ટીવી-સીરિયલ અભિનેતા સમીર શર્માએ આત્મહત્યા કરી, કારણ છે અકબંધ…
Spread the love
ટેલિવિઝન અભિનેતા અને મોડેલ સમીર શર્માએ મુંબઈ સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી હોવાના સમાચારો મળી રહ્યા છે. તેનો મૃતદેહ બુધવારે રાત્રે મલાડ વેસ્ટમાં અંહિસા માર્ગ પર નેહા સીએચએસ બિલ્ડિંગમાં રસોડાની છત પરથી લટકતો મળ્યો હતો. પોલીસને આશંકા છે કે તેણે બે દિવસ પહેલા આત્મહત્યા કરી હતી.
44 વર્ષીય સમીરનું સિરિયલ ‘યે રિશ્તા હૈ પ્યાર’માં ભજવાયેલું પાત્ર એકદમ લોકપ્રિય હતું. મુંબઇની મલાડ પોલીસના જણાવ્યા મુજબ, તેણે ફેબ્રુઆરીમાં જ આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. નાઇટ ડ્યુટી દરમ્યાન ટહેલતા સોસાયટીના ચોકીદારે લાશ જોઇને સભ્યોને જાણ કરી હતી.
સમીર શર્માએ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલમાં કામ કર્યું છે. સમીર શર્માએ ઘણા ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું. તેમણે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી સિવાય, યે રિશ્તે હૈ પ્યાર કે, લેફ્ટ રાઈટ, જ્યોતિ, ગીત હુઈ સબસે પરાઇ, 2612, દિલ ક્યા ચાહતા હૈ, વીરાનગલી, વો રહેનેવાલી મહેલો કી, આયુષ્માન ભવ, ઈસ પ્યાર કો ક્યાં નામ દૂ જેવી સીરિયલમાં જોવા મળ્યા હતા. આ દિવસોમાં તે સિરિયલ ‘યે રિશ્તા હૈ પ્યાર કે’માં શૌર્ય મહેશ્વરીની ભૂમિકા નિભાવી રહ્યો હતો.
સમીરની પહેલી ફિલ્મ હંસી તો ફંસી હતી. તે ફિલ્મ ઇત્તેફાકમાં પણ જોવા મળ્યો હતો. સમીરે એઇડ્સ અને મોડેલિંગના ઘણા એસાઈનમેન્ટમાં કામ કર્યું હતું. તે દિલ્હીનો રહેવાસી હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તે બેંગ્લોર શિફ્ટ થઈ ગયો. તેણે ત્યાંની એડ એજન્સીમાં કામ કર્યું. ત્યારબાદ તે અભિનયનું સપનું લઈને મુંબઇ આવી ગયો અને તે સ્વપ્ન પણ પૂરું થયું હતું.
0 Response to "ટીવી-સીરિયલ અભિનેતા સમીર શર્માએ આત્મહત્યા કરી, કારણ છે અકબંધ…"
ટિપ્પણી પોસ્ટ કરો