંને છે દાળ મખની મુખ્ય ઘટક રાજમાં, કાળા અડદ હોઇ છે
તેમાં ભરપૂર માત્ર માં ઘી, બટર એન્ડ ક્રીમ હોઇ છે. તેને શાહી દાળ ભી કેવાય તે પંજાબી લોકો ત્યાં મોસ્ટલી જમવા માં બનતી હોઇ છે. જેમ ગુજરાતી માં આપડી ગુજરાતી દાળ બનતી હોઇ એમ. દાલ મખની જીરા રાઈસ ઑર નાના સાથે સર્વ કરવા માં આવે છે આમાં થોડો ચેન્જ કરવો હોઇ તો તેમાં આપણે સ્મોકી સુગંધ ભી લાવી સક્યે છે
હવે દાલ મખની બધા લોકો ની પ્રિય થઇ ગયી છે તમે મારી રેસીપી થી બનવશો , હોટલ કરતા ભી સરસ બંને છે
સામગ્રી
- 1કપ કાલી અડદ દાળ
- 1/2 કપ રાજમા.
- 1 કપ ક્રશ ઓનિઓન
- 1 કપ ક્રશ ટોમેટો..
- 2 સ્પૂન લસણ ની પેસ્ટ
- 2 સ્પૂન આદુ મરચાં પેસ્ટ
- 1/4 હળદર
- 1 સ્પૂન મરચું
- 1 સ્પૂન ગરમ મસાલો.
- 1 સ્પૂન મીઠું
- 1/2 કપ બટર
- 2 સ્પૂન મલાઈ
- 2 સ્પૂન કોથમીર
- 1 સ્પૂન જીરું
- 1 તમાલપત્ર
- 2 તજ લવિંગ
- 1 લાલ મરચું આખુ
રીત.
રાજમા ને ગરમ પાણી પલાળી દેવા ના 8 કલાક માટે
અડદની દાળ ને ગરમ પાણી 3 કલાક પલાળી દો. હવે રાજમા ને લગભગ 20 થી 25 મિનિટ માટે કૂકર મા બાફી દો. અડદ દાલ ને 10 મિનિટ માટે બાફી દો
બંને મા બાફતી વખતે મીઠું નાખવા નું હવે બંને વસ્તુ બફાઈ ગયી છે
તો એક પેન બટર લો તમે બટર ની જગ્યાએ ઘી ભી લઇ શકો છો
હવે બટર ગરમ થાઈ એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ લવિંગ મરચું નાખો
1 મિનિટ માટે હલવો એટલે ખડા મસાલા ની મસ્ત સુગંધ આવી જાય
પછી તેમાં ક્રશ ઓનિઓન નાખો તેમાં (ઓનિઓન પુયૂરી ભી લઇ શકો છો )
પછી તેને 2 મિનિટ માટે ફ્રાય કરો. તેમાં ક્રશ ટોમેટો નાખો ( તમે ટામેટા પુયૂરી ભી લઇ શકો છો ) તેને બંને હલવો 5 મિનિટ માટે હવે તેમાં આદુ મરચાં એન્ડ લસણ પેસ્ટ નાખો. હવે આ બધા ને 6 મિનિટ માટે થવા દો. બધું પ્રોપર ચડી જાય.
તેમાં બધા મસાલો કરો. હળદર, મરચું એન્ડ ગરમ મસાલો મીઠું . આમ હળદર ઓછી લેવા ની છે, તેમાં રેડ કલર રે એટલે, આ બધા ને 5 મિનિટ થવા દો. પછી તેમાં થી બટર છૂટશે, એટલે તેમાં રાજમા એન્ડ કાળા અડદ નાખો
હવે તેમાં 1 ગ્લાસ પાણી નાખો તેને હવે પ્રોપર મિક્ષ કરો
આ દાળ ને લગભગ 45 મિનિટ માટે ચડવા દો, જેટલી દાળ એન્ડ રાજમા ચડશે એટલા મસાલા મિક્ષ થશે એટલી ટેસ્ટી બનશે ખાવ ની મઝા આવશે
તો હવે 45 મિનિટ થઇ ગયી છે બધું મિક્ષ ભી થઇ ગયું છે
સરસ સુગંધ ભી આવે છે
હવે આપણે દાલ મખની સર્વે કરીશું
હવે તેના ઉપર મલાઈ ઑર ક્રીમ એન્ડ કોથમીર ગાર્નિશ કરો
હવે તેને પરોઠા ઑર જીરા રાઈસ સાથે સર્વે કરો
આ દાળ બિલકુલ ધાબા એન્ડ લગર રીતે બનવી છે
રસોઈની રાણી : એકતા મોદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "દાળ મખની – ગુરુદ્વારાના લંગરમાં ખાવા મળતી દાલ મખની હવે બનશે તમારા રસોડે…"
ટિપ્પણી પોસ્ટ કરો