મહમૂદ..એ વ્યક્તિ જેમણે સુપરસ્ટાર રાજેશ ખન્નાને થપ્પડ મારીને એમનું સ્ટારડમ ભુલાવી દીધું
મહમૂદ ૫૦ ના દશકના એક એવા દિગ્ગજ કલાકાર હતા, જેમણે પોતાની એક્ટિંગથી ફક્ત લોકોનું દિલ જીત્યું પણ કોમેડી કિંગ પણ બન્યા. મહમૂદે સખત સંઘર્ષ પછી ફિલ્મોમાં જગ્યા બનાવી હતી. એમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું, પણ એમને સફળતા ‘પરવરીશ’ ફિલ્મથી મળી હતી. મહમૂદ એક શ્રેષ્ઠ કલાકાર તો હતા, પણ સ્વભાવના ઘણા ગુસ્સેલ હતા. એક્ટિંગ સાથે સાથે મહમૂદ ફિલ્મ ડાયરેકશનનું કામ પણ બખૂબી કરતા હતા. એમના ગુસ્સાનો એક કિસ્સો એવો પણ છે જે આવનારી પીઢીઓ પણ ક્યારેય નહિ ભૂલે. એ કિસ્સો એ સમયનો છે જયારે સેટ પર બધાની સામે મહમૂદે સુપરસ્ટાર રાજેશ ખન્નાને થપ્પડ મારી દીધી હતી.
સેટ પર મોડા આવતા હતા રાજેશ ખન્ના
રાજેશ ખન્નાને ઇન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. એમણે એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી અને લોકોને પોતાની અદાકારીના દીવાના બનાવી દીધા હતા. રાજેશ ખન્નાએ બેક ટુ બેક ૧૫ સુપરહીટ ફિલ્મો આપી હતી, અને એ રેકોર્ડ આજે પણ કાકા પાસે જળવાયેલ છે. રાજેશ ખન્ના એક સફળ કલાકાર હતા, પણ કહેવાય છે કે એમને પોતાના સ્ટારડમનું ઘણું ઘમંડ હતું. એ દિવસોમાં રાજેશ ખન્નાએ સીનીયર એક્ટર અને ડાયરેકટર મહમૂદ સાથે ફિલ્મ ‘જનતા હવલદાર’ સાઈન કરી હતી.
મહમૂદે મારી હતી રાજેશ ખન્નાને થપ્પડ
એ પછી રાજેશ ખન્ના સેટ પર મોડા આવવા લાગ્યા. રાજેશ ખન્ના આ કારણે સેટ પર મોડા આવતા હતા કે પછી કારણ બીજું કાઈ હતું, એ તો ખબર નહિ. પણ એનાથી શુટિંગ પર અસર પડવા લાગી. મહમૂદ રોજ રાજેશ માટે કલાકો રાહ જોતા હતા. રાજેશ ખન્નાને રોજ સેટ પર મોડા આવવાની ટેવ બની ગઈ હતી. એવામાં એક દિવસ મહમૂદે ગુસ્સામાં રાજેશ ખન્નાને થપ્પડ મારી દીધી. મહમૂદે રાજેશને કહ્યું- તમે સુપરસ્ટાર હશો તમારા ઘરના, મેં ફિલ્મ માટે તમને પુરા પૈસા આપ્યા છે અને તમારે એ ફિલ્મ પૂરી કરવી પડશે.
એ સમયમાં જયારે રાજેશ પર છોકરીઓ ફૂલ ફેંકતી હતી અને છોકરા એમની સ્ટાઈલ કોપી કરતા હતા ત્યારે કોઈ સ્ટારે રાજેશ ખન્નાને થપ્પડ મારી હતી.જોકે, એની અસર પણ જોવા મળી અને રાજેશે ફિલ્મનું શુટિંગ યોગ્ય સમયે પૂરું કર્યું. રાજેશ ખન્ના આગળ વધારે સફળ કલાકાર બન્યા, તો મહમૂદ પણ ૫ દશક સુધી લોકોને હસાવતા રહ્યા. આખરે ૨૩ જુલાઈ ૨૦૦૪ ના મહમૂદ હમેશા માટે આ દુનિયાથી ચાલ્યા ગયા.
0 Response to "મહમૂદ..એ વ્યક્તિ જેમણે સુપરસ્ટાર રાજેશ ખન્નાને થપ્પડ મારીને એમનું સ્ટારડમ ભુલાવી દીધું"
ટિપ્પણી પોસ્ટ કરો