તમે ક્યારે નહિં જાણ્યું સુશાંતની આ ટ્રિપ વિશે, કે જેના પછી તેના જીવનમાં આવ્યા હતા અનેક બદલાવ
આ યુરોપ ટ્રિપ બાદ સુશાંત સિંહ રાજપૂતનુ બદલાઈ ગયું જીવન – ક્યારેય નહોતું વિચાર્યું કે આવો થશે અંજામ
સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા લોકોનું એવું માનવું છે કે રિયા સાથે ડેટ કર્યા બાદ તેઓ ખૂબ બદલાઈ ગયા હતા. સુશાંતના સ્ટાફમાં રહી ચુકેલા તેમના બેડીગાર્ડ, કુક અને ફ્લેટમેટ સેમ્યુઅલ અને તેમનો પીએ અંકિત બધા આ વાત કહી ચુક્યા છે કે યુરોપ ટ્રિપથી પાછા આવ્યા બાદ સુશાંતની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. સુશાંત અને રિયા યુરોપ ટ્રિપ પર 2019માં ગયા હતા અને તેમનો આ હોલિડે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તો આજે જુઓ તે યુરોપ ટ્રીપની કેટલીક તસ્વીરો
સુશાંત સિંહ રાજપૂત સાથે રહેનારા મોટા ભાગન લોકોએ તેમના સ્વાસ્થ્યના લથડવા બાબતે એકસરખું જ નિવેદન આપ્યું છે. બધાનું કહેવાનું છે કે યુરોપ ટ્રિપથી પાછા આવ્યા બાદ સુશાંત બીમાર દેખાવા લાગ્યા હતા. સુશાંત આ ટ્રિપ પર રિયા ચક્રવર્તી સાથે ગયા હતા.
સુશાંત ટ્રિપ પર ઓક્ટોબર 2019માં ગયા હતા. તે ટ્રીપની તસ્વીરો ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ હતી. તે જ સમયે એ ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે રિયા અને સુશાંત એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો અહેવાલોને ધ્યાનમાં લેવામા આવે તો સુશાંત ‘દિલ બેચારા’ના શૂટિંગ માટે યુરોપ ગયા હતા અને રિયા પણ તેમની સાથે ગઈ હતી. સુશાંતના સ્ટાફે જણાવ્યું હતું કે દિવાળી આસપાસ રિયા અને સુશાંત પાછા આવ્યા હતા.
સુશાંતના પીએ રહી ચુકેલા અંકિત આચાર્યએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતુ કે યુરોપ ટ્રિપથી પાછા આવ્યા બાદ તેઓ જ્યારે સુશાંતને મળ્યા ત્યારે તેઓ ખૂબ ડલ દેખાઈ રહ્યા હતા. તેમની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અને તે ખૂબ બદલાયેલા બદલાયેલા લાગતા હતા.
સુશાંત સિંહ રાજપૂત સાથે રહેનારા સિદ્ધાર્થ પિઠાની અને રિયા ચક્રવર્તીનો દાવો છે કે સુશાંત ડિપ્રેશનમાં હતા. અન તેણી તેને દવાઓ પણ આપતી હતી. તો વળી તેમના સ્ટાફે તો મિડિયાને ચોંકાવી મુકનારી વાતો કહી છે.
સુશાંતના કુકે તેમની બહેનને એ વાત જણાવી હતી કે રિયા કોઈ કામણ-ટૂમણમાં ઇનવોલ્વ હતી. તો સુશાંતના અકાઉન્ટમાંથી પણ લગભઘ 3 લાખ રૂપિયા કોઈ પૂજા વિધિ માટે ઉઠાવવામાં આવ્યા હતા. જોકે સુશાંતના ઘરનાઓનું કહેવું છે કે તેમને એવી કોઈ જાણકારી નથી કે સુશાંતે કોઈ પૂજા કરાવી હોય.
જ્યારથી સુશાંતના મૃત્યુના સમાચાર આવ્યા છે ત્યારથી ઘણા લોકોનું એવું માનવું છે કે તેણે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામા આવી છે અને તેના મૃત્યુ પાછળ એક મોટું રહસ્ય છે. અને આ બધી જ શંકાઓને લઈને ઘણા સમયથી તેના કેસની તપાસ સીબીઆઈ કરે તેવી એક ચળવળ શરૂ થઈ હતી. જેની અરજી થોડા સમય પહેલાં જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પણ જ્યારથી પટના પોલીસ આ કેસમાં ઇનવોલ્વ થઈ છે ત્યારથી કેસની એક નવી જ બાજુ જોવામાં આવી છે. અને છેવટે પટના પોલીસની ભલામણથી આ કેસની સીબીઆઈ તપાસ થશે. અને કેન્દ્ર તરફથી પણ આ કેસની સીબીઆઈ તપાસની મંજૂરી મળી ગઈ છે.
આ મામલામાં બુધવારના રોજ સીબીઆઈ તપાસને મંજૂરી મળી છે. આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રિમ કોર્ટને જણાવ્યુ કે સીબીઆઈ તપાસની બિહાર સરકારની ભલામણને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. જ્યારે ન્યાયમૂર્તિ ઋષિકેશ રૉયની પીઠે રિયા ચક્રવર્તીની કેસને ટ્રાન્સફર કરવાની માંગ બધા જ પક્ષોને ત્રણ દીવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. આ સુનાવણી બાદ ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વિટ કર્યું છે.
સુબ્રમણ્યમ સ્વામી હંમેશથી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરતા આવ્યા છે. બુધવારે કોર્ટમાં સુનાવણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું, ‘કેન્દ્રએ જણાવ્યુ કે સુશાંતની આત્મહત્યાનો મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે… મેં મારું વચન પાળ્યું છે અને હું હવે જઈ શકું છું ?’
આ સમાચાર મળતાં જ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ અને તેમના નજીકના લોકો સરકારના આ પગલાના વખાણ કરી રહ્યા છે. અને સુશાંતના કેસની તપાસ સીબીઆઈ સુધી પોહંચવા પર સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણીએ સરકારના આ નિર્ણયના વખાણમ કર્યા છે. અંકિતા લોખંડેએ પોસ્ટમાં લખ્યું છે, ‘આ તે ક્ષણ છે જેની અમે રાહ જોઈ રહ્યા હતા, અને તે છેવટે આવી ગઈ છે.’ પોતાના પોસ્ટના કેપ્શનમાં તેણીએ સાથે સાથે #sushantsinghrajput પણ લખ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "તમે ક્યારે નહિં જાણ્યું સુશાંતની આ ટ્રિપ વિશે, કે જેના પછી તેના જીવનમાં આવ્યા હતા અનેક બદલાવ"
ટિપ્પણી પોસ્ટ કરો