સાસુ શર્મિલા સાથે એકલી નહતી રહી શકતી અમૃતા, કર્યા હતા એવા ખુલાસા જેની સાથે ઘણી વહુઓ થઇ સહમત

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્નની જેટલી ચર્ચા થઇ, એટલા જ કિસ્સા છૂટાછેડા થયા પછી સામે આવ્યા હતા. અમૃતા અને સૈફ આજે અલગ થઇ ચુક્યા છે, પણ બાળકો સારા અને ઈબ્રાહીમ પોતાના માં પિતા બંને સાથે જોડાયેલા છે. બાળકો ભલે પોતાના પિતાને મળવા જતા હોય, પણ અમૃતા પટૌડી પેલેસના કોઈ પણ સભ્ય સાથે સંબંધ નથી રાખતી. જયારે અમૃતા અને સૈફ એક સાથે હતા તો બધા સંબંધોમાં મીઠાશ હતી, પણ બનેના અલગ થતા જ સંબંધમાં કડવાહટ આવી ગઈ. અમૃતાએ છૂટાછેડા પછી સૈફ અને સાસરાવાળાને લઈને ઘણા ખુલાસા કર્યા હતા જેનાથી દર કોઈ હેરાન થઇ ગયું હતું. એમણે જણાવ્યું હતું કે એમની સાસુ શર્મીલાનો વ્યવહાર એની સાથે કડવો હતો. એવી સ્થિતિથી એ ઘણી વહુઓ પસાર થતી હોય છે.

સાસુ શર્મિલાથી દુર રહેવા ઇચ્છતી હતી અમૃતા


અમૃતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એ સૈફને હમેશા કહેતી હતી કે એને સાસુ શર્મિલા સાથે એક રૂમમાં એકલી ના છોડી દે. એમનું કહેવું હતું કે એ જયારે પણ સાસુ સાથે હોય તો એ એના માટે તનાવપૂર્ણ હતું. એ વાત ફક્ત પટૌડી પેલેસ કે પછી કોઈ બોલીવુડ સ્ટારના ઘરની નથી. એવું સામાન્ય ઘરમાં ઘણીવાર જોવા મળતું હોય છે. અવારનવાર સામાન્ય ઘરમાં પણ સાસુ અને વહુનું સાથે રહેવું મુશ્કેલ બની જતું હોય છે.

ઘણીવાર સાસુનું કાંઈ કીધા વિના પણ એના કડવા વ્યવહાર અને એના વર્તનથી સમજમાં આવી જતું હોય છે. વહુઓને પોતાની સાસુ પાસેથી એવી ફરિયાદ રહેતી હોય છે કે એને ઘરમાં લાવીને પણ ઘરના સભ્યની જેમ નથી સમજવામાં આવતી. વહુઓને લાગે છે કે એને ઘરમાં કેદ કરી દેવાઈ છે. એવામાં એ માનસિક તણાવનો શિકાર થવા લાગે છે. તમને જણાવીએ એવી સ્થિતિ વિષે જેનાથી વહુઓ હમેશા પસાર થતી હોય છે.

વહુને નાં સ્વીકારવી


દરેકના જીવનમાં આ સ્થિતિ અલગ કારણથી આવી શકે છે. જોકે, શર્મિલા માટે અમૃતાને ના સ્વીકારવાના ઘણા કારણ હતા. કહેવાય છે કે અમૃતા સૈફથી ઉંમરમાં ૧૨ વર્ષ મોટી છે અને શર્મિલાને એ વાત પસંદ ન હતી. તો અમૃતા સાથે લગ્ન કરવાનો નિર્ણય સૈફે એકલા લીધો હતો અને ઘરે કોઈને એ વાતની માહિતી નહતી આપી. એ જ કારણ હતું કે શર્મિલા ક્યારેય પણ અમૃતા ને વહુ ના માની શકી.

પતિ એ કરવું જોઈએ આ કામ


ઘણીવાર સાસુ વહુની લડાઈથી બચવા માટે છોકરાઓ પોતાને બંને તરફથી દુર કરી લેતા હોય છે. આ કોઈ સમસ્યાનું સમાધાન નથી. છોકરાનું કામ હોય છે કે એ પતિ બનીને પત્નીનો સાથ આપે અને પછી દીકરો બનીને માં નું પણ સાંભળે. જયારે માં અને પત્નીને એમની વાત સાંભળવા અને સમજવાવાળું કોઈ મળે તો આપસમાં તનાવ ઘટાડવામાં એમને મદદ મળશે.

અધિકાર છીનવાઈ જવાનો ડર


માં ને હમેશા એવું લાગતું હોય છે કે વહુ આવતા જ દીકરો દુર ચાલ્યો ગયો છે. તો વહુને એવું લાગતું હોય છે કે પતિ માં નું જ સાંભળે છે. એના કારણે સાસુ અને વહુ એકબીજાથી ચીડાવા લાગે છે. સાસુને લાગે છે કે ઘરમાં આવેલી નવી વહુ એનો અધિકાર છીનવી રહી છે. જે ઘરમાં એવી સ્થિતિ બને છે ત્યાં લડાઈ થવી અને અલગ થવું નક્કી હોય છે. એવી સ્થિતિથી બચવા માટે વાત કરવી જરૂરી છે. સાસુ અને વહુ એકબીજા સાથે જેટલી વાતો કરશે એટલું જ એકબીજાને સારી રીતે સમજશે.

0 Response to "સાસુ શર્મિલા સાથે એકલી નહતી રહી શકતી અમૃતા, કર્યા હતા એવા ખુલાસા જેની સાથે ઘણી વહુઓ થઇ સહમત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel