રસોઈ ઘરની ફક્ત આ એક વસ્તુ છે ઘણા રોગની દવા, આજથી જ કરો એ વસ્તુની શરૂઆત
રસોડુ ઘરનુ એક એવુ સ્થાન છે જ્યા ઘરની ગૃહિણી વધુ સમય વિતાવે છે. રસોઈ ઘરમાં ઘણી એવી વસ્તુ છે જેમાં નાના મોટા રોગનો ઈલાજ હોય છે. આજે અમે તમને એક એવી વસ્તુ જણાવીશું જેનાથી ઘણા રોગ માંથી છુટકારો મળી શકે છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ કઈ છે અને એનો ઉપયોગ ક્યાં રોગ માટે ખુબ જ કારગર માનવામાં આવે છે.
image source
અમે વાત કરી રહ્યા છીએ જાયફળ વિશે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. જાયફળનાં વૃક્ષોને ગોળાકાર અને કંઈક લાંબાં ફળ આવે છે. એને જ આપણે જાયફળ કહીએ છીએ. જાયફળ એક બીજ છે જે ઘણા રોગોમાં અસરદાયક સાબિત થાય છે.
image source
આયુર્વેદ અનુસાર જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે. ચાલો જાણી લઈએ જાયફળના ગુણધર્મો અને કયા રોગમાં ફાયદાકારક હોય છે.
image source
શરદી તાવની બીમારી માટે : જાયફળ ખુબ જ શ્રેષ્ઠ આયુર્વેદિક દવા માનવામાં આવે છે. જાયફળ અને જાવંત્રીને એકસાથે મિક્સ કરીને પીસી લેવું. હવે તેને કાપડમાં બાંધી અને સૂંઘવાથી તાવમાં રાહત મેળવવામાં મદદ મળે. જો તમે આ મિશ્રણને મધ સાથે મિક્સ કરીને તેને પાણીથી લેવાથી શરદી તાવ અને ઉધરસ જેવા રોગોથી છુટકારો મેળવી શકો છો.
image source
માથાનો દુખાવો : માથાનો દુઃખાવો થતો હોય તો એના માટે ઘણા લોકો વિવિધ પ્રકારની કિંમતી દવાઓ નું સેવન કરે છે, પરંતુ છુટકારો મેળવી શકતા નથી. જો જાયફળ દૂધમાં મિક્સ કરી ને તેલ ની જેમ માથામાં લગાવવામાં આવે તો તમને તરત જ માથાના દુઃખાવવામાં છુટકારો મળી જશે..
image source
એસિડિટીના દર્દીઓ માટે : જયારે શરીરમાં એસિડની માત્રામાં નોંધપાત્ર વધારો થાય છે ત્યારે છાતીમાં બળતરા થાય છે એટલે કે એસિડિટીની સમસ્યા થાય છે. આ માટે તમે જાયફળ, સૂંઠ અને જીરાને પીસીને તેનું ચૂરણ તૈયાર કરો. હવે ભોજન પછી આ ચૂર્ણને પાણી સાથે લો. તે તમારા પેટમાં ગેસ અને છાતીના બળતરાની સમસ્યાઓ દૂર કરશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "રસોઈ ઘરની ફક્ત આ એક વસ્તુ છે ઘણા રોગની દવા, આજથી જ કરો એ વસ્તુની શરૂઆત"
ટિપ્પણી પોસ્ટ કરો