રંગીલા રાજકોટનું ગૌરવ છે આ વ્યક્તિ, કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ મગજ હોવાથી આ એક્ટ્રેસ થઈ ફીદા
ગુજરાતની ધરતી પર અનેક વીરલાઓએ જન્મ લીધો છે. ત્યારે ગરવી ગુજરાતના રંગીલા રાજકોટમાં વધુ એક વીરલો ઝળહળી રહ્યો છે. આ વ્યક્તિનો વીડિયો વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને લોકો આ વ્યક્તિની કળાને વખાણી રહ્યા છે.

રાજકોટનો આ વ્યક્તિ કદાચ કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી ગણતરી કરવામાં માહિર છે અને એટલે જ બોલિવૂડની એક્ટ્રેસ પરિણિતી ચોપરા પણ તેના પર ફીદા થઈ ચૂકી છે.

રંગીલા રાજકોટમાં આ વ્યક્તિએ કદાચ ગણતરી કરવા માટે જ જન્મ લીધો હોય તેમ તેને જોતાં લાગે. સામાન્ય માણસે જે સરવાળા કરવા કે બાદબાકી કરવા કેલ્ક્યુલેટર કે હાથની આંગળીઓની મદદ લેવી પડે એ કામ આ વ્યક્તિ સેકંડોમાં કરી દે છે. કદાચ કેલ્ક્યુલેટર કરતાં પણ પહેલાં તે જવાબ આપે છે. કહેવાય છે કે ને કે ભગવાન આપે છે તેને ખોબો ભરીને આપે છે. તેને ક્યારેય કોઈ વાતની ખામી રહેતી નથી. ભગવાને આ વ્યક્તિને એવું જોરદાર મગજ આપ્યુ છે કે તેની ગણતરીમાં ક્યારેય ભૂલ હોતી નથી.
રાજકોટના આ વ્યક્તિની કળા જોઈને બોલિવૂડની પરિણિતી ચોપરા તેની પર ફિદા થઈ ચૂકી છે. પરિણિતીએ આ વ્યક્તિની કળાને વખાણી હતી. વિરલ ભાયાણીએ શેર કરેલા વીડિયોમાં આ વ્યક્તિ પળવારમાં જ 3 આંકડાના સરવાળા પણ કરી લેતો જોવા મળે છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તે કમેન્ટ કર્યા વિના રહી શક્યા નથી અને આ વ્યક્તિની પ્રતિભાને વખાણી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "રંગીલા રાજકોટનું ગૌરવ છે આ વ્યક્તિ, કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ મગજ હોવાથી આ એક્ટ્રેસ થઈ ફીદા"
ટિપ્પણી પોસ્ટ કરો