તારક મહેતા…’ના બાપૂજી રિયલ લાઇફમાં છે એકદમ યંગ, જોઇ લો તસવીરોમાં તમે પણ

કોરોના વાયરસના કારણે હજુ પણ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. આ વાયરસના કારણે અનેક લોકો સંક્રમિત થઇ ચુક્યા છે અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. એવામાં આ વાયરસના કારણે સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્રેટી પણ પોતાના ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે. જો કે જ્યારથી લોકડાઉન પછી અનલોકની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, ત્યારથી ટીવી શોની શુટિંગ પણ ધીરે ધીરે શરુ થઇ રહી છે.

તારક મહેતા માટે નવા ભાગોની શુટિંગ હાલમાં શરુ થઇ

image source

આપને જણાવી દઈએ કે જયારે દરેક શોની શુટિંગ શરુ થઇ રહી છે ત્યારે હવે હાલમાં જ થોડા દિવસ પહેલા તારક મહેતા કા ઉલટા ચશ્માં માટે પણ નવા ભાગોની શુટિંગ શરુ થઇ છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે આ શોમાં જેઠાલાલના પિતા એટલે કે ચંપક લાલનો રોલ નિભાવતા અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ઘરડા નહિ પણ બહુ યંગ છે. આવો આજે અમે આપને એમના જીવનના કેટલાક મસાલેદાર ફેક્ટસ વિશે જણાવીએ.

image source

દિલીપ જોશી અને અમિત ભટ્ટની ઉમરમાં ૪ વર્ષનું અંતર

image source

સામાન્ય રીતે આપણે અમિત ભટ્ટને હમેશા તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં ચંપક ચાચા તરીકે જ જોયા છે. જો કે આ ચંપક ચાચા વાસ્તવમાં ઘણા હેન્ડસમ અને ફીટ છે. એમની પત્ની કૃતિ અને તેઓ જુડવા બાળકોના માતા પિતા પણ છે.

image source

તમને એ જાણીને પણ આશ્ચર્ય જરૂર થશે કે શોમાં ભલે તેઓ જેઠાલાલના પિતાજીના પાત્રમાં હોય પણ વાસ્તવમાં એમની ઉમર દિલીપ જોશી કરતા ઓછી છે. આપને જણાવી દઈએ કે જેઠાલાલ એટલે કે દિલીપ જોષી અને બાબુજી એટલે કે અમિત ભટ્ટની ઉમરમાં ૪ વર્ષનું અંતર છે. દિલીપ જોશી ૫૧ વર્ષના છે તો ત્યાં જ અમિત ભટ્ટ માત્ર ૪૭ વર્ષના છે.

પતિ અને પત્ની બંનેને ફરવાનો ઘણો શોખ છે

image source

અમિત પોતાના ટાઈટ ટાઈમ ટેબલમાંથી સમય કાઢીને પણ એમની પત્ની સાથે ઘણા ફરે છે. આ બંને પતિ પત્નીને ફરવાનો ઘણો શોખ છે. આપને જણાવી દઈએ કે ચંપક ચાચા તરીકે અમિત એ તારક મહેતા કા ઉલટા ચશ્માં શો સાથે જોડાયેલા છે.

image source

એકવાર આ જ શોમાં અમિતના દીકરાઓએ પણ કામ કર્યું છે. અમિત ભલે આ શોમાં જેઠાલાલ સાથે ઘણા આકરા સ્વભાવના દેખાય છે, પણ સેટ ઉપર એ પોતાના અને બાકીના લોકો સાથે ઘણી મસ્તી કરતા જોવા મળે છે.

ગુજરાતી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કરી ચુક્યા છે

image source

અમિત ભટ્ટ એ ઘણા સમયથી ગુજરાતી સિનેમા જગતમાં એક જાણીતું નામ છે. હવે તેઓ ચંપક લાલના પાત્ર દ્વારા ઘણા પ્રખ્યાત થઇ ચુક્યા છે. જો કે આ સીરીયલ સિવાય પણ અમિત ભટ્ટ ગુજરાતી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કરી ચુક્યા છે. આમિત ફિલ્મો અને ટીવી શો સાથે સ્ટેજ શો કરવામાં પણ રસ ધરાવે છે.

image source

અમિત ભટ્ટે બાહર આવ તારી બૈરી બતાવું, ગુપચુપ-ગુપચુપ, પારકે પૈસે લીલા લહેર અને ચહેરા પર મહોરું જેવા સ્ટેજ શો દ્વારા પણ ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "તારક મહેતા…’ના બાપૂજી રિયલ લાઇફમાં છે એકદમ યંગ, જોઇ લો તસવીરોમાં તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel