છોટા શકીલના શાર્પ શૂટરો ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાને મારવા માંગતા હતા, પોલીસની સતર્કતાથી બચી ગયા
ગુજરાત રાજ્યમાં અંડરવર્લ્ડને સંબંધિત એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પશુટરને એટીએસની ટીમ દ્વારા અમદાવાદના રીલીફ રોડ પર આવેલ હોટલ વિનસ માંથી ધરપકડ કરવામાં આવ્યા છે. ગઈકાલએ વિનસ હોટલમાં સંતાયેલ ૨ શાર્પશૂટર વિષે જાણકારી મળતા એટીએસની ટીમ દ્વારા વિનસ હોટલમાં રેડ કરવામાં આવી હતી.
હોટલમાં સંતાયેલ ૨ શાર્પશુટરમાંથી એટીએસની ટીમએ એક શાર્પશુટરની ધરપકડ કરી લીધી છે જયારે એક શાર્પશુટર ભાગી જવાના પ્રયત્નમાં સફળ રહ્યો છે. જયારે હવે પોલીસ દ્વારા ભાગવામાં સફળ રહેલ શાર્પશુટરની ધરપકડ કરવા માટે તપાસ શરુ કરી દીધી છે. ત્યારે જે શાર્પશુટરની ધરપકડ કરવામાં આવી છે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલ શાર્પશુટર, વર્ષ ૨૦૦૨માં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની સાથે જ ભાજપ પક્ષના કેટલાક રાજનેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજનેતાઓ પર હુમલો કરવામાં ઉદ્દેશથી આવ્યા, બે પિસ્ટલ મળી આવી છે. : હિમાંશુ શુક્લા.
એટીએસના વડા હિમાંશુ શુક્લા રીપોર્ટ સાથે વાત કરતા જણાવ્યું છે કે, છોટા શકીલ ગેંગમાં સામેલ બે શાર્પશુટર અમદાવાદના રીલીફ રોડ પર આવેલ વિનસ હોટલમાં સંતાયા હોવાની જાણકારી મળી હતી તેના આધારે ગઈકાલ મધ્ય રાત્રિના ૩ વાગ્યાની આસપાસ અમદાવાદના રીલીફ રોડ પર આવેલ વિનસ હોટલમાં રેડ પાડવામાં આવી હતી.
એટીએસ દ્વારા કરવામાં આવેલ રેડમાં પોલીસ ટીમ બે શાર્પશુટર માંથી એક શાર્પશુટરની ધરપકડ કરવામાં સફળ રહી છે જયારે અન્ય એક શાર્પશુટર હોટલ વિનસ માંથી ભાગી જવામાં સફળ રહ્યો છે. ધરપકડ કરાયેલ શાર્પશુટર પાસેથી બે પિસ્ટલ મળી આવે છે. આ બંને શાર્પશુટર છેલ્લા ઘણા સમયથી ભાજપ પક્ષના નેતાઓને ટાર્ગેટ બનાવી રહ્યા હતા અને તેઓની ધરપકડ થઈ જવાથી પોલીસને મોટી સફળતા મળી છે.
ગોરધન ઝડફિયા- ભાજપ પક્ષના અન્ય રાજકારણીઓ શાર્પશુટરના ટાર્ગેટ પર હતા. :
બિનસત્તાવાર સુત્રો તરફથી મળેલ જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંને શાર્પશુટર વર્ષ ૨૦૦૨માં થયેલ ગુજરાત રાજ્યના રમખાણોના સમયે ગુજરાતના ગૃહમંત્રી રહી ગયેલ ગોરધન ઝડફિયા સહિત ભાજપ પક્ષના અન્ય નેતાઓને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ બંને શાર્પશુટર હુમલો કરે તેની પહેલા જ બે માંથી એક શાર્પશુટરની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહીમના રાઈટ હેન્ડ કહેવાતા છોટા શકીલ ગેંગ ગુજરાત રાજ્યમાં ફરીથી સક્રિય થઈ હોવાના મજબુત ઈશારાઓ મળી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "છોટા શકીલના શાર્પ શૂટરો ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાને મારવા માંગતા હતા, પોલીસની સતર્કતાથી બચી ગયા"
ટિપ્પણી પોસ્ટ કરો