દુલ્હનને લેવા પહોચી ગયો આ વરરાજા, અને પછી કંઇક આવી રીતે કરી લીધા લગ્ન
બિહારના લોકો સામાન્ય રીતે બાઢમાં રહીને પણ ખુશીઓ મનાવવાની અદ્ભુત કળા જાણે છે. આવું જ એક દ્રશ્ય હાલમાં જ બિહારના મુજ્જફરપૂરમાં જોવા મળ્યું હતું, જ્યાં વરરાજાએ પોતાની વધુને સકરા પ્રખંડમાં લાવવા માટે બાઢની પરવાહ પણ કરી ન હતી. જો કે મીડિયા દ્વારા મળતા અહેવાલ મુજબ બાઢના પાણીને પાર કર્યા પછી અનેક ઉપકરણો અને જાન સાથે વરરાજા લગ્ન કરવા માટે પહોચી ગયો હતો. આ દરમિયાન આ અનોખા પ્રકારના લગ્નની સાક્ષી બનવા માટે આખાય ગામના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા.
તીરુહત નહેરનો તટબંધ તૂટી ગયો હતો
આપને જણાવી દઈએ કે લગ્નની જાન એ સમસ્તીપુરના તાજપુર થાણાના મૌસપુર ગામથી મુજ્જફરપુરના સંકરામાં આવેલા ભંટડી ગામમાં આવી હતી. મૌસપુરના મોહમ્મદ ઇકબાલના દીકરા હસન રાજાના લગ્ન એ સંકરા નજીક ભંટડી ગામમાં રહેતા મોહમ્મદ શહીદની દીકરી માજદા ખાતુન સાથે નક્કી થયા હતા. જો કે લગ્નના સમયે જ મુરૌલના મોહમ્મદપુર કોઠીમાં તીરુહત નહેરનો તટબંધ તૂટી ગયો હતો. પરિણામે આખાય વિસ્તારમાં બાઢની સ્થિતિ સર્જાઈ હતી. એમ છતાં આ લગ્ન થયા હતા.
નિર્ણય બંને પરિવારે મળીને લીધો હતો
આ લગ્નની તૈયારી કરતા પહેલા નક્કી કરવામાં આવેલી તારીખને વર્તમાન સ્થિતિ જોતા બદલવા અંગે વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો, જો કે વાત ન બનતા એ જ તારીખે લગ્ન કરાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બંને પરિવારે મળીને લીધો હતો. આ પ્રસંગે પાણીથી ભરાયેલા ગામમાં પણ દુલ્હનના નિવાસ સ્થાને જાનૈયાઓએ ડાન્સ પણ કર્યો હતો. ગીતોની અને નાચની મહેફિલ સાથે લગ્ન કરીને વરરાજા દુલ્હનને પણ પોતાની સાથે લઇ આવ્યો હતો.
વર પક્ષ સામે વધુ પક્ષે ઝૂકવું પડયું હતું
આપને જણાવી દઈએ કે બાઢના પાણીમાં ઘેરાયેલા ભંટડી ગામમાં, ટેન્ટ માટેનો અનેક સમાન પણ લાવવામાં આવ્યો હતો. અને ફરીથી લગ્નની તૈયારીમાં લોકો લાગી ગયા હતા. જો કે ગામમાં આવતા પહેલા જાનૈયાએ સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. જો કે દુલ્હનના ઘરે જવામાં મુશ્કેલીઓ અંગે પણ જાણકારી મેળવી હતી પણ એમ છતાં વર પક્ષ સામે વધુ પક્ષે ઝૂકવું પડયું હતું. વરરાજાની ગાડી ગામની સીમા સુધી આવી હતી. ત્યારબાદ પાણીમાં જવા અંગે તૈયારીઓ કરવામાં આવી હતી.
વિધિ વિધાન સહીત એમના લગ્ન થયા હતા
પાણી ભરાયેલા ગામની સ્થિતિ જોઇને શરૂઆતમાં તો જાનૈયા પણ અચરજમાં પડી ગયા હતા. પણ, પછી વરરાજા પોતાની ગાડીને ગામની સીમા પર મુકીને નાવડીની મદદથી દુલ્હનના ઘર સુધી પહોચ્યો હતો. અનેક જગ્યાએ ઘૂંટણ સુધીના પાણીમાં થઈને પણ સથાનિક યુવકોએ દુલ્હાને સુરક્ષિત લાવવામાં મદદ કરી હતી. આમ પાણી ભરેલા ગામમાં પણ વિધિ વિધાન સહીત એમના લગ્ન થયા હતા. જો કે લગ્નની પુર્ણાહુતી પછી વધુની વિદાય પણ કરાવવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "દુલ્હનને લેવા પહોચી ગયો આ વરરાજા, અને પછી કંઇક આવી રીતે કરી લીધા લગ્ન"
ટિપ્પણી પોસ્ટ કરો